SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૨૦૬ નળની જે અવસ્થા કરી, દારૂએ કૃષ્ણની જે અવસ્થા કરી તેવી અવસ્થા કામુકના ઘરે વેશ્યા ક્ષણથી જ કરે છે. ૪૬. જેમ ધર્મજ્ઞ સંસારને તૃણ સમાન ગણે છે, જેમ વૈરાગી કામિનીને તૃણ સમાન ગણે છે તેમ વેશ્યા નિર્ધનને તૃણ સમાન ગણે છે. ૪૭. જેમ કુસ્વામીની સેવાથી સેવક, કુનયોથી રાજા, વિષયોની લોલતાથી મુનિ, ક્રોધાગ્નિથી તપસ્વી, કુતર્કોથી વિચક્ષણ, મદથી કુલવાન નીચે પડાય છે તેમ વેશ્યાથી કામી નીચે નીચે પડાય છે. ૪૯. તીડ જેમ ચોખાના ખેતરનો ઘુણા જેમ લાકડાની શ્રેણીનો નાશ કરે છે તેમ ગણિકા સર્વ ઈચ્છિત ધનવાનોનો નાશ કરે છે. ૫૦. શું કાગડો પક્ષી (ગરુડ) થાય? શું કાચ પણ મણિ થાય? શું ગધાગાડી ઘોડાગાડી થાય? શું એરંડો વૃક્ષ કહેવાય? શું દાસપણ માનવ કહેવાય? શું હરણ હાથી કહેવાય? શું વેશ્યા પણ અંગના (ઉત્તમસ્ત્રી) થાય? વેશ્યાનો આસક્ત પણ શું પ્રેમી થાય? પર. જેનો પિતા દ્રોહ છે, જેની માતા ચોસઠકલા (ચતુરાઈ) છે, જેનો પ્રાણ જુઠાણું છે, જેનું વ્રત પરધન હરણ છે, જેનું સ્વશરીર કરિયાણું છે. જેનો ભાઈ દંભ છે. જેને વેશ્યા નામનો દુષ્ટ સોદાગર છે. તેનાથી મનુષ્યોને દૂર રહેવું કલ્યાણકારી છે. ૫૪. હે ઉદાર! હે સુભગ ! હે સ્વામિન્! તારા વિરહમાં ક્ષણથી મારું જીવિત ચાલ્યુ જશે એમ પૂર્વે બોલનારી વેશ્યા હવે રે રે નિરાશ! હે નિલજ્જ ! હે નિર્ધન ! મારા ઘરમાંથી ચાલ્યો જા એમ બોલતા લજ્જા પામતી નથી. ૫૬. આવી વેશ્યાને કારણે મેં માબાપને સ્નેહાળ પત્નીને અને ભાઈને પણ છોડ્યા. ૫૭. માતાપિતાએ મારું નામ કૃતપુણ્ય શા માટે પાડ્યું? પાપ કરનાર મારું નામ કૃતપાપ જ રાખવું યોગ્ય હતું. ૫૮. વેશ્યામાં આસક્ત થયેલ મેં પાપીએ પૂર્વે ઉપાર્જિત કરાયેલ ઘણા પણ ધનને લીલાથી ગુમાવ્યું. ૫૯. કેટલાક મહાત્માઓ સ્વભુજાથી ઉપાર્જન કરેલ સંપત્તિનો ધર્મસ્થાનમાં વ્યય કરે છે. ૬૦. ઘણો પણ વિષાદ કરવાથી મારું કંઈ વળવાનું નથી તેથી ઘરે જઈને જોઉ કે મારી પ્રિયા શું કરે છે. ૬૧. એમ વિચાર્યા પછી કૃપુષ્ય પોતાના ઘરે ગયો. એકમાત્ર પત્નીથી સહિત અને અત્યંત લક્ષ્મીથી રહિત પોતાના ઘરને જોયું. ૨. કૃતપુણ્યને જોવા માત્રથી પ્રિયાએ અભ્યત્થાન કર્યું. હું માનું છું કે તેના પુણ્યની વેલડી સ્વયં સરસ થઈ. ૬૩. ક્ષણથી પાણીના છાંટણા કરીને ચાર પ્રકારની વિધિથી પીઠ ઉપર બેસાડીને તેના બે ચરણનું પ્રક્ષાલન કર્યું. ૬૪. સ્નાન કરાવવાની ઈચ્છાવાળી જયશ્રીએ આને સ્નાન કરવાનું જુનું વસ્ત્ર આપ્યું. કેમ કે સ્નાન કરવામાં આવું વસ્ત્ર ઉચિત છે. ૫. હું માનું છું કે રોમછિદ્રોમાં પોતાના પ્રેમને ઉતારવા તેણીએ આદરથી પતિને તેલથી અત્યંગન કરવાનું શરૂ કર્યું. દ૬. જયશ્રીના ગુણોથી હરાયુ છે ચિત્ત જેનું એવા કૃતપુયે સારી રીતે વિચાર્યુંઃ ગુણોથી પથ્થર પણ પીગળાવાય છે તો ચેતનની શું વાત કરવી? ૬૭. અહો ! આનું કુલીનત્વ કેવું છે ! અહો ! આની વિનીતતા કેવી છે ! અહો ! આની લોકોત્તર ભક્તિ કેવી છે! અહો ! આનો નિઃસીમ પ્રેમ કેવો છે! અહો! આની લજ્જા કેવી છે! અહો આનું શીલ કેવું અનુત્તર છે ! અહો આનું ચાતુર્ય કેવું અવર્ણનીય છે ! અહો આનું સર્વ પણ અનુપમ છે ! ૯. ઘણાં વરસો સુધી આને છોડી દીધી હોવા છતાં મારા ઉપર કેવી ભક્તિ રાખે છે? શું સોનાની સળીને કયારેય કાટ લાગે? ૭૦. પતિ પરદેશ ગયો હોય ત્યારે પત્ની નક્કીથી શીલભ્રષ્ટ થાય છે એમ જે કહેવાય છે તેને આણે ખોટું પાડ્યું. ૭૧. ચારિત્રરૂપી નાવડીથી આણે ગૌરવ વધાર્યું. જે આની જગ્યાએ બીજી કોઈ ત્યજાઈ હોત તો દૌર્ભાગ્યના ધામ પતિને અનુકૂળ ન વર્તત. ૭ર. જેમ કૃમિ અશુચિમાં રાગી થાય તેમ આ અમૃતમય પત્નીને છોડીને વિષમયી વેશ્યામાં કેમ આસક્ત થયો? ૭૩. અથવા આંબાના પાંદડાને છોડીને ઊંટ લીંબડા–બાવળ–શમીના પાંદડામાં રાગી થાય છે. ૭૪. આ સ્ત્રી હોવા છતાં ઉત્તમ છે, હું પુરુષ હોવા
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy