SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૬૬ કાય દુઃપ્રણિધાનતા, સ્મરણ ન રહેવું તથા સામાયિકનો કાળ પૂરો ન કરવો એમ સામાયિકના પાંચ અતિચાર છે. ૧૬. દિગ્વિરતિવ્રતમાં રોજે રોજ સંક્ષેપ કરવો તે દેશાવગાસિક વ્રત છે. ૧૭. સેવકની પાસે વસ્તુ મોકલાવવી કે મંગાવવી, શબ્દ કરવો, રૂપનો અનુપાત કરવો (હું અહીં રહ્યો છું એવું જણાવવા અવાજ, ખોખારો કરવો પોતાની જાતને બહાર પ્રગટ કરવી) અને પુદ્ગલનો પ્રક્ષેપ કરવા સ્વરૂપ પાંચ અતિચાર છે. ૧૮. આઠમ વગેરે પર્વતિથિએ અબ્રહ્મ, ભોજન અને વ્યાપારનો ત્યાગ કરવો તથા શરીરસત્કારનો ત્યાગ કરવો એમ પૌષધવ્રત ચાર પ્રકારે છે. ૧૯. જોયા–પ્રમાર્ષ્યા વિના લેવું–મૂકવું, પરઠવવું, સંથારો કરવો, સ્મૃતિનો ઉપયોગ ન રાખવો અને અનાદર થવો એમ પૌષધના પાંચ અતિચાર છે. ૨૦. સાધુઓને બહુમાનપૂર્વક શુદ્ધ અન્ન-પાન-વસ્ત્ર-પાત્ર-વસતિ વગેરેનું દાન કરવું તે અતિથિસંવિભાગ વ્રત કહેવાયું છે. ૨૧. દેવા યોગ્ય વસ્તુને સચિત્ત વસ્તુથી ઢાંકી દેવી, સચિત્તમાં મૂકવી, આ વસ્તુ બીજાની છે એવું બાનું કાઢવું, માત્સર્યપૂર્વક દાન દેવું, કાળ વેળાનું ઉલ્લંઘન કરવું એ અતિથિસંવિભાગ વ્રતના પાંચ અતિચાર છે. ૨૨. જેમ કર્મથી મુકાયેલ આત્મપ્રદેશો શુદ્ધ થાય છે તેમ પાંચ-પાંચ અતિચારોથી રહિત વ્રત શુદ્ધ થાય છે. ૨૩. સમ્યક્ત્વનું સ્વરૂપ જેમ સંપૂર્ણ મહેલનો આધાર પાયો છે અથવા વાહનનો આધાર ધૂરા છે તેમ આ બંને પ્રકારના ધર્મનું મૂળ સમ્યક્ત્વ કહેવાયું છે. ૨૪. સમ્યક્ત્વ આત્માનો પરિણામ છે. તે સૂત્ર અને અર્થની રુચિ સ્વરૂપ છે. જેમ ચેતનાદિ લક્ષણોથી ચેતન જણાય છે તેમ શમાદિ લક્ષણોથી સમ્યક્ત્વ જણાય છે. ૨૫. જેમ સાધુને પાંચ મહાવ્રતો છે તેમ પ્રશમ, સંવેગ, નિર્વેદ, કરુણા અને આસ્તિક્ય એમ સમ્યક્ત્વના પાંચ લક્ષણો છે. ૨૬. જેમ સમ્યગ્દર્શન-જ્ઞાન– ચારિત્રથી મોક્ષમાર્ગ છે તેમ દર્શન–મોહનીય કર્મના ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમથી સમ્યક્ત્વ છે. ૨૭. જેમ કાજળ વગેરેથી સફેદ વસ્ત્ર દૂષિત થાય છે તેમ શંકા, કાંક્ષા, વિચિકત્સા, મિથ્યાદષ્ટિનો સંસ્તવ અને પ્રશંસાથી સમ્યક્ત્વ દૂષિત થાય છે. ૨૮. જેમ કલ્પવૃક્ષોથી નંદનવન શોભે છે તેમ ધર્મની દઢતા, શાસનની પ્રભાવના, દેવગુરુની ભક્તિ, વિધિની કુશળતા અને તીર્થની સેવાથી જૈન શાસન દીપી ઉઠે છે. ૨૯. ફોતરાનું ખાંડવું, હાથીનું સ્નાન, વનમાં ગાયન, વનમાં કાસ પુષ્પોનું ખીલવું, કૃપણ શિરોમણિ પાસે પ્રાર્થના (ધનની યાચના કરવી) આંધળાની આગળ નૃત્ય, બહેરાની આગળ જાપ વગેરે સર્વ અનુષ્ઠાનો નિષ્ફળ થાય છે તેમ સમ્યક્ત્વ વિના સર્વ ધર્મ અનુષ્ઠાનો માટીમાં મળી જાય છે. જેમ ચંદ્ર વિના રાત્રી શોભતી નથી તેમ સમ્યક્ત્વ વિના ચારિત્ર શોભતું નથી. જેમ રાજા વિના રાજ્ય, પતિ વિના મૃગાક્ષી શોભતી નથી તેમ સમ્યક્ત્વ વિના ધર્મ શોભતો નથી. ૩૨. જે આત્માઓ સમ્યક્ત્વને ધારણ કરતા હોય છે તેઓએ પછી તુરત મોક્ષ આપનાર સાધુપણાને ગ્રહણ કરવું જોઈએ. સાધુપણું ન પાળી શકે તેણે પરંપરાએ મુક્તિને આપે તે શ્રાવક ધર્મ આરાધવો જોઈએ. પ્રથમ સોપાન ઉપર આરૂઢ થયેલ જીવ ક્રમથી મહેલ ઉપર ચડે છે. ૩૪. શ્રાવકપણું ન પાળી શકે તેણે પણ સમ્યક્ત્વ ધર્મની આરાધના કરવી જોઈએ કેમ કે તે લાંબે કાળે મોક્ષને આપે છે. શું પ્રાપ્ત થયેલ નિધાન ઉપકાર ન કરે ? અર્થાત્ કરે. ૩૫. એટલામાં બિલ માટે રાખેલ શ્રેષ્ઠ અખંડ કલમ ચોખાને દુર્બળ સ્ત્રીઓએ ખાંડી અને છળીને ફોતરા વગેરેથી શુદ્ધ કરીને તૈયાર કર્યા. ૩૬. રાજાના ઘરે આઢક પ્રમાણ બલિ તૈયાર કરીને પૂર્વના દ્વારથી સમવસરણમાં લઈ ગયા. તે વખતે પ્રભુએ દેશના પૂરી કરી. પુણ્યને વશ કરવા માટે બલિના બાનાથી જાણે યોગચૂર્ણ ન નાખતા હોય તેમ દેવોએ તેમાં (બલિમાં) જ ઉગ્ર સુગંધિ ગંધોને નાખ્યા. ૩૮. આવા પ્રકારનો
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy