SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૮ ૧૯૫ ન સાથે ગાય ચાલી જાય છે. ૨૮. હું હમણાં તેને બાંધીને જલદી લઈ આવીશ. તે છળી મારાથી ભાગીને કયાં જશે ? બાજપક્ષીની આગળથી છટકી ગયેલી ચકલીની આકાશમાં ઊડી જવાની શક્તિ કેટલી હોય ? ૨૯. પ્રદ્યોત રાજાના આદેશથી આંખના પલકારામાં ઘણાં પરાક્રમી શસ્ત્રધારી સુયોધા સૈનિકો નલિંગિર હાથી ઉપર આરૂઢ થયા. પર્વત ઉપર રહેલા જાણે સિંહ ન હોય તેમ શોભ્યા. ૩૦. પવન અને મનના વેગથી વધારે વેગથી જતો અનલગિરિ હાથી માર્ગમાં શોભ્યો. ફરી પણ સમુદ્રમંથન કરવાના હેતુથી જાણે સ્વયં આ પર્વત ન ચાલ્યો હોય તેવો લાગ્યો. ૩૧. જેમ યૌવન ભરને પામેલો કુમાર પચીશ વરસનો થાય તેમ જલદીથી વેગથી જતા વત્સરાજ પચીશ યોજન દૂર ગયા ત્યારે અનલિગિર હાથી રાજાની નજીક પહોંચી ગયો. ૩૨. દક્ષ બુદ્ધિમાન ઉદયન રાજાએ વેગથી ધસી આવતા અનલગિરિને રોકવા માટે હાથિણી ઉપરથી મૂત્રઘટિકાને ઉતારીને સાક્ષાત્ જાણે પોતાની આપત્તિને ચૂરતો ન હોય તેમ ફોડી. ૩૩. મહાવતો અંકુશ મારીને અનલિગિર હાથીને ચલાવવા ઘણી મહેનત કરે છે તો પણ તેના મૂત્રને સૂંઘવા ક્ષણથી ઊભો થઈ ગયો. શું આ પશુઓ કયાંય કયારેય પોતાના સ્વામીના કાર્યને સીદાતું જાણે છે ? ૩૪. મહાવતોએ તેને ઘણા કષ્ટથી ચલાવ્યો. આરો અને અંકુશના મારથી પીડાતો અનલિઝિર ફરી વેગથી ચાલવા માંડયો. અથવા મોટું પણ વહાણ મનુષ્યો વડે ચલાવાય છે. ૩૫. ફરી ઝડપથી જતો હાથી સો ગાઉ ગયા પછી વેગવતી હાથિણીની નજીક પહોંચી ગયો.. જે શરૂઆતમાં એક પગલું આગળ હોય તે સેંકડો પગલા આગળ રહે છે તે સુનિશ્ચિત છે. ૩૬. શત્રુ રાજાના સૈનિકની આશાની સાથે બીજી મૂત્રઘટિકા ફોડીને નીચે ફેંકી. હાથી પણ જાણે મારી જેમ આ લોક અશુચિમાં ન ડૂબેલો હોય એવું સૂચવવા પૂર્વની જેમ સૂંઘવામાં રોકાયો.૩૭. નગિરિ મૂત્ર સુંઘવા થોડીવાર ઊભો રહ્યો તેટલામાં હાથિણી હરિણીની જેમ દૂર ચાલી ગઈ. ખાડા વગેરે સ્થળનું ઉલ્લંઘન કરતી કુશળતાથી ફરી ત્રીજા સો ગાઉ ચાલી ગઈ. ૩૮. ત્રીજીવાર પણ અનલગિરિ હાથિણીની નજીક પહોંચી ગયો. શિખર ઉપરથી પડતી પાણીની ધારાને કેટલી વાર લાગે ? ૩૯. રાજાએ ત્રીજીવાર મૂત્રની ઘટિકાને ફોડીને તેજ રીતે પૃથ્વી ઉપર નાખી. જેણે સાક્ષાત્ પુરુષાર્થનું ફળ મેળવ્યું છે તે સુચતુર પુરુષાર્થમાં આદરવાળા કેમ ન થાય ? ૪૦. વૈશેષિકોએ પોતાના પ્રમાણ ગ્રંથમાં ગંધને પૃથ્વીનો ગુણ કહ્યો છે. આ વાત સાચી હોય કે ખોટી પણ હાથી પૃથ્વીને સૂંઘવામાં આસક્ત થયો. ૪૧. ફરી તેટલા અંતરે જઈને હાથિણીની પાસે પહોંચ્યો. ઘટિકાને ફોડીને ઉદયન આગળ ચાલ્યો. આગમોમાં પિંડ–ચર્ચા કરતી વખતે જે લુબ્ધકનું દૃષ્ટાંત અપાયું છે તેની સમાન આ થયું. ૪૨. હર્ષથી પૂરાયેલો ઉદયન પોતાની નગરીમાં પહોંચી ગયો. મહામાર્ગમાં ચાલવાથી થાકેલી વેગવતી હાથિણી મરણને શરણ થઈ. કારણ કે અતિશય ખેંચવાથી વસ્તુ તૂટી જાય છે. ૪૩. જેટલામાં અનલગિરિ હાથી ભૂમિને સૂંઘતો ઘણીવાર રહે છે તેટલામાં યુદ્ધ કરવા સૈનિકો નગરમાંથી બહાર નીકળ્યા. અને ચંડપ્રદ્યોતના સર્વ સૈનિકો અનગિરિ હાથી લઈને પલાયન થયા. કારણ કે સર્વલોક પોતાના લાભમાં પ્રવૃત્ત થાય છે. ૪૪. તેઓએ આવીને ચંડપ્રદ્યોત રાજાને ઉદયનની હકીકત જણાવી. અહો ! અમે માનીએ છીએ કે અગ્નિની શિખામાં તૈલનો પૂર નંખાયો. અર્થાત્ તેઓએ આવીને ચંડપ્રદ્યોતના ક્રોધમાં વધારો કર્યો. ૪૫. તેને સાંભળીને રાજા ઘણો ક્રોધે ભરાયો. અનેક યુદ્ધ કરવામાં નિપુણ યોદ્ધાઓને યુદ્ધનો આદેશ આપ્યો. આજે પ્રયાણ કરવા માટે કાયર લોકને ભય ઉત્પન્ન કરે એવી ભેરી જોરથી જલદીથી વગડાવી. ૪૬. મંત્રીઓએ જેનું પરિણામ સારું આવે એવા સુંદર વચનોથી ગુસ્સા થવાના સ્વભાવવાળા પોતાના સ્વામીને યુક્તિપૂર્વક વાર્યો. જો તેમ ન કરે તો પ્રધાનોની સચિવતા કયાંથી રહે ? ૪૭. હે ન્યાયનિષ્ઠ રાજન ! ઘણી
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy