SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૯ ૨૧૩ તો બીજો ઉપાય એ છે કે તેની જેમ આક્રમણ કરીને મોઢું પકડવું. ૪૯. ભાગ્યજોગે અમને ઉપસર્ગ કરવાનું તને આ ફળ મળ્યું. કદર્થના કરાયેલા મુનિઓ કલ્યાણને માટે થતા નથી. ૫૦. તેં જે પોતાને ઉચિત ફળ મેળવ્યું છે તે બહું સારું થયું નહીંતર જડ લોક હંમેશા પાપને જ આચરે. ૫૧.અરે ! તું આ પ્રમાણે બંધાયે છતે આશ્રમ નિવિઘ્ન થયું. એક દુર્જન બંધાએ છતે બાકીનાને શાંતિ થાય છે. પર. આ પ્રમાણે આક્રોશ કરાતો હાથી અગ્નિની જેમ સળગ્યો. બુદ્ધિમાનો પણ ક્રોધને પામે છે તો અજ્ઞાનીઓની શું વાત કરવી ? ૫૩. જેમ માછીમાર માછલાને નિબિડ જાળમાં ફસાવે તેમ પ્રપંચ કરવામાં ચતુર લુચ્ચા મુનિઓએ મને પાશમાં નંખાવ્યો છે. ૫૪. જેમ મહાબળવાન વૃક્ષને ઉખેડી નાખે તેમ આણે કોપના આવેશથી ક્ષણથી જ ખીલાને ઉખેડી નાખ્યો. ૫૫. તાપસોને ઘણો ભય પમાડતો સડી ગયેલ દોરડાની જેમ શૃંખલાને તત્ક્ષણ તોડી નાખી. ૫૬. હાથી છૂટે છતે ભયથી તાપસો પોતાના જીવિતને લઈને કાગડાની જેમ દશે દિશામાં નાશી ગયા. ૫૭. જાણે કે માતાને યાદ ન કરતો હોય તેમ હાથી વિવિધ પ્રકારના વૃક્ષોથી સંકીર્ણ અને ઘણાં જળશયોથી પૂર્ણ અટવીમાં પહોંચ્યો. ૫૮. પછી અભયકુમાર વગેરે કુમારો ઉત્તમ ઘોડેસવારની તથા સામંતો વગેરેની સાથે શ્રેણિક રાજા ઉત્તમ ઘોડા ઉપર બેસીને હાથીને પકડવા સ્વયં જલદીથી અટવી તરફ ચાલ્યો. રાજાઓ તો પોતાના વાછરડાને વાળવા જાય છે. ૬૦. ઘોડા ઉપર આરૂઢ થયેલા રાજા વગેરે અને ઉત્તમ ઘોડેસવારોએ જેમ શત્રુના કિલ્લાને વીંટે તેમ હાથીને ચારે બાજુથી ઘેરી લીધો. ૬૧. તેઓએ પણ હાથીને લોભાવ્યો, તર્જના કરી, જગતમાં જે કંઈ સર્વ વસ્તુ છે તે ભક્તિ અને શક્તિથી સાધ્ય છે. ૬૨. અબુઝ મનુષ્યની જેમ મદ અને મત્સરથી વિહ્વલ સેચનક હાથીએ કોઈને પણ ગણકાર્યો નહીં. ૬૩. નંદિષણ કુમારની મૂર્તિને જોતા અને વચનોને સાંભળતા સાધુની જેમ શાંત થયો. ૬૪. સેચનક હાથી વિભંગ જ્ઞાની હતો તેથી તેણે નંદિષણની સાથે પૂર્વભવના સંબંધને જાણ્યો. ૬૫. હાથીના પેટ ઉપર બાંધેલી દોરડીને પકડીને છલાંગ મારીને જલદીથી પણ ઉત્તમ નંદિષેણ નથી મુકાયું પગલું જેના ઉપર એવા હાથી ઉપર આરૂઢ થયો. અર્થાત્ અત્યાર સુધી નંદિષણ સિવાય બીજો કોઈ હાથી ઉપર ચડયો ન હતો. ૬૬. જેમ ગારુડમંત્રથી સાપ સ્તંભિત થાય તેમ નંદિષણની વાણીથી હાથી દંતઘાતાદિથી વિરામ પામ્યો. ૬૭. શ્રેણિક વગેરેથી વીંટળાયેલ સેચનક ઉપર આરૂઢ થયેલ નંદિષણ જાણે નવો ઈન્દ્રનો પુત્ર હોય તેમ ઘણો શોભ્યો. ૬૮. મેં શૃંખલ હાથીને વશ કર્યો તેથી હું પોતાના આત્માને વશ કરીશ એમ સૂચવવા તેણે હાથીને સ્તંભમાં બાંધ્યો. ૬૯. ન બીજા આચાર્ય ભગવંતો હાથીના વિષયમાં બીજી રીતે જણાવે છે. જેમ કે જ્યારે તાપસના વચનોથી ગુસ્સે થયેલો હાથી વનમાં ગયો ત્યારે તે દેવતા અધિષ્ઠિત હતો. ૭૦. તે વખતે દેવતાએ તેને કહ્યું હતું કે હે વત્સ સેચનક ! અરે તે પૂર્વે તેવા પ્રકારનું કર્મ બાંધ્યું છે. ૭૧ જેથી કરીને તું શ્રેણિક રાજાનો વાહન થશે તું બળાત્કારે કર્મ ભોગવશે. કારણ કે કર્મ જ બળવાન છે. ૭૨. હે વત્સ ! તું જા અને આલાન સ્તંભનો આશ્રય કર. જેથી કરીને તું પૂજાશે. તું અનુકૂળ થયે છતે કોણ તારું પ્રિય ન કરે ? ૭૩. દેવીના વચનમાં વિશ્વાસ મૂકતા હાથીએ તેમજ કર્યું. જેને દેવીના વચનમાં વિશ્વાસ ન બેસે ત્યારે તે કોનામાં વિશ્વાસ કરે ? ૭૪. ત્યારપછી હસ્તિપાલે જઈને રાજાને જણાવ્યું : હે દેવ ! જેના માટે તમે વનમાં ગયા હતા તે હાથી તમારા પુણ્યને ખેંચનાર સજ્યંત્રથી આકર્ષાયેલો સ્વયં અહીં આવીને આલાન સ્તંભ પાસે ઊભો છે. ૭૬. તેને સાંભળીને હર્ષિથી પૂરાયેલ રાજાએ વિચાર્યું : આ હાથીઓમાં શિરોમણિ ખરેખર દેવતા અધિષ્ઠિત છે. નહીંતર આ પશુ સ્વયં કેવી રીતે આવે ? એ પ્રમાણે આનંદથી પુલકિત રાજાએ હાથીને નગરમાં પ્રવેશ
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy