SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૧૯૪ ચાલતો હોય તેમ સામંત મંત્રી, બલનાયકથી યુક્ત, અંતઃપુરથી સહિત, પુરજનોથી અનુસરતો ચંડપ્રદ્યોત રાજા ઉદ્યાન તરફ ચાલ્યો. ૯. અને આ બાજુ ઉદયન રાજાનો મંત્રી યોગંધરાયણ માર્ગમાં ભમતો ભમતો ત્યાં આવ્યો. અને તપેલી ભૂમિ જેવા તેણે બુદ્ધિપૂર્વક મોટેથી બોલ્યું કે, તે ચંડપ્રદ્યોત તપેલા અંતર અગ્નિને ધારણ કરશે. ૧૦. કમલપત્ર જેવી વિશાલ નેત્રવાળી તે જ ચંદ્રાનનાને, તે જ ચંદ્રનનાને ફરીથી તે ચંદ્રાનના રાજા માટે ન હરી જાઉ તો મારું નામ યૌગંધરાયણ નહીં. ૧૧. યૌગંધરાયણના વચનના શ્રવણરૂપી પવનના સંપર્કથી પ્રદીપ્ત થયો છે કોપાગ્નિ જેનો એવા પ્રદ્યોત રાજાની દુકટાક્ષથી ગહન દષ્ટિ શનિગ્રહની દષ્ટિની જેમ તેના ઉપર પડી. ૧૨. ત્યારે યૌગંધરાયણને તત્કાલ બુદ્ધિ સૂઝી ગઈ. જાણે હૈયામાં ઉદયનનું બંધન દૂર કરતો હોય તેમ સુદક્ષ બાળકની જેમ જલદીથી કેડ ઉપરથી વસ્ત્ર ઉતારીને ભંડ (વિદૂષક)ની જેમ મસ્તક ઉપર બાંધ્યું. ૧૩. દિગંબરરૂપને ધારણ કરનાર તેણે રાજાની કોપાગ્નિને શાંત પાડવા ઊભા ઊભા જ મૂત્ર કર્યું. જીવોના શરીરમાં જેટલા રોગો છે તેટલા તેના ઔષધો પણ અવશ્ય છે. ૧૪. નક્કીથી આ કોઈક વાકડો ગાંડો છે જે લોકોની સમક્ષ આવા પ્રકારનું જુગુપ્સનીય આચરણ કરે છે. એમ વિચારીને કોપને શાંત પાડીને રાજા આગળ ચાલ્યો. ૧૫. ઉધાનમાં પહોંચીને રાજાએ જલદીથી ઉત્તમ સંગીત ગોષ્ઠિને કરાવી. જેમ દેવલોકમાં દેવોના અધિપતિ મહેન્દ્રો કહેવાય છે તેમ પૃથ્વીના અધિપતિઓ પૃથ્વી ઉપર મહેન્દ્રો ગણાય છે. ૧૬. નવીન શ્રેષ્ઠ ગીતકળાને જોવા માટે પોતાની પુત્રી અને ઉદયન ઉપર હર્ષને ધારણ કરતા પ્રદ્યોત રાજાએ જલદીથી બોલાવ્યા. અથવા કોણ એવો છે જે ચંદ્રની નવી કલાને જોવા ન ઈચ્છે? ૧૭. ત્યાર પછી ઉદયને માલવરાજની પુત્રીને કહ્યું પોતાના ઘરે જવા માટે જેમ માનસ સરોવરમાં વર્ષાઋતુમાં ક્રીડા કરતા રાજહંસને સુવર્ણ કમળના વર્ણ જેવો સુંદર અવસર પ્રાપ્ત થાય તેવો આપણને પ્રાપ્ત થયો છે. ૧૮. આની આજ્ઞાથી વાસવદત્તાએ પણ પ્રીતિથી ઘણા ગુણવાળી સત્યા નામની વેગવતી હાથિણીને જેમ નાવિક વડે સમુદ્ર તરી જવા નાવડી તૈયાર કરાય તેમ તૈયાર કરાવી. ૧૯. પ્રાણાંતને કરનારું સંકટ આવશે એમ જોઈને પેટના અવબંધ સમયે હાથિણી રડી. તેના અવાજને સાંભળીને બીજાના ગર્વને હણનાર અંધ નૈમિત્તિકે કહ્યું : ૨૦. હમણાં આ હાથિણી જે રીતે રડે છે તેનાથી એ જણાય છે કે સો યોજન જઈને જંગલના પર્વતના શિખર ઉપર મુકાયેલી માછલીની જેમ આ પોતાના પ્રાણો છોડશે. ૨૧. ઉદયન રાજાના કહેવાથી વસંત મહાવત હાથિણીની બંને બાજુએ જાણે વિદનના ભૂત સમૂહના નાશ માટે ન હોય તેવા બે બે મૂત્રના ઘડા બાંધ્યા. રર. ઉદયન રાજા, હાથમાં વાંસળીને ધારણ કરતી રાજપુત્રી, વસંત મહાવત આ ત્રણ કાંચનમાલાની સાથે હાથિણી ઉપર આરૂઢ થયા. મને લાગે છે કે અવંતિ રાજાની મૂળકીર્તિ ન હોય! ૨૩. હે રાજ! તું જા તું જા એમ પ્રયાણ કરવા તૈયાર થયેલા રાજાને હાથથી ઘણી સંજ્ઞાને કરતા ઘણા હર્ષવાળા યૌગંધનારાયણે જેમ ઉત્તમ તાર્કિક ન્યાયથી પ્રમેયને સિદ્ધ કરે તેમ લીલી ઝંડી આપી. ૨૪. રે રે ભટો ! સાંભળો. પછી એમ નહીં બોલશો કે કહ્યું નહીં. જે આ ઉદયન રાજા લોકોની દેખતા રાજપુત્રી–મહાવત–વેણુ-ધાત્રી અને હાથિણીને ધોળે દિવસે લઈ જાય છે. ૨૫. એમ મોટેથી બોલીને ઊંચા હાથ કરીને ઉદયને વાયુવેગને જીતનારી હાથિણીને ભગાડી. સત્તેજસ્વીની ચોરી પણ આવા પ્રકારની હોય છે. ૨. આ સાંભળીને બે હાથને ઘસતો રાજા ક્રોધથી વડવાનલથી ભરેલા વિષાદ સમુદ્રમાં ડુબયો. પ્રદ્યોત રાજાએ વિચાર્યું પુત્રીને ભણાવવા માટે વત્સરાજને પકડીને લાવ્યો હતો. ૨૭. પણ અત્યારે હાથિણી વગેરેથી સહિત પુત્રીને ઉપાડીને દિવસે પણ કેમ ભાગી જાય છે? પોતાની ઘંટા બીજાના ગાયની ગળે બાંધી હોય તો ઘંટાની
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy