SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૮ ૧૯૩ ઘણું કરીને યુવાન વયમાં વિવેક રહેતો નથી. ૯૦. કાંચનમાલા દાસી ધાત્રીએ તે બેના સમસ્ત પણ સ્વરૂપને પ્રદ્યોતરાજાની પુત્રી પાસેથી જાણી લીધો. કારણ કે જ્યાં હૃદયની એકતા હોય ત્યાં છુપાવવા જેવું શું છે? ૯૧. જેમ પ્રધાન ઉધાનમાં માળી વડે વિધિપૂર્વક સંભાળ કરાતા કેળ અને કેરીના વૃક્ષો સુખથી કાળ પસાર કરે તેમ તે કાંચન માલા વડે સેવા કરતા તે બેએ હર્ષથી એકાંતમાં સુખપૂર્વકકાળ પસાર કર્યો. ૯૨. અને આ બાજુ એરંડાના દંડની જેમ આલન સ્તંભને બળથી ભાંગીને, ગૃહોને ભાંગતો, મહાવતને દાદ નહીં આપતો નગરજનોને ઘણો ક્ષોભ પમાડતો અનલગિરિ હાથી નગરમાં ભમવા લાગ્યો. ૯૩. કેટલાક લોકો માળ ઉપર ચડી ગયા. કેટલાક યુવાનો દેવમંદિરમાં ચઢી ગયા. કેટલાક ચારે બાજુથી વિકટ અટવીમાં ચાલ્યા ગયા. કેટલાક પાંદડાથી ઘટ વૃક્ષોની ડાળીઓમાં ભરાઈ ગયા. ૯૪. જે વૃદ્ધો ભાગવા શક્તિમાન ન હતા તે ભયથી દુકાન-મઠ-ઘર-સભા- પરબોના ખૂણામાં ભરાઈને રહ્યા. અથવા તાપથી ઘણાં સંતાપ પામનારા વનસ્પતિ વગેરેના જીવો શું સ્થાનાંતર કરી શકે? ૯૫. અને બાળકો મનમાં ઉત્પન્ન થયેલ ભયના ભરથી ભાગીને છલાંગ મારતા ઊભા થયા અને ચારે બાજુ ભાગ્યા અથવા દડા રમવાની ક્રિીડામાં સામેથી પડે તેમ વેગથી ભૂમિ ઉપર ચારે બાજુ પડ્યા. ૯૬. ભેગી થઈને સ્ત્રીઓ પરસ્પર આ પ્રમાણે કહેવા લાગી. હે માતાઓ ! મેરુપર્વત જેવો અનલગિરિ હાથી આજે લુચ્ચાની જેમ તોફાને ચડ્યો છે તેથી શું થશે? અથવા પર્વત પરથી વહેતા નદીના પ્રવાહનો સામનો કરવો શક્ય નથી. ૯૭. હે સખીઓ! આમ કેમ હાથીથી અધિક ભય પામો છો? હમણાં ભયને છોડીને ધીર થાઓ. કારણ કે અત્યંત ભયના વશથી નિર્બળના પ્રતિનિધિઓને પલાયન થઈ જવું અહીં શક્ય નથી. ૯૮. જન સમાજને ક્ષોભ પમાડતો ઉચ્છંખલ પણ હાથી આ નગરમાં કેટલું નુકસાન કરશે? શું સાંભળવામાં નથી આવ્યું કે ધનિકનું જેટલું પુણ્ય હોય તેટલું વંચક તસ્કરોનું હોતું નથી. ૯૯. રાત્રે આગ લાગે અને જે સંક્ષોભ ઉત્પન્ન થાય તેવો નગરમાં ચારેબાજુ સંક્ષોભ ઉત્પન્ન થયેલો જોઈને, જલદીથી અભયને બોલાવીને પ્રદ્યોત રાજાએ પુછયું: ૩00 હે તત્કાલ બુદ્ધિના ભંડાર અભય ! વિવશ (ઉન્મત્ત) અનલગિરિ હાથી સ્વવશ ક્યારે થશે? તે તું કહે. વાળમાં ગૂંચ કાઢવાના પ્રસંગે કાંસકો જ યાદ કરાય છે. ૩૦૧. ઔત્પાતિક બુદ્ધિના સ્વામી અભયે કહ્યું : હે રાજનું! જેમ સ્ત્રીઓ ઉત્તમ કાર્મણથી પતિને વશ કરે તેમ જો વત્સરાજ આ હાથી આગળ સંગીત કરશે તો વશ થશે. ૨. પછી પ્રદ્યોત રાજાએ વત્સરાજને આદેશ કર્યો કે તું ગીત ગા. વાસવદત્તાની સાથે વત્સરાજ પણ હાથીની આગળ સુંદર ગીત ગાવા લાગ્યો. અથવા તો પરાધીન માણસ કયું કાર્ય નથી કરતો? ૩. રાજપુત્રીના તાલની સાથે આનું ગીત વિશેષ મધુરતાને પામ્યું. એકલું પણ કમળના સરોવરનું પાણી મીઠું હોય તો પરમ સાકરથી મિશ્રિતની શું વાત કરવી? ૪. વત્સરાજે ગીત ગાયું ત્યારે પર્વત જેવો હાથી પણ નલની જેમ નષ્ટસંજ્ઞી (ભાન ભૂલો) થયો. હું માનું છું ત્યારથી લોકોએ એનું નામ નલગિરિ પાડ્યું. ૫. વત્સરાજે નલગિરિ હાથી ઉપર આરૂઢ થયો અને તેની શરદઋતુના ચંદ્ર જેવી શુભકીર્તિ ગગનમાં વ્યાપી ગઈ. જેમ શૂરવીર શત્રુરાજાને પોતાના રાજાને સોપે તેમ વશ થયેલ હાથીને મહાવતોને સુપ્રત કર્યો. ૬. ચંદ્ર સૂર્ય લવણ સમુદ્ર–મેરુપર્વત રહે ત્યાં સુધી અભયવિજય પામો. જેની દુર્ભેદને ભેદ કરે તેવી (અર્થાત્ સમસ્યાનો ઉકેલ લાવી આપે તેવી) મતિ-વાણી અને પ્રજ્ઞા કામદેવના પાંચબાણની જેમ સમાન છે. ૭. અભયના કાર્યથી ખુશ થઈને રાજાએ બીજું વરદાન આપ્યું. અભયે પણ પૂર્વની જેમ થાપણમાં રાખ્યું. અથવા તો મોક્ષ (છુટકારા) સિવાય બીજા ફળોનું શું કામ છે? ૮. શું જાણે તારા-ગ્રહ-નક્ષત્રોથી સહિત ચંદ્ર ન
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy