SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૩૦૪ પુરુષ જડ છે. તેથી ધર્મજાગરિકાની ઠગાઈ થાય તો તે બે ગુપ્તિમાંથી બહાર નીકળશે. નહીંતર અંદર પડેલા જ સળી જશે. ૧૫. પ્રમાદે અમને જે કહ્યું છે તે અમે તમને જણાવ્યું. તારી કૃપારૂપી વહાણથી અમે વિપત્તિરૂપી નદીને તરી જશું. ૧૬. દયાÁહૃદયા નિદ્રાએ કહ્યું : અરે ! તમે ખેદ ન પામો બાળની જેમ ધર્મજાગરિકા પાપિણીને હું ઠગીશ. ૧૭. શૂળી ઉપર વધાયેલ લોકને પણ જે સુખ આપે છે એવી તું ચિંતા કરનારી હોય ત્યારે અમારે કોઈ કષ્ટ નથી. ૧૮. આ પ્રમાણે તેઓ વડે કહેવાયેલી પ્રમાદ કે છળથી સહિત નિદ્રા જલદીથી અદશ્ય બનીને ધર્મજાગરિકાની પાસે ગઈ. ૧૯. સ્વભાવથી વૈરિણી હોવા છતાં તેના પગમાં પડી પાસે જઈને નિદ્રા એમને મળી. અથવા અક્ષત્રિઓ ધૃષ્ટ હોય છે. ૨૦. નિદ્રાએ કહ્યું ઃ હે દેવી! તારી દાસીની દાસી છું. તારા બેચરણ જ્યાં રહેલા છે તે ભૂમિ પણ પૂજાય છે. ૨૧. અરે સ્વામિની! આજે લાંબા સમય પછી ભાગ્યથી તારા દર્શન થયા. ચિંતામણિનું દર્શન લોકને આનંદ આપનારું થાય છે. ૨૨. આ પ્રમાણે તેના (નિદ્રાના) ઠગાઈભર્યા વચનોથી પીગળી ગયેલી ધર્મજાગરિકાએ તેને પોતાની ભક્તા માની. સજ્જન અલ્પ પરિચયથી જ વિશ્વાસુ બને છે. ૨૩. નિદ્રાએ ફરી કહ્યું : હે માત! તારી બે આંખમાં બિમારી લાગે છે તે શું કારાગૃહમાં પૂરાયેલ બે પાપી પુરુષોની રક્ષા માટે જાગવાથી થયું છે. ૨૪. હા તારી વાત સાચી છે એમ ધર્મજાગરિકાએ જવાબ આપ્યો. હે સ્વામિની ! તારી બિમારીને દૂર કરવા આ વિમલાંજનનું અંજન લગાવ. એમ કહી મોહનાંજન આપ્યું. ૨૫. એટલામાં તેણીએ મોહનું આંજન આંજયું કે તુરત જ પોતાના વશમાં રહેલદાસની જેમ ધર્મજાગરિકા ઊંઘમાં પડી. ૨૬. ધર્મજાગરિકાને ઊંઘ ચડી એટલે તુરત જ રાગ-દ્વેષ નિગ્રહ લાંબા પડ્યા. કાણું પડે એટલે ઘણાં અનર્થો થાય છે. ૨૭. છળ અને પ્રમાદ આવીને ક્ષણથી સ્પર્શન અને રસનાના બંધનોને જેમ વૈદ્ય રોગીઓના રસોને તોડે તેમ તોડી નાખ્યા. ઘાણ વગેરેએ આવીને સ્પર્શન અને રસનાને સ્વયં ડોળીમાં નાખીને પોતાના મંદિરે લઈ ગયા. ર૯. લંઘન વગેરેથી બળાયેલ સ્પર્શન અને રસનાને પૂર્વ બાંધવો પુષ્ટિ કરવા લાગ્યા. કારણ કે ભાઈઓને જ ભાઈની ચિંતા થાય છે. ૩૦. પડી ગયેલ મોઢાવાળા તેઓ જઈને મકરધ્વજને પ્રણામ કરીને પોતાની પરાભૂતિ (પરાજયને) કહી. કેમકે દુઃખ હંમેશા સ્વામીને જણાવાય છે. ૩૧. મકરધ્વજ રાજા અગ્નિની જેમ સળગી ઉઠ્યો. અહો! આ સંવર કેવો દુષ્ટ નીકળ્યો? જેણે પોતાના સેવકો પાસે આ લોકોને આવું દુઃખ અપાવ્યું. ૩૨. અહો ! આ સંવર કેવો મૂર્ખ છે જે જવાળાના સમૂહથી ભયંકર દાવાનળને ભજાઓથી આલિંગન કરવા ઈચ્છે છે? ૩૩. ઉન્મત્ત હાથીના બે કુંભ તટને ભેદનાર સૂતેલા સિંહને જગાડવાને ઈચ્છે છે? ૩૪. ગવલ, મેઘ અને ભ્રમર જેવા સાપના માથાને બે હાથથી ખંજવાડવાને ઈચ્છે છે. ૩૫. જે વિશ્વમલ્લ એવા મારી સાથે યુદ્ધ કરવા ઈચ્છે છે તે આ પાપીના દુર્મદને આજે તુરત જ ખાંડી નાખું છું. ૩૬. અને મોટેથી કહ્યુંઃ અરે ભટો! ભેરીને એવી રીતે વગડાવો જેથી સૈનિક જલદીથી તૈયાર થાય અને સંવર ઉપર આક્રમણ કરાય. ૩૭. પછી ભેરી તાડન કરાયે છતે મિથ્યાત્વ નામનો પ્રધાન અને સોળ મંડલાધીશ કષાયો તૈયાર થયા. ૩૮. મહાવતોએ સુદારૂણ નાગ જેવા કૃપણતા વગેરે હાથીઓને તૈયાર કર્યા. અને ઘોડેશ્વારોએ વેરીઓને દુઃખ આપનાર પાન–ભક્ષ વગેરે અશ્વોને તૈયાર કર્યા. ૩૯. રથિકોએ નિત્યત્વ વાસના પૃથ ઉન્નત રથશ્રેણી તૈયાર કરી. ૪૦. આશ્રયદ્વાર વગેરે પદાતિઓ હાથમાં ખડ્ઝ લઈને તૈયાર થયા. અકાલપાઠ વગેરે ધનુર્ધારીઓ લડાઈ માટે તૈયાર થયા. ૪૧. આ પ્રમાણે સર્વે પણ લશ્કરની સામગ્રીથી પરિવરેલો, ગર્વથી સમુદ્રની જેમ ગાજતો કામદેવ ચાલ્યો. ૪૨. મકરધ્વજ ચાલે છતે, પાપોદય સેનાની આગળ ચાલ્યો
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy