SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૧૨ ૨૯૯ જોઈને આ આનંદ પામે છે. ૬૮. અંધ, પંગુ, અપંગ પ્રાણીઓના રૂપને જોઈને સંક્રાન્તિના ભયથી જલદીથી આ આંખો બંધ કરી દે છે. દ૯. દષ્ટિવિષ સર્પની જેમ ક્રોધી, મહાપરાક્રમી, રૂપના દર્શન માત્રથી શત્રુઓને ભસ્મીભૂત કરે છે. ૭૦. શ્રોત નામનો ચોથો ભટ્ટ સર્વકાર્યમાં હંમેશા અગ્રેસર બે કાનની ગુફામાં ચરની જેમ ગુપ્તપણે રહે છે. ૭૧. ત્યાં નિરંતર પિશાચની જેમ અદશ્યપણે રહેતો સમસ્તજને બોલેલા સર્વ વચનો સાંભળે છે. ૭ર. અનુકૂળ સ્વરોમાં હલિ (વાસુદેવ)ની જેમ આસક્ત થાય છે તેમ પ્રતિકૂલમાં દ્વેષી થાય છે. પિત્તાતંની જેમ મધુર રસમાં આસક્ત અને તિક્ત રસમાં કેવી થાય છે તેમ ૭૩. જેમ જમદાગ્નિના પુત્રે પશુ વિદ્યાથી જગતને વશ કર્યું તેમ સ્વર-પ્રાણથી લીલાપૂર્વક વિશ્વને વશ કરે છે. મધ-તિક્ત વગેરે રસોને જાણનારી, પરસૈન્યોને ભેદનારી, રસના બંધુજનને માન્ય છે. ૭૫. આ જિદ્દા મુખરૂપી મહેલમાં આવેલ દંતપંક્તિરૂપી કપાટમાં જે સ્થિર જડબાનો અને ઉપર ઘટિકા અવચૂલાનો (લાળનો ઘડો) આશ્રય કરીને રહે છે. ૭૬. તે સ્વાદિષ્ટ રસમાં રાગી થાય છે. વિરસ સ્વાદમાં વિરાગી થાય છે. આ સ્વચ્છંદચારિણીની ચેષ્ટા યથારુચિ છે. ૭૭. જેમ વૃક્ષના મૂળમાં પાણી સિંચાયે છતે પત્ર પલ્લવ, ફૂલ, ફળ, હૃષ્ટપુષ્ટ બને તેમ આ ભોજન ગ્રહણ કરીને આંખ વગેરે ઈન્દ્રિયોને હૃષ્ટપુષ્ટ કરે છે. ૭૮. આ ભોજન ન લે તો બીજી ઈન્દ્રિયો પણ મંદ પડે છે. અહો! તેઓનો કોઈક લોકોત્તર મેળાપ છે. ૭૯. વધારે શું કહેવું? આ જીવે છતે સ્પર્શન વગેરે સર્વોપણ ભટો જાણે એક આયુષ્યને ભજનારા ન હોય તેમ જીવે છે. ૮૦. છલ-દ્રોહ-પ્રમાદ વગેરેની સાથે આ પાંચ ભટોને મકરધ્વજ રાજાએ સંપૂર્ણ ત્રણ જગતને જીતવા મોકલ્યા. ૮૧. તિર્યંચ, નારક અને દેવોના જીવોમાં કામરાજનું શાસન પ્રવર્તાવીને મહાભયદાયક તે મનુષ્ય લોકમાં અવતર્યા. ૮૨. કટિલ આશયી તેઓએ અકર્મભૂમિના 28જુ મનુષ્યોમાં પોતાની આજ્ઞા પ્રવર્તાવી. મુગ્ધ જીવોને ઠગવું ઘણું સરળ છે. ૮૩. આ ભટોએ ધર્મ-અધર્મના વિભાગને નહીં જાણનારા કર્મભૂમિના મનુષ્યોને જલદીથી વશ કર્યા. મૂર્ખને જીતવામાં કેટલી વાર લાગે? ૮૪. પોતાના ઉત્તમ વિષયો બતાવીને ધર્મના જાણકારોને ઠગ્યા. કેટલાક જાણતા હોવા છતાં લોભાય છે. ૮૫. આ પ્રમાણે દરેક ગામ અને નગરને ઠગતા સર્વ જગતને તૃણ સમાન માનનારા થયા તેટલામાં ધૃતિરૂપી સફેદ શિલાથી ઢંકાયેલ જાણે અતિ વિશાળ અરિહંતોનો કીર્તિસ્તંભ ન હોય તેવા વિવેકગિરિને જોયો. ૮૭. સર્વ દુગમાં શિરોમણિ આ પર્વત ઉપર આરૂઢ થયેલા જીવોને મહામોહ પિતાથી પણ ભય હોતો નથી. ૮૮. કૈલાસ પર્વતની ઉપર જેમ અલકાપુરી છે તેમ આની ઉપર સુભિક્ષ આરોગ્ય સૌરાજ્યથી ઉત્તમ જૈનપુર નામનું નગર છે. ૮૯. આ નગર ચરણ સિત્તરી અને કરણ સિત્તરી કિલ્લાથી વીંટળાયેલ છે. આ નગરમાં ગમ (આલવા)ના સમૂહરૂપી કાંગરા છે. આ નગરમાં સિદ્ધાંતરૂપી શ્રેષ્ઠ સમુદ્ર છે. ૯૦. અહીં ઉપસર્ગ સહન નામની શિલાઓ છે. આપણી વગેરે ચારકથારૂપી શેરીઓ છે. ૯૧. તેમાં મિથ્યા સાવધ વાણીના ત્યાગરૂપ બે કપાટો છે. ધર્મ-અર્થ-કામ અને મોક્ષ નામના ચાર કુંભો છે. ૯૨. ધર્મગચ્છ નામની ઉત્તમ હાટો છે. સધર્મ ધનથી પૂરિત શ્રેષ્ઠીઓ જેવો આચાર્યો છે. ભવ્ય જંતુઓ ગ્રાહકો છે. ૯૩. સમસ્ત સ્થિતિનો પાલક ચારિત્રધર્મ રાજા છે. સાધુ વર્ગનો પાલક અને પાપીઓનો પ્રશાસક છે. ૯૪. આ રાજાને સર્વવિરતિ અને દેશવિરતિ નામની કરુણા રસથી પૂરિત મનવાળી બે રાણીઓ છે. ૯૫. તે બેને પિતા અને માતા ગુણને અનુરૂપ યતિધર્મ, અને ગૃહિધર્મ નામના બે પુત્રો છે. ૯૬. પુત્રો માતા-પિતાને અનુસરે છે. તેને મંત્રીઓમાં શિરોમણિ સર્બોધ નામનો મંત્રી છે. જેના વડે કરાયેલ મંત્ર મેરુની જેમ પ્રલયકાળમાં ચલાયમાન થતો નથી. ૯૭. તેને વીર્યવંત સમ્યગદર્શન નામનો પ્રધાન છે. જે પોતાના
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy