SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૯ ૨૨૭ વિષયો પર્વત પરથી વહેતી નદીના પૂર સમાન છે. ૫૦. પુત્ર–મિત્ર-પત્ની વગેરેનો યોગ ઉછળતા મોજા સમાન છે. જીવોનું રૂપ શરદઋતુના વાદળ સમાન છે. ૫૧. યૌવન વનના હાથીના કાનની જેમ અસ્થિર છે. જીવિત સ્ત્રીના કટાક્ષના વિક્ષેપ જેવું ચંચળ છે. પર. બુદ્ધિમાન સદા બંધના એક કારણભૂત મમત્વની શાંતિ માટે ચિત્તમાં અસ્થિરતાની ભાવના ચિંતવે. ૫૩. જો દેવો અને દાનવો મૃત્યુના વિષયને પામે છે અર્થાત્ મરણ પામે છે ત્યારે ભવાંતરમાં જતા જીવને કોણ શરણ બને ? ૫૪. કર્મ વડે યમરાજ પાસે લઈ જવાતા આ જીવને માતા કયાંય શરણ થતી નથી, પિતા શરણ થતા નથી. બહેન શરણ થતી નથી. ભાઈશરણ થતો નથી. સ્વજન શરણ થતો નથી. જન કે સ્વજન શરણ થતો નથી. મિત્ર કે પત્ની શરણ થતી નથી. ૫૬. આયુષ્ય ક્ષય થયે છતે આ જીવોને મંત્રો બચાવી શકતા નથી. મણિઓ બચાવી શકતા નથી. તંત્રો બચાવી શકતા નથી, ઔષધો બચાવી શકતા નથી, માન્યતાઓ બચાવી શકતી નથી, ગ્રહપૂજનો બચાવી શકતા નથી. રક્ષા વિધાનો કોઈ કામ લાગતા નથી. એ આ પ્રમાણે સકળ લોક શરણથી રહિત બને છતે જિનેશ્વરો બતાવેલ ધર્મ એક જ શરણ બને છે. ૫૯ રાજા, રંક, બ્રાહ્મણ, ચાંડાલ, સુખી, દુ:ખી સુધીર બુદ્ધિ, દુર્ભાગ, સુભગ, રૂપવાન, રૂપહીન, સ્વામી, સેવક ધનવાન, નિર્ધન, દુર્જન, સ્વજન, દેવ, કૃમિ જે કોઈ હોય તે સંસારી પોતાના કર્મથી આ પ્રમાણે આ સંસારમાં ભમે છે. ૧. હંમેશા કુવાદિની જેમ અહીં તહીં ભમતો જીવ કઈ કઈ જાતિમાં ઉત્પન્ન નથી થયો અને કઈ કઈ જાતિમાં મર્યો નથી ? કેશના અગ્રભાગ જેટલો આકાશનો કોઈ ભાગ બાકી નથી રહ્યો જ્યાં જીવ જન્મ મરણોથી સ્પર્ધો ન હોય ? ૬૩. આ જીવ ભવાંતરમાંથી એકલો જ આવે છે, અહો ! એકલો જ અંધકાર અને દુઃખથી ભરેલા ગર્ભમાં વસે છે ! ૬૪. જીવ એકલો ઉત્પન્ન થાય છે, જીવ એકલો કર્માનુસાર આગળના ભવમાં જાય છે. ૬૫. પેટભરાની જેમ જીવ એકલો જ સુખ ભોગવે છે. જીવ એકલો જ સ્વયં ઉપાર્જન કરેલા દુઃખને ભોગવે છે. ૬ ૬. જીવ એકલો અનેક પાપો કરીને ધન ઉપાર્જન કરે છે. કાગડાની જેમ સ્વજનો ભેગા થઈને તેના ધનને ભોગવે છે. ૬૭. જીવ એકલો જ સર્વથી ભરેલ ઘોર અંધકારવાળા નરકોમાં ઘણી વેદનાઓ સહન કરે છે. ૬૮ ભાઈ, મિત્ર, વિભવ અને શરીરથી પણ આ આત્મા ભિન્ન જ છે કેમકે આ બધાથી આત્માનું લક્ષણ જુદું જ છે. ૬૯. જે જીવ કાયાદિથી પોતાને ભિન્ન ઓળખે છે તે સન્મતિ ધનપુત્રાદિના વિનાશમાં પણ વિષાદને અનુભવતો નથી. ૭૦. શુક્ર, મજ્જા, અસ્થિ, મેદ, માંસ, ૨સ અને લોહીનું સ્થાન કાયામાં પવિત્રતા કયાંથી હોય ? ૭૧. નવ દ્વારોથી દુર્ગંધ, બીભત્સ, અને મળને ઝરાવનારી કાયામાં પણ પવિત્રતતાની બુદ્ધિ કરવી તે મહામોહનો વિલાસ છે. ૭ર. શાલિ વગેરે ધાન્યોનો ઘણો પ્રસરતો ગંધ દૂર પણ રહેલા લોકને અત્યંત મોહ પમાડે છે. તે ઔદારિક શરીરના સંપર્કથી વિનાશિત કરાયેલ લોકના નાકને બંધ કરાવે છે. ૭૪. જેમ ધોવાતો કોલસો કાળાશને ધારણ કરે છે તેમ રોજ સ્નાન કરાવાતું શરીર મળને જ છોડે છે. ૭૫. જીવમાં કર્મનો સંચય કરાવે છે તે આસવ કહેવાયેલ છે. પ્રાણાતિપાતના ભેદથી તે સત્તર પ્રકારનો છે. ૭૬. પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ, શ્રવણ-ચક્ષુ ઘ્રાણ-જિહ્વા અને સ્પર્શ એ પાંચ ઈન્દ્રિયો તથા ક્રોધ–માન—માયા– લોભ ચાર કષાય, મન–વચન અને કાય એમ ત્રણ દંડ એમ સત્તર પ્રકારનો આસ્રવ છે. ૭૮. મોહથી, વિહ્વળ થયેલા જીવો આ નહીં રોધ કરાયેલ આસ્રવોથી પાપનો સંચય કરે છે. ૭૯. સંપૂર્ણ આસ્રવદારનો નિરોધ સંવર કહેવાયેલ છે. જેટલા આસવના ભેદ છે તેટલા જ સંવરના ભેદો છે. ૮૦. જેટલા રોગો છે
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy