SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૨૧૪ કરાવ્યો. ૭૮. રાજાએ શુભ દિવસે હાથીને પટ્ટબંધ કર્યો. કેટલાક તિર્યંચોની પણ ભાગ્યની સીમા હોતી નથી. ૭૯. આદરપૂર્વક ગોળવાળા ઘઉં વગેરેના મુખ્ય ભોજનો અને ઉત્તમ શેરડી વગેરે હાથીને ખવડાવવામાં આવે છે. ૮૦. હાથીને લવણ જલથી આરતી અને ઓવરણા કરવામાં આવે છે. ઉત્તમવિધિમાં એકવાર બાહ્ય અને અત્યંતર સુખો પ્રાપ્ત થાય છે. ૮૧. એકવાર હાથી પાણી પીવા અને ન્હાવા માટે નદીમાં પ્રવેશ્યો ત્યારે હાથીને તંતએ પકડયો. પોતાના ક્ષેત્રમાં કોનું બળ નથી ચાલતું ? ૮ર. તંતુક ચાર પગવાળો વજ સ્ફૂરક સંસ્થાનવાળો વજ્રથી પણ ન ભેદાય એવી પીઠવાળો હોય છે. ૮૩. તેના ચારેય પણ પગમાં પ્રાણીને પકડવા માટે એકેક ઉપાય (સાધન) હોય છે. તેનું પકડવાનું સાધન તંતુ વરત' જેટલું લાંબુ અંગૂઠા જેટલું જાડું હોય છે. તંતુ મહેલની દિવાલ જેટલો ઊંચો અને દિવાલની જાડાઈ જેટલો જાડો. અહો ! લોકમાં આનું નિર્માણ કેવું અદ્ભુત છે ! ૮૫. પૃથ્વીતલ ઉપર મૂકેલા પગમાં પ્રાણને પૂરીને તંતુને પ્રસારીને પાણીમાં રહેલા જીવને પકડે છે. ૮ ૬. જેઓએ સાક્ષાત્ તંતુકને જોયો છે એની પાસેથી અમે તેનું સ્વરૂપ સાંભળ્યું છે અને અમે અહીં જણાવ્યું છે. ૮૭. પુરુષોએ જઈને રાજાને ખબર આપ્યા કે હે દેવ ! જેમ નરકથી હિંસક પકડાય તેમ તંતુકે સેચનકને પકડ્યો છે. ૮૮. રાજા વડે પૂછાયેલા અભયે કહ્યું : હે તાત ! કયાંયથી પણ ચિંતામણિ સમાન જળકાંતમણિ હમણાં મળે તો હાથી છૂટી શકે બીજી કોઈ રીતે નહી. અહીંયા બીજો કોઈ પુરુષાર્થ કામ લાગે તેવો નથી. ૯૦. અમારી પાસે ઘણાં રત્નો છે. પણ તેમાં જળકાંતમણિ નથી. જેમ પુસ્તકમાં રહેલી વિદ્યા ખરે ટાણે ઉપયોગી થતી નથી તેમ હમણાં રત્નો આપણને ઉપયોગી થતા નથી. ૯૧. પુત્રી દ્રવ્ય આપીને (અર્થાત્ પુત્રીને પરણાવીને) કયાંયથી પણ જળકાંતમણિ મેળવવું જોઈએ કારણ કે સેચનકથી બીજું કોઈ શ્રેષ્ઠ હસ્તિરત્ન નથી. જલકાંત મણિ લાવીને જે સેચનક હાથીને તંતુકથી છોડાવશે તેને હે લોકો ! રાજા હજાર ગ્રામ સહિત પોતાની પુત્રી પરણાવશે. એમ પટહ વગડાવીને રાજાએ ઘોષણા કરાવી. ૯૪. હું રાજાની પુત્રીનો પતિ થઈશ તથા ભાગ્યથી ૠદ્ધિ સહિત એક હજાર ગામને પ્રાપ્ત કરીશ અને દારિદ્રયના મસ્તકે પગ મૂકીશ એમ સમજીને કંદોઈએ જલદીથી જઈને હર્ષથી પટહનો સ્પર્શ કર્યો. ૯૬. જલદીથી નદી ઉપર પહોંચીને મણિને નાખ્યો એટલે જેમ અનાજના દાણાને દાબતા બે ભાગ થઈ જાય તેમ પાણીના બે ભાગ થઈ ગયા. ૯૭. સ્થળ છે એમ જાણીને હાથીને મૂકીને તંતુક જલદીથી નાશી ગયો. સસલાના ચરણમાં જે શીવ્રતા છે તે જ તેનું બળ છે. ૯૮. વૃત્તાંતને સાંભળીને રાજાએ લોકને પુછ્યું કે કોણે હાથીને તંતુકથી છોડાવ્યો ? ૯૯. લોકોએ કહ્યું : કંદોઈએ હાથીને બચાવ્યો છે. જેમ મધ્યમ પુણ્ય અને પાપમાં ગરકાવ થાય તેમ રાજા વિષાદ અને આશ્ચર્યમાં ડૂબી ગયો. ૪૦૦. અહો ! કંદોઈને આવું ઉત્તમ મણિરત્ન પ્રાપ્ત થયું ! અથવા શાસ્ત્રમાં સંભળાય છે કે કૂતરાની દાઢમાં શું મણિ ન હોય ? ૪૦૧. આને પોતાની પુત્રી કેવી રીતે અપાય ? શું પંડિતો લાખના મૂલ્યવાળા મણિને કાગડાની ડોકમાં બાંધે ? ૪૦૨. પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે જો હું કન્યાને પરણાવું તો પ્રતિજ્ઞાના લોપથી જગતમાં કુવાદિની જેમ મારી નિંદા થશે. ૪. હું કંઈપણ (પ્રતિજ્ઞા પાળવા કે ભાંગવા) કરવા સમર્થ નથી. દુઃખી જીવો કરવા માટે બધું સ્વીકારે પણ પાલન કરવું દુષ્કર છે. પ. એમ રાજા ચિંતામાં પડ્યો ત્યારે હે શ્રોતાઓ નગરમાં જે બનાવ બન્યો તેને એકાગ્ર ચિત્તથી કુતૂહલપૂર્વક સાંભળો. ૬. ભોજન સમયે એક મોદકને ભાંગતી જયશ્રીએ પોતાના શીલની જેમ નિર્મળ રત્ન જોયું. ૭. હૈયામાં ૧. વરત : વાવમાંથી કોસથી પાણી કાઢવા માટેનું જાડું દોરડું. તેની લંબાઈ કૂવાના પાણીની ઊંડાઈ જેટલી હોય છે.
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy