SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૨૨૮ તેટલી ઔષધિઓ છે. દયા, સત્યવચન, અસ્તેય, બ્રહ્મચર્ય, અકિંચ , ચાર કષાયનો નિરોધ, પાંચ ઈન્દ્રિયનો નિગ્રહ અને ત્રણ દંડનો નિરોધ એમ સંવરના સત્તર ભેદ છે. ૮૧. મહામતિ અમોઘ બાણની જેમ અમોઘ સંવરથી દુષ્ટ કર્મ શત્રુઓને હણીને જય પતાકાને પ્રાપ્ત કરે છે. ૮૨. બે પગ પહોળા કરી, બે કેડ ઉપર બે હાથ રાખીને મનુષ્યનું જેવું સંસ્થાન થાય તેવા આકારવાળો આ લોક છે. ૮૩. તે લોક નીચે વેત્રાસન આકારવાળો છે. ઉપર મુરજ સંસ્થાનવાળો છે અને ચૌદરાજ પ્રમાણ છે. ૮૪. એકેક રજુ વિસ્તારવાળી રત્નપ્રભા વગેરે સાતેય નરકપૃથ્વીઓ ઘનોદધિ, ઘનવાત અને તનવાતની ઉપર આકાશમાં રહેલી છે. ૮૫. સતત દુઃખના સંબંધવાળી છે. જાણે નિરંતર અંધકારવાળા પાપીઓના આવાસો ન હોય તેવા નરકાવાસો છે. ૮૬. એક ત્રણ, સાત, દશ, સત્તર, બાવીશ અને તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળી યથાક્રમથી જાણવી. ૮૭. પ્રથમ નરક પૃથ્વીમાં ઉપર નીચે હજાર હજાર યોજન છોડીને બાકીના ભાગમાં ભવનપતિના દેવો છે. ૮૮. નાગ, સુવર્ણ, વિધુ, અગ્નિ, વાયુ, સ્વનિત, દ્વીપ, અબ્ધિ અને દિકુમાર નામથી દશ પ્રકારે છે. ૮૯. ઉપરના હજાર યોજનમાં ઉપર-નીચે સો-સો યોજન છોડીને વચ્ચેના આઠશો યોજન ભાગમાં વ્યંતરો દેવો રહે છે. ૯૦. પિશાચ, રાક્ષસ, યક્ષ, કિંજુરુષ, મહોરગ, ગંધર્વ, કિન્નર ભૂત એ પ્રમાણેના નામથી આઠ પ્રકારના વ્યંતર દેવો છે. ૯૧. અઢી ઉદ્ધાર સાગરોપમમાં જેટલા સમય છે તેટલી સંખ્યામાં તીર્થ્યલોકમાં દ્વીપ-સમુદ્રો છે. ૯૨. તેમાં પ્રથમ એક લાખ યોજન પ્રમાણ જંબૂદ્વીપ છે. પછી પછીના દીપ સમુદ્રો પૂર્વ પૂર્વ કરતા બમણાં બમણાં માપવાળા છે. ૯૩. અઢી દ્વીપ અને તેની અંદર બે સમુદ્રો પૂર્વ પૂર્વ કરતા બમણાં મનુષ્યના જન્મ મરણનું સ્થાન છે. ૯૪. ભરત-ઐરાવત અને મહાવિદેહ દરેક પાંચ વિદેહ ક્ષેત્રમાં એકેક મેરુપર્વત છે. તેની બંને બાજુ સોળ સોળ વિજયો છે. ૯૬. વક્ષસ્કાર પર્વત, નદીઓ અને સીતા નદીથી આ વિદેહની સોળ વિજયો કરાઈ છે. એકેક વિજય વેતાઢય પર્વતથી બે ભાગ કરાયો છે. દરેક બે ભાગ ગંગા અને સિંધુ નદીથી છ ખંડમાં વિભક્ત કરાયો છે. ૯૭. શિખરી પર્વત સુધી ઐરાવત ક્ષેત્ર છે, હિમાદ્રિ સુધી ભરતક્ષેત્ર છે. કાલોદધિ, પુષ્કર સમુદ્રથી માંડીને સ્વયંભૂરમણ સુધીના સમુદ્રો ઉદક રસવાળા છે. ૯૮, પ્રથમ સમુદ્ર લવણ રસવાળો છે. એક ક્ષીર રસવાળો છે, બીજો સમુદ્ર વારુણી રસવાળો છે. ત્રીજો સમુદ્ર ધૃતરસવાળો છે. બાકીના ઈક્ષરસવાળા છે આમાં એક પણ સમુદ્ર દધિરસવાળો નથી. ૮૦૦. સ્વયંભૂરમણ સમુદ્રમાં એક હજાર યોજનવાળા, કાલોદધિમાં સાતસો યોજનવાળા અને લવણોદધિમાં પાંચશો યોજનવાળા માછલાઓ હોય છે. ૮૦૧. આ ત્રણ સમુદ્રોમાં ઘણાં માછલાઓ છે. બાકીના અસંખ્યાત સમુદ્રોમાં થોડા જ માછલાઓ છે. ૮૦૨. સમભૂમિથી સાતસો નેવું યોજન ઉપર તારા મંડળ શરૂ થાય છે. આઠસો યોજન ઉપર સૂર્ય, આઠસો એંસી યોજને ચંદ્ર છે. એકસો દશ યોજનમાં આખું જ્યોતિષ ચક્ર સમાય જાય છે. ૪. જંબુદ્વીપમાં બે, લવણ સમુદ્રમાં ચાર, ધાતકીખંડમાં બાર, પ્રથમ કાલોદધિમાં બેતાલીશ, અડધા પુષ્કરવર દ્વીપમાં બોતેર ચંદ્રો છે. સૂર્યની સંખ્યા પણ આ પ્રમાણે જ છે. ૬. મનુષ્યક્ષેત્રમાં એકસો બત્રીશ ચંદ્ર અને એકસો બત્રીશ સૂર્ય છે. ત્યારપછી દરેક દ્વીપ સમુદ્રમાં ક્રમથી વધતા અસંખ્યાતા ચંદ્ર અને સૂર્ય થાય છે. તથા મનુષ્યક્ષેત્રમાં આવેલા ચંદ્ર વગેરે ચર અને બીજામાં સ્થિર છે. ૮. એકેક ચંદ્રના પરિવારમાં અઠયાશી ગ્રહો તથા અઠયાવીશ નક્ષત્રો અને છાસઠ હજાર નવસો પંચોતેર (૬૬૯૭૫) કોટાકોટી તારાઓ છે. ૧૦. વ્યંતર, જ્યોતિષ અને ભવનપતિ દેવો યથાક્રમથી પલ્યોપમ, સાધિક પલ્યોપમ અને સાધિક સાગરોપમના
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy