SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૨૧૦ કલાનિધિના શિરોમણિ પાસેથી બધી કલા હસ્તગત કરી લીધી. ૬૨. મોટા કર્મ ગુણ અને દ્રવ્યનો સમવાય (સાથે રહેવું) સદા સ્થિર છે. પછી પછીના અનુવૃત્તિના આધારમાં એક હેતુભૂત છે. અર્થાત્ મોટા એટલે ક્ષાયિક ભાવના, કર્મ એટલે ક્રિયા (–ચારિત્ર), ગુણ–જ્ઞાનાદિ દ્રવ્ય ચેતન એ ત્રણેયનો હંમેશા સમવાય હોય છે અને તે સ્થિર હોય છે. ૬૩. જેમ વૈશેષિક મતવાળો પદાર્થની સાથે ઘણા પ્રકારની જાતિને ઘટાવે છે તેમ રાજાએ ઘણી શ્રેષ્ઠ કન્યાઓની સાથે પરણાવ્યો. અર્થાત્ વૈશેષિક એક જ દ્રવ્યમાં દ્રવ્યત્વ, પદાર્થત્વ, જડત્વ, વગેરે ઘણી જાતિઓ ઘટાવે છે. ૬૪. જેમ દેવ અપ્સરાની સાથે ભોગો ભોગવે તેમ આનંદના સમૂહ અમૃતકુંભમાં ડૂબેલા તેણે પત્નીઓની સાથે હંમેશા અનુપમ ભોગો ભોગવ્યા. ૬૫. અને આ બાજુ સ્વચ્છ ગંભીર (ઊંડા) પાણીના પૂર (જથ્થા)થી ઘણી ભરેલી, ઊંચે ઉછળતા મોજાને ધારણ કરતી ગંગા નામની નદી છે. ૬ ૬. તે સરસ્વતીની જેમ હંસથી શોભતી છે. કાચબાઓથી યુક્ત છે. તે ચારે તરફથી ઉત્પન્ન થતા વિવિધ પ્રકારના આવર્તોના શાશ્વત સમૂહવાળી હતી. તે હંમેશા સમુદ્રમાં મળતી હતી. ગંગામાં કમળોએ પોતાનું સ્થાન રચ્યું હતું. લોકોએ ગંગાને ગૌરવનું સ્થાન બનાવી હતી. તે લક્ષ્મીની સમાન હતી. આ નદી હિમાલયમાંથી ઉત્પન્ન થયેલી છે. શંકરને પ્રીતિ દાયિની છે. ઘણાં જીવોને તૃપ્ત કરનારી જાણે સાક્ષાત્ પાર્વતી હતી. ૬૯. ગંગા નદી વહેતી હોવાને કારણે નજીકના દેશના વનમાં સલ્લકી, તાલ, ચિંતાલ, પિપ્પલ વગેરે વૃક્ષો શોભતા હતા. ૭૦. તે વનમાં ઘણી યૌવન હાથિણીઓની સાથે પરિવરેલો, બળવાન હાથીઓના મદને ગાળનાર કોઈક યૂથપતિ હાથી વસતો હતો. ૭૧. કામાભિલાષી માનવની જેમ પત્નીઓની સાથે કયારેક ગંગા નદીમાં પડીને જળક્રીડાથી ક્રીડા કરી. ૭૨. હાથી અને હાથિણીઓએ પરસ્પર સૂંઢમાં પાણી ભરીને શૃંગિકોની (કામીઓની) જેમ પરસ્પર છંટકાવ કર્યો. ૭૩. જેમ ધૂળેટીના દિવસે મનુષ્યો એકબીજાને ધૂળ ઉડાડે તેમ કયારેક તેઓએ સૂંઢમાં ધૂળ ભરીને પરસ્પર ઉડાળી. ૭૪. પીપળ, સલ્લકી વગેરે વૃક્ષના પાંદડાઓને લઈને આદરપૂર્વક સ્નેહથી પરસ્પર એકબીજાને જેમ હંસો મૃણાલને આપે તેમ આપ્યા. ૭૫. આ કલભો (હાથીના બચ્ચા) મને યૂથમાંથી બહાર કાઢીને હાથિણીઓનો ઉપભોગો કરશે એવી બુદ્ધિથી તેણે નિકાચિત વૈરની જેમ જનમવા માત્રથી મારી નાખ્યા. ૭૬. આ બાજુ બ્રાહ્મણનો જીવ અધમ યોનિમાં ભમ્યો. અથવા તો જેણે યજ્ઞો કરેલા હોય તેને શું બીજું ફળ મળે ? ૭૭. એકવાર કર્મના ઉદયથી બ્રાહ્મણનો જીવ યૂથમાં રહેલી એક હાથિણીના ઉદરમાં ઉત્પન્ન થયો. ૭૮. હાથિણીએ વિચાર્યું : જેમ સાપ પક્ષીના બચ્ચાને ખાઈ જાય તેમ આ પાપી કૃપાહીન હાથીએ મારા અનેક પુત્રોને મારી નાખ્યા છે ૭૯. તેથી કોઈપણ ઉપાય કરીને હમણાં આ અધમથી ગર્ભનું રક્ષણ કરું જેથી હું હંમેશા પુત્રનું મુખ જોઉં. ૮૦. એમ ચિત્તથી સારી રીતે વિચારીને હાથિણી પગમાં લાગેલા પ્રહારની જેમ માયાથી જ લંગડી થઈ ગઈ. ૮૧. ગતિની વિકલતાને ધારણ કરતી તે મંદ મંદ ચાલી. શું સ્ત્રી જાતિને માયા શીખવાડેલી હોય છે ? ૮૨. બીજા હાથીને આ ભોગ્યા ન થાઓ એમ વિચારતા મોહથી ગ્રસ્ત થયેલ યૂથપતિએ સ્વયં તેની રાહ જોઈ. ૮૩. જેમ ઘણાં કરિયાણાથી ભરેલું ગાડું સાર્થમાં મળે તેમ હાથિણી પણ કયારેક અડધા પહોરથી, કયારેક પહોરથી, કયારેક બે પહોરથી, કયારેક એક દિવસથી, કયારેક બે દિવસથી, કયારેક ત્રણ દિવસથી યૂથપતિની પાસે જઈને મળે છે. ૮૫. લાંબાકાળે યૂથપતિને આ રીતે ભેગી થઈને એવી રીતે વિશ્વાસ પમાડ્યો જેથી શંકાશીલ હાથી પણ વિશ્વાસુ બની ગયો. ૮૬. અમે વનસ્પતિના પ્રસાદથી (ઘાસથી) જીવીએ છીએ એમ ગૌરવને જણાવતા અત્યંત આસન્નપ્રસવા
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy