SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૩ ૬૫ ગમન કરવું વર્જય છે. ૮૯. ઉપર-નીચે અને તિરછી દિશાના માનનું અતિક્રમણ કરવું અને સેવકને મોકલવો, વિસ્મરણ થવું અને ક્ષેત્રની વૃદ્ધિ કરવી એ પાંચ દિવ્રતના અતિચાર છે. ૯૦. અન-ફૂલ વગેરે એકવાર ભોગવાય તે ભોગ કહેવાય, ઘર વગેરે વારંવાર ભોગવાય તે ઉપભોગ કહેવાય. ૯૧ તે બેનું ભોગથી અને કર્મથી પરિમાણ નક્કી કરવું તે ભોગપભોગ વિરમણ વ્રત નામનું બીજું ગુણવ્રત છે. ૯૨. અજ્ઞાત ફળ, ફૂલ, અનંતકાય, માંસ, મદિરા, માખણનું ભોજન અને રાત્રિ ભોજનનો ત્યાગ કરવો જોઈએ. ૯૩. વિવેકી પુરુષ ઉબર, વડ, પીપળી, કાકોદુંબર, વગેરે વૃક્ષના અને પ્લેક્ષના ફળોનું ભક્ષણ ન કરે કેમકે આના ફળોમાં ઘણાં કૃમિઓ હોય છે. ૯૪. સચિત્ત અને સચિત્તથી પ્રતિબદ્ધ વસ્તુ, તુચ્છ–ઔષધિ, અપકવદુષ્પકવ ભોજન એમ ભોજનના પાંચ અતિચાર છે. ૯૫. અંગારકર્મ વગેરે પંદર કર્માદાનો કર્મથી અતિચાર છે. અને તે ઈટને પકાવવી, ઘડા-કાંસા-લોખંડ અને સુવર્ણને ઘડવું સ્વરૂપ છે. ૯૬. ભટ્ટી ચલાવવી અને તાંબુ સીસું ઓગાળી વસ્તુઓ બનાવવી વગેરે કર્મોમાં અંગાર કર્મ કારણ બને છે. તેથી તેને પણ અંગારકર્મમાં ગણાય છે. ૯૭. ફળ-ફૂલ–પત્રને ચૂંટીને તથા વનને કાપી અને ઉછેરીને, અનાજ પીસીને, વનમાં વૃક્ષો વાવીને આજીવિકા ચલાવવી તે વનકર્મ કહેવાય છે. ૯૮. ગાડાં. ગાડાના પૈડાં વગેરે ભાગ. ધરી. ચક્ર વગેરે બનાવીને વેંચીને તથા માલની હેરફેર કરીને જે આજીવિકા ચલાવવી તે શકટ કર્મ કહેવાય. ૯૯. પાડા, વાહન, ઊંટ, અશ્વ, બળદ, ખચ્ચર વગેરે પશુઓ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ લઈ જવો તે ભાટકક્રિયા કહેવાય. ૪00. હળ, કોદાળી, વગેરેથી પૃથ્વીને ફાડવું તથા ઘણ અને ઘણના ટાંકણાથી પથ્થરોને ફોડવા તે સ્ફોટન કર્મ કહેવાય. ૪૦૧. આકરમાં જઈને ત્રસ જીવોના દાંત, કેશ, નખ, વગેરેને તથા મોતી અક્ષ, શંખ, શક્તિ વગેરેનું ગ્રહણ કરવું તે દંતવિક્રય કહેવાય. ૪૦૨. કુસુંભ, ઘાતકી, લાખ, નીલ, મન:શીલ વગેરે અને બીજા સંસક્ત પદાર્થોનો વ્યાપાર તે લાક્ષાવાણિજ્ય કહેવાય. ૩. મધ, મધ, ચરબી, માંસ, માખણ વગેરેનો વ્યાપાર રસવાણિજ્ય કહેવાય. પણ ઘી, તેલ વગેરેનો વ્યાપાર રસવાણિજ્ય ગણાતો હોવા છતાં દોષવાળો નથી. ૪. મનુષ્ય, હાથી, બળદ, અશ્વ, ઊંટ વગેરેનો તથા પક્ષીઓનો પણ જે વ્યાપાર છે તે કેશવાણિજ્ય કહેવાય. ૫. જંગમ અને સ્થાવર વિષ તથા મન:શીલ, લોખંડ, અસ્ત્ર, હરિતાલ વગેરેનું વેચાણ કરવું તે વિષવાણિજ્ય કહેવાય. દ. જવ, શેરડી, ઘઉં, તલ વગેરેનું યંત્રોમાં પીલાણ કરી આપવું અથવા કરાવી આપવું તે યંત્રપાલન કર્મ છે. ૭. નાકનું વધવું, અંડકોષને કાપવું, તથા શોભા માટે ગલ-કંબલ અને કાનનો છેદ કરવો તે નિલંછન કર્મ કહેવાય. ૮. ધર્મના હેતુ કે વ્યવસાયથી નવા ઘાસની વૃદ્ધિ માટે ઘાસના ક્ષેત્રને સળગાવવું તે દાવાગ્નિ કહેવાય. ૯. અરઘટ્ટ વગેરે યંત્રોથી સરોવર-નદીના પાણીથી જવ અને શાલિના ખેતરોનું સિંચન કરવું તે સર:શોષ કર્માદાન કહેવાય. ૧૦. ક્રિીડા માટે કૂતરા વગેરેનું પાલન અને ધનના હેતુથી અશ્વ-ઊંટ-દાસીઓ વગેરેનું પોષણ કરવું તે અસતી પોષણ કર્મ છે. ૧૧. વિવેકહીન મનુષ્ય આવી પ્રવૃત્તિથી કર્મ બાંધે છે તેથી આવા વ્યવસાયને કર્માદાન કહેવાય છે. ૧૨. આર્તધ્યાન, કૃપાણ (તલવાર) આદિનું દાન, પાપનો ઉપદેશ, પ્રમાદનું આચરણ એમ અનર્થદંડ ચાર પ્રકારે છે. ૧૩. કંદર્પ, સંયુક્ત અધિકરણતા, મૌખર્ય, કૌત્કચ્ય તથા ભોગની આસક્તિ એમ અનર્થદંડ વ્રતના પાંચ અતિચાર છે. ૧૪. સર્વસાવધયોગ અને આર્ત તથા રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરીને અંતઃમુહૂર્તકાળ સુધી સમભાવમાં રહેવું તેને સામયિક વ્રત કહે છે. ૧૫. મનની દુપ્રણિધાનતા, વચનની દુપ્રણિધાનતા, ૧. આકરઃ જે વસ્તુની જ્યાં પ્રચુરપણે ઉપલબ્ધિ થતી હોય તે તે વસ્તુની આકર ગણાય. ૨. સંસક્તઃ ચોંટાળવામાં કામ આવે તેવા પદાર્થો.
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy