SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૯ ૨૦૫ તેણે કપૂરથી માંડીને મીઠા સુધીની સર્વ સામગ્રી વેશ્યાને પૂરી પાડી. ૧૭. વેશ્યા, શિલ્પ, રાજ્યના હોદા, વ્યાપાર અને યુદ્ધ સુધીની સર્વ પ્રવૃત્તિઓમાંથી જે કાંઈ ધન ઉપાર્જન કરાયું છે તે સર્વ સ્ત્રીમાં સમાઈ જાય છે અર્થાત્ સ્ત્રીઓ પાછળ ફના થઈ જાય છે. ૧૮. હું માનું છું કે તેવા પ્રકારના પુત્રના અન્યાયને જોવા અસમર્થ માતાપિતા એકવાર મરણને શરણ થયા. ૧૯. ત્યારપછી જગતલોકમાં વિખ્યાત, કલીનમાં શિરોમણિ, પતિભક્તા પત્નીએ ધન મોકલવાનું ચાલુ રાખ્યું. ૨૦. જે જેના હક્કનું હતું તે તેની પાસે જઈને રહ્યું. જ્યાં પુરુષ વિચાર ન કરે ત્યાં આવી દશા થાય. ૨૧. નવી કમાણીના અભાવથી તથા પૂર્વ પૂંજીનો વ્યય થવાથી દીવાના તેલની જેમ કૃતપુણ્યનો વિભવ ક્ષીણ થયો. ર૨. ટીપા ટીપાથી સતત ક્ષય પામતો, નવી આવકના અભાવે ખરેખર સાગર પણ ખાલી થઈ જાય છે. ૨૩. તો પણ આ વેશ્યા કૃતપુણ્ય પાસે ધનની માગણી કરે છે. કારણ કે માગવામાં વેશ્યાઓની જીભ રૂ કરતા પણ હલકી હોય છે. ૨૪. જેમ સર્વસ્વ આપી દીધું છે એવો ક્ષીણ પણ વૈભવી યાચકો વડે કદર્થના કરાય છે, જેમ બ્રાહ્મણો વડે યજમાન કદર્થના કરાય છે તેમ વેશ્યા વડે આ કૃતપુણ્ય કદર્થના કરાય છે. ૨૫. જયશ્રીએ પૂણી કાંતવાના ફાળકાની સાથે આભરણો મોકલ્યા. સ્ત્રીઓમાં કંઈક સત્ત્વ હોય છે. ૨૬. કુટ્ટિનીએ વિચાર્યું અમાસના ચંદ્રની જેમ આનું અમારે શું કામ છે? કારણ કે અમારા કુળમાં વૈભવ પૂજ્ય છે. ૨૮. જેમ કે કાર અનુબંધવાળો (કિત)પ્રત્યય લાગ્યો હોય તો ધાતુની ગુણવૃદ્ધિ થતી નથી તેમ જો આ અહીં રહેશે તો બીજા તરફથી જે મળશે તે નહીં મળે. ર૯. તેથી સાપની જેમ આ જારને બહાર કાઢીને ઐશ્વર્યથી કુબેર સમાન બીજાને અહીં પ્રવેશ કરાવું. ૩૦. આની વરાકડી સ્ત્રી જીવતી રહે એ હેતુથી પોતાના હજાર સુવર્ણ અને પછી તેના આભરણોને પાછા મોકલ્યા. તેથી હું માનું છું કે કડવી તુંબડીમાં પણ મધુર ફળ થયું. ૩૨. એકવાર રાત્રિમાં ઉપાડીને તેને ઘરની બહાર સુવાક્યો, અથવા ઊંઘણશીઓને ભેંસપણું જ થાય છે. ૩૩. જેટલામાં આણે જાગીને જોયું તો પ્રાણપ્રિયા વેશ્યાને ન જોઈ. તેમજ તેના પરિવારને પણ ન જોયો. ૩૪. ગાઢ વિષાદ સાગરમાં ડૂબેલા આણે વિચાર્યું ઃ અહો ! અહો ! વેશ્યાઓ મને થુંકની જેમ ઘૂંકી નાખ્યો. ૩૫. જ્યાં સુધી મારી પાસે ધન હતું ત્યાં સુધી જ આ વેશ્યા સેવકની જેમ મારી થઈ અને ધનના ક્ષયમાં આ પાપી વેશ્યાઓ સદા શત્રુ જેવી લાગે છે. ૩૬. અર્થનો ક્ષય ન થાય ત્યાં સુધી આ વેશ્યાઓ કામુકને ગળામાં પકડતી નથી. મારા પિતા જીવતા હતા ત્યાં સુધી ધનનો ક્ષય ન થયો હતો. નક્કીથી મારા માતાપિતા મરણ પામ્યા છે. અહો ! કુળના ક્ષયમાં હું નક્કીથી પાંગળો થયો છું. ૩૮. ધન આપનાર ઉપર વેશ્યાનું ચિત્ત છે. તેનું વચન રાગ વગરનું મધુર છે, અને શરીરનું દાન છે. તેથી મન-વચન અને કાયાથી વેશ્યા દુઃકર કરનારી છે. ૩૯. હળદરના રાગની સમાન, જીભ ઉપર વસનાર, દારિદ્રયનું દાન આપવામાં દક્ષ હે વેશ્યારાગ! તને નમસ્કાર થાઓ. ૪૦. જો કાજલમાં સફેદાઈ હોય, જો લીંબડામાં મધુરતા હોય, જો લસણમાં સુગંધ હોય જો ઝેરમાં આયુષ્ય હોય, જો યમરાજમાં કરુણા હોય, અગ્નિમાં શીતત્વ હોય, લુચ્ચામાં ઉપકારીપણું હોય ત્યારે વેશ્યામાં પ્રેમ હોય. ૪૨. વેશ્યાઓનો પ્રેમ પણ સસલાના શીંગડા સમાન છે આ જે મારા જેવા મૂર્ખ છે તે વેશ્યાની પાછળ ધનરાશિનો ખુવાર કરે છે. સ્વપ્નમાં ઉપાર્જન કરાયેલ ધનનો ભોગવટો કરતા તેઓ ગાંધર્વપુરમાં ઘરો બનાવીને વસે છે. ૪૪. વેશ્યાજાતિ વિજળી, પાણીનો પરપોટો, સમુદ્રના મોજાં, પવન અને ચિત્ત કરતા પણ હંમેશા ઘણી ચંચળ હોય છે. ૪૫. જુગારે ૧.કિંતુ પ્રત્યયઃ જેમકે ની ધાતુને કર્મણિનો ક્ત પ્રત્યય લાગે ત્યારે ની ધાતુનો ગુણ ને થતો નથી તેમ ની + ત = નીતઃ લઈ જવાયો. અહીં નેત: ન થાય.
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy