SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૨૨૬ સર્વવિરતિ. ૨૩. તેમાં દેશવિરતિ અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રતના પાલનથી થાય છે. સર્વવિરતિ અહિંસાદિ મહાવ્રતના પાલનથી પાંચ પ્રકારે છે. ૨૪. મનવચન-કાયાથી, કરવું–કરાવવું અને અનુમોદનાના ભેદથી જીવવધથી વિરામ પામવું તે અહિંસાવ્રત છે. ૨૫. મનગુપ્તિ, આદાન-ઈર્યા અને એષણા એ ત્રણ સમિતિ, દષ્ટ–અન્નપાનનું ગ્રહણ એ પ્રથમ અહિંસા મહાવ્રતની ભાવના છે. ૨૬. અનવદ્ય હિતકારી અને પ્રિય સત્યવચન બોલવું તે મૃષાવાદ વિરતિ નામનું બીજું મહાવ્રત છે. ૨૭. ભય-લોભ-હાસ્યના પચ્ચખાણથી સતત વિચારણા કરીને સત્સાધુ હંમેશા આ વ્રતની ભાવના ભાવે, પારકી નહીં આપેલી વસ્તુનું ગ્રહણ કરવું તે અદત્તાદાન વિરમણ વ્રત છે. ૨૮. સારી રીતે વિચારીને અવગ્રહની યાચના કરે, ફરી ફરી પણ યાચના કરે, આટલા માનવાળો આટલા અવગ્રહનો સંગ્રહ કરવો. પૂર્વે સાધર્મિક રહેલા હોય તેની પાસેથી તેવા અવગ્રહની યાચના કરવી. ગુરુ વગેરેએ રજા આપેલ ભક્તપાનાદિનું ભોજન કરવું. ૩૧. મન-વચન-કાયાથી, કરવું–કરાવવું–અનુમોદવું એમ ત્રિવિધ–ત્રિવિધ વૈક્રિય અને ઔદારિક કામનો ત્યાગ કરવો તે અઢાર પ્રકારે બ્રહ્મચર્યવ્રત છે. ૩૨. નપુંસક–સ્ત્રી અને પશુવાળા સ્થાનનો ત્યાગ કરવો, સ્ત્રીના આસનનો ત્યાગ, ભિત્તિ અંતરનો ત્યાગ, સ્ત્રી સંબંધિ કથાનો ત્યાગ, પૂર્વે અનુભવેલી ક્રીડાની સ્મૃતિનો ત્યાગ, સ્નિગ્ધ તેમજ અતિમાત્ર ભોજનનો ત્યાગ આ નવ બ્રહ્મચર્યવ્રતની ભાવના છે. ૩૪. સર્વ વસ્તુ ઉપરની મૂછનો જે ત્યાગ કરાય છે તે પરિગ્રહ વિરતિ નામનું પાંચમું વ્રત છે. ૩૫. ઉત્તમ મુનિ શુભ-રૂપ-ગંધરસ અને સ્પર્શ ઉપર રાગ અને અશુભ રૂપ-ગંધરસ અને સ્પર્શ ઉપર દ્વેષનો ત્યાગ કરવારૂપ આ વ્રતની ભાવના ભાવે. ૩૬. પાંચ ભાવનાઓથી યુક્ત પાંચ મહાવ્રતો કહ્યા. છઠ્ઠ રાત્રિભોજન વિરમણ વ્રત છે. ૩૭. બે પ્રકારના શીલના પ્રભાવથી જીવો મોક્ષમાં ગયા છે, જશે અને જાય છે. ૩૮. અત્યંત કુર ચિલાતી પત્ર વગેરે જીવો પણ આ શીલના માહભ્યથી પરમ અભ્યદય લક્ષ્મીના સ્થાનને પામ્યા છે. અર્થાત્ મોક્ષમાં ગયા છે. ૩૯. જો તમે લીલાપૂર્વકના મનોહર, ચૂલા ફરકતા મોક્ષપદની વાંછા કરો છો તો વિસ્તૃત નિર્મળ શીલમાં સંકલ્પ અને વિકલ્પને છોડીને રહો. ૪૦. તપ ધર્મ ધાતુની જેમ જીવોના કર્મોને તપાવે છે તે તપ કહેવાય છે. તે બાહ્ય અને અત્યંતરના ભેદથી બે પ્રકારનું છે. ૪૧. તેમાં પ્રથમ બાહ્ય તપ અનશન, ઊણોદરી, રસત્યાગ, વૃત્તિસંક્ષેપ, કાયક્લેશ, સલીનતા એમ છ પ્રકારે છે. ૪૨. અત્યંતર તપ પ્રાયશ્ચિત, વૈચાવૃત્ય, સ્વાધ્યાય, વિનય, શુભધ્યાન અને કાઉસ્સગ એમ છ પ્રકારે છે. ૪૩. દઢપ્રહારીની જેમ જેણે ઘણાં પાપો કર્યા છે એવો જીવ તપથી કર્મને હણીને તે જ ભવમાં સિદ્ધ થાય છે. ૪૪. અહો ! જેનાથી નિકાચિત કર્મનો ક્ષય થાય છે તે તપમાં યથાશક્તિ અત્યંત ઉદ્યમ કરો. ૪૫. ભાવધર્મ અહો ! ચોથા ભાવધર્મમાં બાર પ્રકારની ભાવના છે. અનિયત્વ, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશૌચ, આશ્રવ, સંવર લોક સ્વરૂપ, નિર્જરા, બોધિ અને ધર્મના ઉપદેશકની દુર્લભતા એમ બાર ભાવના છે. ૪૭. જે સવારે છે તે બપોરે નથી, જે બપોરે છે તે રાત્રે નથી, જે રાત્રે છે તે સવારે નથી. એમ વસ્તુમાં અનિત્યતા છે. ૪૮. સકલ પણ લક્ષ્મી ચંચળની જેમ ચલાચલ છે. કમળની પાંદડીના કિનારે લાગેલ પાણીની જેમ પ્રેમ નશ્વર છે. ૪૯. સર્વે વિભ્રમો નક્કીથી સંધ્યાના રાગ સમાન છે, બધા
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy