SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૫૪ ઉત્કર્ષથી મેઘકુમાર પણ જલદીથી કલાના સમૂહના પારને પામ્યો. ૬૬. જેમ સુતારુ સમુદ્ર તરી દ્વીપને પામે તેમ આ મેઘકુમાર કુમારપણાનું ઉલ્લધંન કરીને સુંદર યૌવનને પામ્યો. ૬૭. માતાપિતાએ આઠ દિશાઓની જેમ સમાન કુલ–જાતિની, સમાનવયની, સમાન રૂપ સૌંદર્ય—સૌભાગ્ય લક્ષ્મીકલાને ધારણ કરનારી આઠ–આઠ રાજકન્યાઓનો તેની સાથે પાણિગ્રહણ (લગ્ન) કરાવ્યો. ૬૯. તે આઠેયને રહેવા માટે કૈલાસ જેવા ઊંચા સુંદર એકેક મહેલ અપાવ્યો અને દરેકને એકેક કોટિ રજત તેમજ સુવર્ણનું દ્રવ્ય આપ્યું. કેમકે વણિકની સ્ત્રીઓ કરતા રાજાની સ્ત્રીઓની આમાં વિશેષતા હોય છે. ૭૧. શક્રનો સામાનિક દેવ જેમ સ્વર્ગમાં અપ્સરાઓની સાથે ભોગો ભોગવે તેમ મેઘકુમારે આઠ સ્ત્રીઓની સાથે ભોગ ભોગવ્યા. ૭ર. કયારેક મેઘકુમાર જેમાં ચોથું વગેરે પદો ગૂઢ છે (કહેવાયેલા નથી) એવી પહેલિકાઓ વડે પત્નીઓની સાથે વિનોદ કરતો રહે છે. કેમકે બુદ્ધિમાનોની ગોષ્ઠી આવા પ્રકારની (જ્ઞાનમય) હોય છે. ૭૩. તે આ પ્રમાણે— પત્નીઓએ કહ્યું : અમે તમને પ્રથમ પુછશું. કુમારે કહ્યું : પૂછો. શ્રીસૂનુઽિત્વર: શાવવજ્ઞાનેમેપુ જેસરી પુનાતુ અમિનો યુષ્માન્ । ૭૪. લક્ષ્મીના પુત્રને જિતનાર (રુકિમણીનો પુત્ર પ્રધુમ્ન જે કામદેવ હતો તેના રૂપને જીતનાર), અનાદિકાલીન અજ્ઞાનરૂપી હાથીઓની વિશે સિંહ સમાન, એવો જે છે તે યુગપુરુષ તમને પવિત્ર કરો. એ પ્રમાણે ચોથા પાદ વિનાના ત્રણ પાદને બોલાયે છતે લીલાથી જ ચોથા પાદને જાણીને કુમારે પૂર્તિ કરી કે શ્રીનામેયઝિનેશ્વરઃ ચોથા પાદમાં શ્રીઆદિ જિનેશ્વર છે. પછી સ્ત્રીઓએ કહ્યું ઃ હે આર્યપુત્ર ! હવે તમે સમસ્યા પૂછો. કુમારે કહ્યુંઃ પ્રિયં વાછતિ તો વિ સપ્ને ચાપે તુ રોપયેત્ । ૐ મટો ગૃહપર્યાય: િ વદ્યાન્ન સત્ત્વવાન્ । ૭૫. લોક કયા પ્રિયની વાંછા કરે છે ? ધનુષ્ય સજ્જ હોય ત્યારે સૈનિક શું આરોપણ કરે ? ઘરનો પર્યાયવાચી શબ્દ શું છે ? સત્ત્વશાળી પુરુષ કોને શું ન આપે ? પાણીના ટીપાને પ્રસરતા જેટલો કાળ લાગે તેટલા કાળમાં ધ્યાન કરીને (વિચારીને) સ્ત્રીઓએ ઉત્તર શોધીને જણાવ્યું : હે સ્વામિન્ તે પદ 'શરણાં' છે. આ ચારેય પાદનો ઉત્તર એક પદમાં સમાય જાય છે. પ્રથમ પાદનો ઉત્તર જ્ઞમ્ છે. અર્થાત્ સર્વલોક સુખને વાંછે છે. બીજા પાદનો ઉત્તર શરમ્ છે. ધનુષ્ય તૈયાર હોય તો સૈનિક શર બાણનું આરોપણ કરે છે. ત્રીજા પાદનો ઉત્તર નમ્ છે. નગ (ઘર) ઘરનો પર્યાયવાચી શબ્દ છે. ચોથા પાદનો ઉતર શર।મ્ છે. સત્ત્વશાળી શરણે આવેલનું સુપ્રત કરતો નથી. સ્ત્રીઓએ ५छ्युं : किमंकुरजनौ हेतुः किं भोज्यम् स्वर्गवासिनाम्, नारी वाग्छति भर्तारं कीदृशं पतिदेवता ७६ ધ્યાયન્તિ ૫ મુનીન્દ્રાઃ ત્રિં સવા તાત માનસા: પ્રિયંòનવ વાયેન ચતુર્થાં વિતરોત્તરમ્ ॥ ૭૭. અંકુરની ઉત્પત્તિમાં કારણ શું છે ? દેવોનું ભોજન શું છે ? પતિવ્રતા સ્ત્રી કેવા પતિને ઈચ્છે છે ? હંમેશા એકલીન થયેલા મુનીન્દ્રો કોનું ધ્યાન કરે છે ? હે સ્વામિન્ ! આ ચારેયનો એક વાક્યમાં ઉત્તર આપો. સમસ્યા સાંભળીને કુમારે કહ્યું કે આ ચારેયનો ઉત્તર એક અમૃતમ્ છે. અમૃત શબ્દના ચાર અર્થ થાય છે. ૧. પાણી ૨. વિષનો નાશ કરે તેવું ભોજન ૩. ન મરે તે ૪. મોક્ષ. તેમાં પ્રથમ પાણી અંકુરાને ઉગવાનો હેતુ છે. દેવો અમૃતનું ભોજન કરે છે. પતિવ્રતા સ્ત્રી ન મરે તેવા પતિને વાંછે છે અને હંમેશા મોક્ષમાં એકલીન થયેલા મુનીશ્વરો મોક્ષનું ધ્યાન કરે છે. કુમારે પુછ્યું : હ્રાં વિસ્તારયતિ રવિઃ પ્રાતઃ સર્વપ્રાશિષ્ઠા: હ્રા તિતિ मुखाम्बोजेऽह भव्यप्रबोधिका ॥ ७८. गङ्गापारंगतः कीदृक् कृष्णोऽष्टापदभूधरे चैत्यरक्षाकृते का ૧. પહેલિકા ઃ જે સમસ્યામાં ચોથું વગેરેમાંથી કોઈપણ એક પાદ ગુપ્ત હોય તેને શોધી કાઢવાની જે ગોષ્ઠી તે પહેલિકા કહેવાય છે. તેનાથી વિનોદ કરતા હતા.
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy