________________
સર્ગ-૧૨
૩૦૧ ઘોડા છે. તેનાથી પણ નિકાચિત કર્મની શ્રેણીઓ ભાંગી છે. ૨૯. આને અનિત્યતા વગેરે ભાવના રથની શ્રેણીઓ છે. જેની મધ્યમાં રહેલા ભટો શત્રુઓ ઉપર સુખપૂર્વક પ્રહાર કરે છે. ૩૦. કાલપાઠક વગેરે તેના શબ્દવેધી ધનુર્ધારીઓ છે. જેઓના બાણોથી પાપ શત્રુઓ લીલાથી વીંધાય છે. ૩૧.પુરુષોની વાત છોડો તેની સ્ત્રીઓ પણ મહાપરાક્રમી છે. જેમ સૂર્યની સામી દષ્ટિ ન ટકે તેમ તેઓની સામે શત્રુ ઉભો રહેતો નથી. ૩ર. એકલી પણ મનોગુપ્તિ શત્રુ સૈન્યમાં ભયને ઉત્પન કરનારી છે તે શત્રુને કારાગૃહમાં એ રીતે નાખે છે જેથી તે હલવા અસમર્થ થતો નથી. ૩૩. કાયગુપ્તિ અને વચનગુપ્તિ તેની ઉત્તર સાધિકા છે તે બંને મનોગુપ્તિમાંથી છટકી ગયેલ શત્રુને બાંધે છે. ૩૪. રણાંગણમાં સમિતિ નામની પાંચ સ્ત્રીઓ રહે છે. જેમ સિંહણોની હાજરીમાં હરણા ભાગે તેમ આની હાજરીમાં શત્રુઓ નાશે છે. ૩૫. આને શીલરૂપી બખતરથી રક્ષણ કરાયેલી નવ બ્રહ્મચર્યની ગુપ્તિઓ છે. જે નવી નવી ગતિથી (રીતથી) કામદેવને પડકારે છે. ૩૬. તથા શ્રાવકની અગિયાર અપ્રતિમ રૌદ્ર પ્રતિમાઓ રુદ્ર દષ્ટિની જેમ શત્રુઓ ઉપર ત્રાટકે છે. ૩૭. બાર ભિક્ષપ્રતિમાઓ દુરાલોક અંધકારને દૂર કરનારી છે. જેમ સૂર્ય હિમને તપાવે તેમ શત્રુને તપાવે છે. ૩૮. ચારિત્ર ધર્મ રાજાના સૈન્યમાં જે મદ્યપાન નિયમ વગેરે બાળકો છે તે પણ અહો ! જીતી શકાય તેમ નથી. ૩૯. પછી તેના વચન સાંભળીને કંપારીથી લાલચોળ થયેલ શરીરવાળા, લાલ આંખવાળા ભ્રકુટિથી ભયંકર સુભટો બોલવા લાગ્યા. ૪૦. સુર–અસુર–મનુષ્યોમાં તથા ઈન્દ્રો અને તિર્યચોમાં એવા કોઈ નથી જે અમારી સામે મલ્લ થાય તો મકરધ્વજની વાત છોડો. ૪૧. આણે કહ્યું ચારિત્ર વગેરે સામાન્ય પુરુષની જેમ જીતી શકાય તેમ નથી તો શું ચણાની જેમ મરચાં ચાવવા શક્ય છે? ૪૨. જો તમે અંધકાર કોટવાળને જીતી લો તો સર્વ જીતાઈ ગયું છે એમ જાણવું નહીંતર ફોગટ બડાઈ હાંકો છો? ૪૩.
લડાઈ માટે ઉત્કંઠિન થયેલા સ્પર્શન વગેરે પાંચેય ભટો પણ સંવર પાસે ગયા. કેમકે કંટકને સહન કરતા નથી. આ લોકોએ (સ્પર્શન વગેરે પાંચ ભટો) સંવરને પ્રશમ આસન ઉપર બેઠેલો જોયો. તે સંવર કેવો છે તેને જણાવે છે– તે આનંદના ભરથી(આનંદપૂર્વક) ઔચિત્યરૂપી આચરણના વસ્ત્રના પલંગમાં પ્રશમરૂપી આસન ઉપર બેઠેલો હતો. તેણે કેડ ઉપર ત્રણ દંડને કાપવા માટે કૃરિકા બાંધી હતી. તેની નજીકમાં વિવેક ખડ્ઝ અને અપ્રમાદ ઢાલ હતી. તેણે પરિગ્રહ ત્યાગનું મોરપીંછનું છત્ર ધારણ કર્યું હતું. તેણે જમણી ભુજામાં શુક્લ લેશ્યા રૂપ આત્મ બાહુરક્ષકને ધારણ કર્યુ હતું. ૪૭. પ્રકોષ્ટ ઉધત્ કરતી તેજો અને પદ્મ લેશ્યરૂપી સુવર્ણ સાંકળને ધારણ કરી હતી. પગમાં સાતભયના વિપ્રયોગરૂપી વીરકટકને ચરણમાં ધારણ કર્યુ હતું. ૪૮. વિવિધ પ્રકારના ભટો જેની આગળ બિરદાવલી બોલાવી રહ્યા હતા. અનશન વગેરે યોદ્ધઓથી જાણે સાક્ષાત્ વીર રસ ન હોય તેવો સંયમ દેખાયો. ૪૯. સર્વે પણ સુભટો હું પહેલો હું પહેલો એમ હોડ કરતા ક્ષણથી યુદ્ધ માટે ઉપસ્થિત થયા. તે વિચારતા હતા તેટલામાં યુદ્ધ ઉપસ્થિત થયું. ૫૦. પછી અનશને કહ્યું ઃ હે ભટો! તમે ઉભા રહો હું જ ઊણોદર વગેરે ભાઈઓની સાથે ગર્વથી ઉદ્ભર સ્કંધવાળા શત્રુઓ સાથે જેમ પાંડુપુત્રોને સાથે રાખીને કૃષ્ણ કૌરવની સાથે યુદ્ધ કર્યું તેમ યુદ્ધ કરીશ પરંતુ આટલું ધ્યાન રાખવું કે આપણામાંથી કોઈ સુતીક્ષ્ણ શત્રુના શસ્ત્રોથી ઘાત પામે તો તમારે તેને આલોચનાદિ સાણસાથી જેમ પ્રાસાદનો પાયો શલ્ય વગરનો કરાય તેમ શલ્ય વગરનો કરવો. ૫૪. અનશનના ભુજાબળને જાણતા સંવરે આ વાત સ્વીકારી, નાયકોને શૌર્યવાન સેવકો ઉપર વિશ્વાસ હોય છે. પપ. તરત જ સંવરને જુહારીને, બખતર પહેરી, આયુધોને હાથમાં ધારણ કરીને જેટલામાં ચાલ્યા તેટલામાં પ્રવચને કહ્યું ઃ તમે મને સાંભળો. જેમ સ્ત્રીઓમાં અંગના સ્ત્રી પ્રમાણ ગણાય તેમ આ દાઢીવાળા ભટોમાં પણ