SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૩. ૬૭ આચાર હોવાથી બલિ આકાશમાં ઉછાળાયો. પછી દિવસે પણ આકાશ ક્ષણવાર તારામય થયું. ૩૯. પછી બલિ વેગથી નીચે પડ્યો. જેમ અગાધ પાણીમાં પડીને તારુઓ મણિઓને લઈ લે તેમ તેમાંથી અડધો ભાગ દેવોએ પડે તે પૂર્વે લઈ લીધો. ૪૦. બાકીના વધેલા અડધા બલિમાંથી અડધો ભાગ રાજાએ ગ્રહણ કર્યો. બાકી રહેલા ભાગને લોકોએ લીધો. કેમકે ધર્મ કે કર્મમાં ક્રમ પ્રમાણે વસ્તુની પ્રાપ્તિ થાય છે. ૪૧. બલિનો એક દાણો જેના માથા ઉપર પડે તેના માથાના રોગો નાશ પામી જાય અથવા તો રોગ ન થયા હોય તો છ મહિના સુધી નવા રોગો થતા નથી. (આવો બલિનો પ્રભાવ છે.) ૪૨. સ્વામીની દેશનાથી જૂરપણ જીવો બોધ પામ્યા. સૂર્યનો ઉદય થાય ત્યારે શું ઉંઘણશી જાગતો નથી? અર્થાત્ જાગે છે. ૪૩. પછી ત્રણ જગતના ગુરુ ભગવાન પાસે મિથ્યાત્વ ગરલ છોડીને રાજાએ સમ્યગ્દર્શનરૂપી અમૃતને ગ્રહણ કર્યું. ૪૪. સારી રીતે મનને ભાવિત કરનાર અભયકુમારે પણ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરીને નમીને આ પ્રમાણે વિનંતી કરી. ૪૫. હે જિનેશ્વર ! હું હજુ દીક્ષા લેવા સમર્થ નથી. શું વાછરડો બળદ જેટલા ભારને ખેંચી શકે તેટલા ભારને ખેંચી શકે? અર્થાત્ ન ખેંચી શકે. ૪૬. તેથી હે સ્વામિન્! મને શ્રાવક ધર્મ આપો, કલ્પવૃક્ષ ન લઈ શકે તોયે શું કરી ન ખરીદી શકે. ૪૭. પ્રભુએ અભયને શ્રાવક ધર્મ આપ્યો. કેમકે જિનેશ્વરો લોકની પાસે યોગ્ય ધર્મ જ કરાવે છે. ૪૮. પછી મેઘકમારે પણ પ્રભુને અંજલિ જોડીને ભક્તિપૂર્વક કોમળવાણીથી આ પ્રમાણે કહ્યું. ૪૯. હે પ્રભુ ! જન્મ–જરા-મૃત્યરૂપી જળચરોથી ભરેલા આ ભવસાગરમાંથી નીકળવા નૌકા સમાન મને દીક્ષા આપો. ૫૦. હે સ્વામિન્ ! માતાપિતાની અનુમતિ મેળવીને તમારી પાસે દીક્ષા લઈને પુષ્પની જેમ મનુષ્યભવને સફળ કરીશ. ૫૧ પછી ફરી જિનેશ્વરે કહ્યું તારા કાર્યમાં વિઘ્ન ન થાઓ. હે દેવાનાં પ્રિય! સંસારમાં ક્યાંય પણ રાગ કરીશ નહીં. પર. પરંતુ જો જિનેશ્વર ભગવાન સતત ધર્મદેશના આપે તો પણ શ્રમ-ઠંડી-ગરમી-તૃષા-સુધા અને ભયને ગણકાર્યા વગર શ્રોતાઓ જરા પણ કંટાળતા નથી અને સમવસરણમાં રહીને સર્વ પણ આયુષ્યને ખપાવે છે. ૫૪. પછી શરીરનો થાક ઉતારવા પ્રભુ દેવજીંદામાં ગયા. કેમકે તીર્થકરોને પણ જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી શ્રમ છે. ૫૫. ત્યારપછી પાદપીઠ ઉપર બેસીને શ્રુતકેવલી ગૌતમ સ્વામીએ બીજી પરિસિમાં ધર્મદેશના કરી. ૫૬. અસંખ્ય ભવોને યથાર્થપણે પ્રતિપાદન કરતા, સમસ્ત લોકોના વિવિધ સંશયોને છેદતા ગૌતમ સ્વામી મહારાજા કેવળી નથી એમ છઘસ્થોએ ન જાણું. (છઘસ્થોએ તેમને કેવળી જાણ્યા કારણ કે કેવળીની અને ચૌદપૂર્વની દેશનામાં ભેદ હોતો નથી.) જેના ઉપર જિનેશ્વરનો હાથ મુકાય તેનામાં શું ન સંભવે ? દેશનાના અંતે રાજાઓ વગેરે લોકો યથાસ્થાને ગયા. આઠ પહોરની તીર્થ સેવાનો લાભ કોને મળે? ૫૮. પછી મેઘકુમાર ઘરે જઈ, માતપિતાના પગમાં પડી આ પ્રમાણે જણાવ્યું. શું ફક્ત બીજાઓમાં વિનીતતા હોય? ૬૦. હે માતા ! મેં ઈન્દ્રોની શ્રેણીથી લેવાયેલ સ્વામીના ચરણકમળને નમસ્કાર કર્યા. તથા તેમના શ્રીમુખે દેશના સાંભળી. ૬૧. જેમ સૂર્યનો ઉદય થતા ઉચ્ચે આકાશમાં ઉદય પામેલું ચંદ્રમંડળ તેજ વિનાનું થાય તેમ મારું મન સંસારથી વિરક્ત થયું છે. ૨. તેથી મને દીક્ષાની અનુમતિ આપો. જેમ ઉત્તર સાધક વિના કાર્યની સિદ્ધિ થતી નથી તેમ તમારી સહાય વિના મારે વ્રતની સિદ્ધિ નથી. ૬૩. જે આવા કડવા વચનને સાંભળતી નથી તે આ માતા ધન્ય છે એટલે જ જાણે મૂચ્છના બાનાથી પૃથ્વી ઉપર ઢળી પડી. ૬૪. જેમ પાણીના સિંચનથી સુકાઈ ગયેલી વેલડી સજીવન કરાય તેમ ચંદનરસના સિંચનપૂર્વકના શીતળ પંખાના પવનોથી ધારિણી ચૈતન્યને પ્રાપ્ત કરાવાઈ. ૬૫. ગદ્ગ અક્ષરે બોલી: હે
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy