SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૩૦૦ :: દેશમાં રહ્યો હોય તો પણ શત્રુઓનું મન કંપે છે. ૯૮. આને સંયમ વગેરે સુસામંત અને બીજા પદાતિઓ છે. તે સર્વે સ્વામીને અનુસરનારા મહાશૂરવીર ચાકરો છે. ૯૯. જેમ વાંદરાઓ વૃક્ષ ઉપર ચડી જાય તેમ ઊંચી ડોક કરીને જોતા તે સ્પર્શન વગેરે દોડીને એક સૈન્યમાં પહોંચી ગયા, ૪૦૦. સંવરને જોઈને કંઈક ચિત્તમાં ચકિત થયેલા આઓએ તેના એક સેવકને કહ્યું કે વિદેશમાં જનારો ક્ષોભ પામે છે જ. ૪૦૧. સ્વામીના આકારને ધરનારો આ કોણ લોકમેળાની મધ્યમાં રહેલો છે ? બૃહસ્પતિની વાણીને જીતી લેનાર કોઈ બુદ્ધિમાને કહ્યું. ૨. ચારિત્ર ધર્મરાજાનો આ સંવર નામનો કોટ્ટવાલ છે જે શત્રુરૂપી દાવાનળનો રક્ષક થયો છે. ૩. ચારિત્રધર્મરાજનો સેવક આ મહાપરાક્રમી સંવરને જો તેં સાંભળ્યો નથી તો તે શું સાંભળ્યું છે ? ૪. આ સાંભળીને અત્યંત મત્સરથી ભરાયેલા તેઓએ કહ્યું : એક છત્રી મકરધ્વજ રાજાને છોડીને બીજે કયાંય પણ કોઈ સ્વામી વર્તતો નથી. એમ ધ્વનિ નામના રાજાએ કહ્યું. સૂર્યને છોડીને બીજો કોઈ કાન્તિનો સ્વામી કહેવાતો નથી. ૬. કંઈક હસીને તેણે કહ્યું ઃ મકરધ્વજ કોણ છે ? આ ચારિત્ર ધર્મનો સંબંધી કાહલા (ઢોલ) વાદક આનો (મકરધ્વજનો) નાશ કરવા સમર્થ છે તો પછી બીજા સુભટોની શું વાત કરવી ? જેઓ એકલા પણ એક હજાર શત્રુઓની સાથે યુદ્ધ કરે છે. ૮. તે ચારિત્ર ધર્મરાજની શું વાત કરવી ? જેણે યુદ્ધમાં મોહને પગથી મસળીને ચૂરેચૂરા કરી નાખ્યા. ૯. અમારા સ્વામીના બળથી આ સૈન્યને હણીને અનંતા જીવો મોક્ષને પામ્યા છે. સુસહાયથી શું ન થાય ? ૧૦. સ્પર્શન વગેરેએ ફરી કહ્યું : અરે ! તું જેની પ્રશંસા કરે છે તે ચારિત્ર રાજનું સૈન્ય કેટલું છે ? ૧૧. તેણે પણ કહ્યું ઃ તમારામાં જેની પાસે કાન હોય તે જ સાંભળે બાકી બહેરા જેવાની સાથે કેવી રીતે વાત કરાય ? ૧૨. પછી શ્રોત નામનો સુભટ સાંભળવા સાવધાન બન્યો ત્યારે ગંભીરનાદથી આણે કહ્યું કે તેનું બળ જગતમાં વિખ્યાત છે તે સાંભળો. ૧૩. આને મહાબળવાન યતિધર્મ કુમાર યુવરાજ છે. જેનો જન્મ થયો તેટલામાં તો ભયથી શત્રુનું પ્રાણપંખેરું ઊડી ગયું. ૧૪. તેને શૂરવીર ગૃહિધર્મ નાનો પુત્ર છે જેના ઉદયથી શત્રુનું સૈન્ય ક્ષણથી કૈરવવનની જેમ સંકુચિત થયું. ૧૫. આને સદ્બોધ મહામંત્રી છે જેના મંત્રથી ખીલા ઠોકાયેલા સાપની જેમ શત્રુઓ સ્થાનથી જરા પણ ચાલતા નથી જ. ૧૬. તેને રાજ્યધરા વહન કરવામાં અગ્રેસર સમ્યક્ત્વ નામનો મહત્તમ છે જેણે યુદ્ધમાં એકમાંથી અનેક થતા શત્રુઓને નિર્બીજ કર્યા. ૧૭. આને પુણ્યોદય નામનો ઉત્તમ સેનાની છે જે યુદ્ધમાં ઉપસ્થિત થાય એટલે શત્રુઓ સમુદ્રના પહેલે પાર ભાગી જાય છે. ૧૮. જેમ જગતમાં પાંચ સુવર્ણના મેરુપર્વતો અવગાઢ થયેલા છે તેમ આને પાંચ મહાવ્રત સામંત શિરોમણિ છે. ૧૯. તે મંડલાધિક રાજાને વૈમાનિક દેવલોકમાં જેમ નવા ઈન્દ્રો છે તેમ યતિધર્મકુમારના અંગને પ્રતિબદ્ધ થયેલા ક્ષમાદય છે. ૨૦. સત્તર મહાશૂરવીર સુભટેશ્વરોથી વીંટળાયેલ સંયમ નામનો સામંત હંમેશા તેની સેવા કરે છે. ૨૧. તે રાજાની સેવા કરનારા ગૃહસ્થધર્મના સૂર જેવા તેજસ્વી બાર સુભટો છે. ૨૨. અત્યંત અભેદ (સમાન) ચાર લોકપાલ સુભટોથી સહિત શુકલધ્યાન નામનો મંડલાધિપતિ તેનો સેવક છે. ૨૩. ત્રણ જગતમાં એક માત્ર વીર જો કયારેક ગુસ્સે થાય તો મોહના એક પણ માણસને છોડતો નથી. ૨૪. તેની જેમ જ ચાર ભટોવાળો ધર્મધ્યાન નામનો મંડલિક છે. તેણે જેઓની સાથે યુદ્ધ કર્યુ છે તે હજુ મંચ ઉપર પડેલા છે. ૨૫. આને (ધર્મધ્યાનને) ચિત્તનો પોષક સંતોષ નામનો ભાંડાગારિક છે જે નિઃસ્પૃહ મનવાળો ધર્મ ભાંડાગારોનું રક્ષણ કરે છે. ૨૬. જ્ઞાન–દાન વગેરે દાનના ભેદો તેના હાથીઓ છે. જેના ગર્જનાના શ્રવણથી પણ પર સૈન્યોના હાથીઓ ભાગે છે. ૨૭. તેને અઢાર હજાર શીલાંગ પદાતિઓ છે. જેઓની ઉપર પડતા શત્રુગણો એકેક વડે પણ ધારણ કરાય છે. ૨૮. તેને બાર પ્રકારના તપના ભેદો તીક્ષ્ણ સ્વભાવી
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy