SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ સગ–૫ હતું કે મને આવું સુંદર આરોગ્ય પ્રાપ્ત થશે. ૨૫. બળવાન વિધાતા અનુકૂળ હોય તો રોગી નીરોગી બની જાય અને પ્રતિકૂળ હોય તો નીરોગી રોગી બની જાય. ૨૬. તેથી કૌશાંબીવાસી લોકને મારા શરીરની શોભા દેખાડું. લોકની દષ્ટિમાં ન આવે એવી સારી પણ શોભા શું કામની ? ૨૭. પુત્રોની અને પુત્રોની સ્વયં કરેલી દશાને હું જોઉ. ધન્ય પોતાની સુંદર ઉદાર દશાને જુએ છે. ૨૮. એમ વિચારીને તે પોતાની નગરી તરફ ચાલ્યો. નગરમાં પ્રવેશ કરતા તેને લોકોએ વિકસિત ચક્ષરૂપી કમળોથી જોયો. ર૯. લોકે પુછ્યું છે વિપ્ર ! ફરી નવયૌવન વયને કેવી રીતે પામ્યો? તારી અવસ્થા જોઈને અમે આશ્ચર્યચકિત થયા છીએ. ૩૦. બ્રાહ્મણે લોકોને કહ્યું હંમેશા એકાગ્ર ચિત્તથી સુતીર્થની સેવા કરતા મને દેવતા પ્રસન્ન થયા છે. ૩૧. દેવતાએ લોકમાં જુગુપ્સા ઉત્પન્ન કરે તેવા મારા વ્યાધિને દૂર કર્યો છે. ખુશ થયેલા દેવો સ્વયં દેહને સ્વર્ગ પણ બનાવી દે છે. ૩ર. જેના ઉપર દવો પ્રસન્ન થાય છે તે આ બ્રાહ્મણ ધન્યતમ છે. એમ લોકો વડે વારંવાર પ્રશંસા કરાતો બ્રાહ્મણ ઘરમાં પ્રવેશ્યો. ૩૩. આણે કીડાઓના સમૂહથી ખવાય ગયેલ વૃક્ષના પાંદડાની જેમ મહાવ્યાધિથી સળગી ગયેલ અંગવાળા પુત્રોને જોયા. ૩૪. ઘણાં ખુશ થયેલ બ્રાહ્મણે પુત્રોને કહ્યું રે પાપીઓ ! મારી અવજ્ઞાનું ફળ ઉગ્રપણે ભોગવો. ૩૫. પુત્રોએ કહ્યું : હે તાત ! અમે તમારા પાંચ પુત્રો છીએ. હા હા તમે પુત્રો ઉપર નિષ્કરુણ કર્મ શા માટે કર્યું.? ૩૬. રે ચલિતમતિ વૃદ્ધ ! આવા કુકર્મને કરતા પાપથી ભય ન પામ્યો? અથવા ધોળાવાળથી લજ્જા ન આવી? ૩૭. સેઢુક પણ ગુસ્સે થયો. રે દુષ્ટો! પૂર્વે તમે પિતાની કૂતરાની જેમ કદર્થના કરીને શું દયાવાળું કર્મ કર્યું હતું? ૩૮. તમે પાપીઓ ભય અને લજ્જા વગરના બની ગયા. જેનાથી તમે ઉચ્ચપદને પામ્યા તેની પણ આ પ્રમાણે વિડંબના કરી. ૩૯. લોક બીજાના નાના દોષને જુએ છે પણ પોતાના પર્વત જેવા મોટા દોષોને જોતા નથી. ૪૦.રે મહામૂર્ખાઓ! તમે વણિક કે બ્રાહ્મણના ઘરોને નથી જાણતા જેથી તમે આ પ્રમાણે મારી હિલના કરી. ૪૧. હું રંક હતો છતાં તમોને આ ઉચ્ચપદ સુધી પહોંચાડ્યા અથવા તો ઠીકરાથી ઘટ ભંગાય છે. ૪૨. પુત્રોની સાથે ઝગડો કરતા સેઢકને લોકોએ કહ્યું જો મુગ્ધ પુત્રોએ ભૂલ કરી તો ડાહ્યા એવા તારે શું ભૂલ કરવી જોઈએ? ૪૩. શું એક કૂવામાં પડે તો શું બીજાએ કૂવામાં પડવું? શું તે નથી સાંભળ્યું કે પુત્ર કુપુત્ર થાય પણ માવતર કમાવતર ન થાય. ૪૪. આ પ્રમાણે લોકો એકી અવાજે તેની નિંદા કરી. ખરેખર લોક થોડીવાર પૂરતી સ્તવના કે નિંદા કરે છે પણ સતત કરતા નથી. ૪૫. લોકો વડે તિરસ્કાર કરાયેલ બ્રાહ્મણે જેમ જનાપવાદથી ભય પામેલ રામે સીતાનો ત્યાગ કર્યો તેમ જલદીથી કૌશાંબી નગરીને છોડી દીધી. ૪૬. હે રાજનું! પછી તારા નગરમાં આવીને જીવિકા માટે તારા દ્વારપાલનો આશ્રય કર્યો, કેમકે વિદેશમાં નિર્ધનોની આજીવિકા આવા પ્રકારની હોય છે. ૪૭. હે રાજનું! પૃથ્વીતલ ઉપર વિહાર કરતા અમે અહીં આવ્યા. કેમકે જિનેશ્વરો વિહરે છતે જ લોકો ઉપર ઉપકાર થાય છે. ૪૮. જ્યાં સુધી અમે આવીએ નહીં ત્યાં સુધી તારે અહીંથી ઉભા ન થવું એમ બ્રાહ્મણને આદેશ કરીને દ્વારપાળ અમને વંદન કરવા આવ્યો. ૪૯. અને આ બાજુ સેઢક બ્રાહ્મણે દુકાળમાંથી પાર પામેલા દ્રમુકની જેમ દરવાજે રહેલ દુર્ગાના ઘણાં બલિને ખાધું. ૫૦. લોલતાથી ગળા સુધી ભોજન કર્યું. ઉનાળાનો કાળ હોવાથી જેમ વાયુ વૃક્ષનો આશ્રય લે તેમ તૃષ્ણાએ તેનો આશરો લીધો. અર્થાત્ તેને અતિશય તરસ લાગી. ૫૧. તૃષાથી પીડાયેલ તેણે વિચાર્યું: વિશ્વને જીવાડનાર પાણીમાં પહેલેથી જ ઉત્પન્ન થાય છે તે જળચરોને ધન્ય છે. પર. રાત દિવસ
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy