SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૯ ૨૦૯ શોભે છે. ૩૧. તે વખતે કર્મયોગના વશથી તે જ સાથે ત્યાં આવ્યો. ખરેખર કયારેક ટાલિયા અને બિલ્લાનો સંયોગ નક્કીથી થાય છે. ૩ર. આજે વસંતપુર નગરથી સંઘ આવ્યો. જયશ્રીએ કાનને માટે અમૃત સમાન ઘોષણા સાંભળી. ૩૩. ખરેખર મારો ભર્તા પણ આવેલ હશે તેથી હું સામી જાઉ. શું ભક્તિ કોઈ રીતે અન્યથા થાય? ૩૪. એમ ચિત્તમાં વિચારીને સવારે જાણે બીજી લક્ષ્મી ન હોય? જયશ્રી જલદીથી સાર્થની મધ્યમાં ગઈ. જેમ સૂર્યની પ્રભા કમળને જગાડે તેમ જયશ્રીએ દેવકુલમાં સૂતેલા પતિને જગાડ્યો. ૩૬ શું આ ઈન્દ્રજાળ છે? શું આ સ્વપ્ન છે? અથવા શું આ મતિવિભ્રમ છે. અથવા આ કંઈ અન્ય જ છે? એમ વિચારતો તે જાગ્યો. ૩૭. સુખે સુવા માટે હું આ ખાટલી દેવકુલમાં લઈ ગઈ હતી પછી બીજે દિવસે મેં તેને જોઈ ન હતી એમ જયશ્રીએ વિચાર્યું. ૩૮. કૃતપુણ્યની સાથે જયશ્રી મોદક સહિત ખાટલીને લઈ જઈને હર્ષથી પોતાના પતિને સ્નાન વગેરે કરાવ્યું. ૪૦. કૃતપુણ્ય ઘરેથી નીકળ્યો હતો ત્યારે જયશ્રીના ગર્ભમાં જે પુત્ર હતો તે અગિયાર વરસનો થયો. ૪૧. જેમ વાછરડો ગાયની પાસે આવે તેમ જ્યાં સતત પાઠ ચાલતા હતા એવી લેખશાળા નામની શાળામાંથી છૂટીને પુત્ર ઘરે આવ્યો. ૪૨. પુત્રે માતા પાસે વારંવાર ભોજન માગ્યું. હે માત! હે માત! ભુખ્યા થયેલા મને જલદીથી ભોજન આપ. ૪૩. તે વખતે જયશ્રીએ ભાથામાંથી કાઢીને એક મોદક પુત્રને આપ્યો, બાળકોને ખાવાનું આપવામાં ન આવે તો વાસણ માંગે (પછાડે) છે. ૪૪. જાણે અમૃત ફળ ન મળ્યું હોય તેમ માનતા બાળકે ઘરમાંથી નીકળીને લાડુ ભાગ્યો ત્યારે તેમાંથી મણિ નીકળ્યો. ૪૫. મણિને છુપાવીને બાળકે લાડુ ખાઈ લીધો. અથવા ઊંદરને પણ પરિગ્રહ નામની સંજ્ઞા હોય છે. ૪૬. તેના પ્રભાવને નહીં જાણતા બાળકે કંદોઈની દુકાને જઈને મણિ આપ્યું. બાળકો ખરેખર બાલ હોય છે. ૪૭. બાળક મણિના બદલામાં વડા લઈ આવ્યો. બ્રાહ્મણોની જેમ બાળકોને ખાવાની વસ્તુમાં કંઈ આડું આવતું નથી. ૪૮. કંદોઈએ પાણીની કુંડિમાં મણિ નાખ્યો. કારણ કે તેઓમાં એવો રિવાજ હતો કે કોઈ લાભની ચીજ આવે તો કુંડીમાં નાખવી. ૪૯. જેમ બે સગાભાઈનો ધનમાં ભાગ પડે તેમ કુંડીમાં રહેલું પાણી બે ભાગમાં વહેંચાઈ ગયું. ૫૦. આ ખરેખર જલકાંત મણિ છે એમ નિશ્ચય કરીને જેમ અરીસો ચંદ્રને છુપાવે તેમ તેણે રત્નને છુપાવી દીધું. ૫૧. આ બાજુ પોતાની ક્રિયાકાંડમાં તત્પર કોઈક બ્રાહ્મણ હતો તેણે કયારેક વારંવાર યજ્ઞ કરવાનો આરંભ કર્યો. પર. યજ્ઞની રક્ષા કરવા તેણે કોઈક દાસને રાખ્યો. ઉત્તમ-મધ્યમ અને હીન બધા ભેગા મળીને કાર્ય સાધે છે. પ૩. દાસે કહ્યું હે બ્રાહ્મણ જો તું મને વધેલી રસોઈ આપે તો હું અહીં તારી પાસે કામ કરીશ નહીંતર કોઈપણ સંજોગોમાં નહીં. ૫૪. બ્રાહ્મણે તેનું વચન સ્વીકાર્યું. તે હર્ષપૂર્વક બ્રાહ્મણનું કાર્ય કરવા લાગ્યો. માગેલું મળતું હોય તો ચાકર પણ સ્વજન થાય છે. ૫૫. તેણે પણ હંમેશા સાધુઓને પ્રાસુક અને એષણીય ભોજન વહોરાવ્યું. લઘુકર્મા જય પામે છે. ૫૬. પરઘરમાં કામ કરીને આણે કેવી રીતે વહોરાવ્યું. (દાન આપ્ય)? અથવા તો કેટલાકને કેટલીક દાન શ્રદ્ધાળુતા સહજ હોય છે. ૫૭. વિભવના ભારથી ભરેલા હોવા છતાં કેટલાક મનુષ્યો સ્વયં દાઝી ગયેલ ખાખરાના ટૂકડાને આપતા નથી. ૫૮. દાનથી દેવનું આયુષ્ય બાંધીને કાળ કરીને દેવલોકમાં ઉત્પન્ન થયો. મોક્ષગતિને અપાવનાર મુનિભક્તિને દેવલોક આપવો કેટલા માત્ર છે? પ૯. આણે સતત લાંબા સમય સુધી દેવલોકના સુખો ભોગવ્યા. સ્વયં વાવેલા ધાન્યોને જે લખે છે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. ૬૦. દેવલોકમાંથી ચ્યવીને શ્રેણિક રાજાનો નંદિષણ નામે પુત્ર થયો. જે પુણ્યાનુંબંધિ પુણ્ય છે તે મોક્ષના ઉદયવાળો છે. ૬૧. કુમારની જેમ નંદિષેણકુમારે
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy