________________
અભયકુમાર ચરિત્ર
૨૦૮ તેડી લાવું. ૪. તે જ રાત્રે તે પુત્રવધૂઓની સાથે પૂજાના બાનાથી દેવકુલમાં ગઈ જ્યાં કૃતપુણ્ય ખાટલામાં સૂતો હતો. ૫. ચારેય પુત્રવધૂઓએ તેને ખાટલા સહિત ઉપાડ્યો તેનો એક દિવસ એવો હતો ખાટલામાંથી ઉપાડીને બહાર નાખ્યો હતો. ૬. અને એક દિવસ એવો આવ્યો ઘરના સ્વામી તરીકે લઈ જવાયો. અહો! બંનેમાં ઊંઘ સમાન હોવા છતાં કર્મના વિપાકમાં કેવો ભેદ છે ! ૭. કૂતપુણ્યને ઉપાડીને ઘરમાં લાવ્યા પછી વૃદ્ધાએ ચારેય પુત્રવધૂઓને કહ્યું: હે પુત્રીઓ! તમારો સ્વામી સમુદ્રમાં ડૂબી ગયો છે. ૮. આ પણ મારો પુત્ર છે જે આજે મને લાંબા કાળ પછી મળ્યો છે. જે રાત્રિના છેલ્લા પહોરમાં દેવીએ મને સ્વપ્નમાં કહ્યું છે. ૯. આગામી રાત્રિએ અમુક દેવકૂલમાં જે સૂતેલો છે તે તારો પુત્ર છે એમ જાણવું અને તારે લઈ આવવો. ૧૦. હે પુત્રીઓ ! તે પ્રમાણે જ થયું છે દેવતાની વાણી ખોટી પડતી નથી. તેથી હું હમણાં તમારા દિયરને તમારા સ્વામી તરીકે આપું છું. ૧૧. તેના રૂપ અને લાવણ્યથી આકર્ષિત થયેલી ચારેય પુત્રવધૂઓએ જેમ વેદમાં કહેવાયેલા વચનને સ્મૃતિગ્રંથ માન્ય કરે છે તેમ માન્ય કર્યો. ૧૨. હંમેશા લોક સ્વયં અન્યાય કરવામાં ઉદ્યત થાય છે તેમાં પણ જો વડિલોની પ્રેરણા મળે તો શું કહેવું? બળવાનની સાથે બળ પ્રકાશિત થયું. (બળવાનને બળની સહાય મળી) ૧૩. જેમ વ્યંતર દેવો અગ્રમહિષીઓની સાથે વિષયસુખ ભોગવે તેમ કૃતપુણ્ય પણ તે ચારેયની સાથે વિષયોને ભોગવે છે. ૧૪. પોતાના ઘરનો દરવાજો નહીં જોનાર કૃતિપુણ્ય બાર પહોરની જેમ બાર વરસ પસાર કર્યા. ૧૫. એકેક સ્ત્રીને સારા સ્વભાવવાળા, મધુરભાષી, સુંદર શરીરવાળા ચાર-પાંચ, ચાર-પાંચ પુત્રો થયા. ૧૬.
પછી દુષ્ટ સ્વભાવિની સ્થવિરાએ હૈયામાં દુષ્ટપણે વિચાર્યું ઃ કુલની ઉન્નતિ અને ધનનું રક્ષણ કરનારા પૌત્રો થયા છે તો આ વિટનું શા માટે નિમ્પ્રયોજન પોષણ કરવું જોઈએ. ઘી ઘણું હોય તો શું ડાંગરા (નાંગરા – જેમાં ઉજણ પૂરવાની જરૂર પડતી હોય તેવા આગડિયા, ગાડાની ધરી વગેરે) ચોપડવામાં વપરાય? ૧૮. નિર્દાક્ષિણ્યમાં શિરોમણિ સાસુએ વહુને કહ્યું : હે પુત્રીઓ ! આ મારો પુત્ર નથી પણ બીજો કોઈક છે. ૧૯. ધનનું રક્ષણ કરવા આ તે વખતે લવાયો હતો. હમણાં આપણું સર્વ પ્રયોજન સિદ્ધ થયું છે. ૨૦. જેમ ઊંટના સમુદાયમાંથી રોગી ઊંટ બહાર કઢાય છે તેમ આને બહાર કાઢો. અથવા ફૂલોમાંથી સુગંધ લઈને છોતા બહાર ફેંકાય છે. ૨૧. જેમ પિત્તથી પીડાયેલાને તિખું સુસ્વાટા પડાવે તેમ કૃતપુણ્ય ઉપર સ્નેહના પૂરથી પૂરિત ચિત્તવાળી ચાર સ્ત્રીઓના નાકમાં સુસવાટા થયા. અર્થાત્ પોતાના પતિને બહાર કાઢવા જરા પણ પસંદ ન પડ્યું. ૨૨. પરંતુ તેઓ વૃદ્ધાનું વચન ભંગ કરવા સમર્થ ન થઈ. અથવા તો શ્રુતિમાં (વેદમાં) કહેવાયેલું વિચારાતું નથી. ર૩. જેની પાસે ધન છે તેની આજ્ઞા અને ઐશ્વર્ય બળવાન છે. બધાનું પણ સામર્થ્ય લક્ષ્મીકૃત જ છે. ૨૪. શંકાસ્પદ ચિત્તથી તેણીઓએ સ્થવિરાને ધીમેથી કહ્યું છે માતા! જો તમારી રજા હોય તો અમે આને ભાથું બાંધી આપીએ. ૨૫. એક દિવસ પણ જેની સાથે મેળાપ થયો હોય તે પણ ભાથા વગર મોકલાતો નથી. તો પછી આને કેવી રીતે ખાલી હાથે રજા અપાય? ૨૬. હા ભલે તમે તેમ કરો એમ વૃદ્ધાએ રજા આપી ત્યારે જલદીથી તેની સ્ત્રીઓએ મણિમોદક બનાવ્યા. ૨૭. સ્ત્રીઓએ તેના ભાથામાં દારિદ્રયરૂપી કિલ્લાને ભેદવામાં પથ્થરના સમાન સર્વ મણિ નાખેલ લાડુઓને મૂક્યા. ૨૮. જેમ મોજાઓ વહાણને ઉંચકે તેમ પુત્રવધૂઓએ રાત્રે ગાઢ નિદ્રાથી સુવડાયેલા તેને ઉપાડ્યો. ર૯. શોકરૂપી અગ્નિથી તપેલી શરીરવાળી સ્ત્રીઓએ પલંગ સહિત જ તેને દેવકુલમાં મૂક્યો. ૩૦. આના ઓશીકે હર્ષ કરનારા લાડુનું ભાથું મૂકયું. હંમેશા સુંદર વસ્તુ પણ સુંદર દેશમાં ગયેલી હોય તો ૧. મણિમોદકઃ અંદર જેમાં મણિ નાખેલા છે એવા લાડુ