SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૩ સર્ગ-૧૨ જર્જરિત કરે તેમ મર્મ સ્થાનને પામીને છઠ્ઠ, અટ્ટમ, ચાર-પાંચ ઉપવાસ કરીને જર્જરિત કરી. ૮૬. જો ક્યારેક અનશન ભટ કૃપાથી એને છોડી દે છે ત્યારે વૃત્તિ સંક્ષેપ અને રસત્યાગ બે સગાભાઈ આ આપણી વૈરીણી છે એમ જાણીને તેની કદર્થના કરે છે. કોપને પામેલા જીવો આ સ્ત્રી કે પુરુષ એમ ગણકારતા નથી. ૮૮. અર્થાત્ આ સ્ત્રી છે માટે એની સામે ન લડાય એમ વિચારતા નથી. ફરી પણ વિશ્વને ઠગવાની રસનાની ચાલને (વૃત્તિને) યાદ કરીને તેને ભોજન આપવાનું બંધ કર્યું. કારણ કે દુષ્ટને શિક્ષા કરવી ઉચિત છે. ૮૯. આને (રસનાને) કૃશ થયેલી જોઈને કરુણાને પામેલા અનશને ફરી અરસ, વિરસ, રૂક્ષ, તુચ્છ કંઈક ભોજન અર્પણ કરાવ્યું. ૯૦. પુરિમઢ, નમસ્કાર સહિત પોરિસી વગેરે યમોથી તથા આયંબિલ, એકાસણું નિવિ વગેરેથી તેનું કંઈક પોષણ કર્યું. ૯૧. ફરી ચોથભક્ત વગેરેથી તેને અવિશ્વાસથી કૃશ કરી. અહીં શત્રુનો કોણ વિશ્વાસ કરે? ૯૨. ભયભીત ચક્ષુ-શ્રોત– ઘાણ ભટોએ હૃદયમાં વિચાર્યુઃ જગતમાં બે મલ્લ સ્પર્શન અને રસનાને જીતી લીધા છે તો આપણે કોણ? તેથી ખરેખર આપણે અનશન અને નોદર્યની સાથે યુદ્ધ કરીશું તો આપણી પણ આવી ગતિ થશે. ૯૪. જ્યાં ચટપટ કરતી ચામુંડા યક્ષિણીને ભક્ષણ કરી જાય છે તો આપણે વરાકડા ભટારકો શું કરી શકીશું? ૯૫. શત્રુના હાથમાં સપડાયેલા આપણા બધાની વાત મકરધ્વજને કોણ પહોંચાડશે? ૯૬. તેથી આપણે છુપાઈને રહીએ. જ્યારે છળ મળશે ત્યારે ગુપ્તિમાંથી ભાઈઓને છોડાવીને કામદેવની પાસે લઈ જશું. ૯૭. બે ભાઈઓને લીધા વિના આપણાથી કેવી રીતે મોઢું બતાવાય? એમ વિચારીને તેઓ ત્યાં જ ક્યાંય પણ ચોરની જેમ છુપાઈને રહ્યા. ૯૮. અનશન વગેરે અને રાગ-દ્વેષ નિગ્રહ નામના બે ઉત્તમ પહેરેગીરો સ્પર્શન અને રસનાને કારાગૃહમાં નાખીને અને તે બેનું ધ્યાન રાખવા ધર્મ જાગરિકાને મૂકીને સંવરની પાસે ગયા. કારણ કે સેવકો સ્વામીના ચરણ પાસે રહેનારા હોય છે. ૫00. સ્પર્શન અને રસનાને કારાગૃહમાંથી છોડાવવાના ઉપાયને વિચારતા ઘાણ વગેરેનો કેટલોક કાળ બિલવાસીની જેમ ગયો. ૫0૧. ત્યાં ઘાણ વગેરેએ જાણે જંગમ રાત્રી ન હોય એવી કાળી, આંખોને પટપટાવતી આંખવાળી ભમતી કોઈક સ્ત્રીને જોઈ. ૫૦૨. અહો! લાંબા સમય પછી કલ્યાણિની એવી નિદ્રા બહેન જોવાઈ છે એટલે જેમ શિયાળ બોરડી પાસે જાય તેમ હર્ષિત થયેલા તેઓ તેની પાસે ગયા. ૩. હે બહેન! તને જુહાર જુહાર ! એમ બોલીને નમસ્કાર કર્યો. રાજાને પણ બહેન વંદનીય છે. ૪. તમે સતત અક્ષત અજરામર રહો એમ બોલતી નિદ્રાએ વસ્ત્રના છેડાથી તેઓનું ચૂંછણું ઉતાર્યું. ૫. તમારું મોઢું કેમ પડી ગયું છે? એમ પુછાયેલા તેઓએ કહ્યું : અભાગ્યા અમને તારે કંઈ ન પૂછવું. ૬. તેણીએ કહ્યું : સૌભાગ્યની લક્ષ્મી એવી માતા સમાન મને તમારે પોતાનું દુઃખ કહેવું. કેમકે હું દુઃખીઓને સુખ આપનારી છું. ૭. આ લોકોએ નિઃશ્વાસ નાખીને પોતાના દુઃખનું કારણ સ્પર્શન અને રસનાનું કારાગૃહમાં પૂરાવા સુધીના વૃત્તાંત જલદીથી જણાવ્યો. ૮. અમે પૂર્વે પ્રમાદ નામના ઉત્તમ ચરને ત્યાં મોકલ્યો છે. તેણે સમ્યગુ જાણીને તેનું (સ્પર્શન અને રસનાનું) સ્વરૂપ અમને ક્શાવ્યું છે. ૯. હે સ્વામીઓ! હું કહેવાથી ત્યાં ગયો હતો. અમે ત્યાં એક સ્ત્રી અને પહેરેગીરોને જોયા. ૧૦. ધર્મજાગરિકા સ્ત્રી અને બીજા બે રાગ-દ્વેષ નિગ્રહની પરસ્પર થતી વાતો સાંભળી તેઓના નામો જામ્યા છે. ૧૧. વાત ભૂતાની (વાતુડી) જેમ તે સ્ત્રી બોલવામાં થાકતી જ નથી. તે બેને નિમેષ માત્ર પણ ઊંઘ કરવા દેતી નથી. ૧૨. આની અપ્રમતાથી બીજા પણ પ્રમત્ત થયા છે. આવી પરિસ્થિતિમાં તમારા બે ભાઈઓ કારાગૃહમાંથી છુટકારો થવો દુઃશક્ય છે. ૧૩. જો કોઈપણ રીતે ધર્મજાગરિકા ઠગાય તો તે બેને ઠગી શકાય નહીંતર નહીં કેમકે સ્ત્રી ધૂર્ત છે અને
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy