SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૧૩૮ બંનેએ કહ્યું હે મુનિ ! હાવ-ભાવ-હાથ-પગ-આંગળીના ન્યાસપૂર્વક નૃત્યને જાણો છો કે નહિ? આ અને આના સિવાય બીજું કંઈ ભણ્યા છો? ૪૯. મુનિએ કહ્યું તમે વાજિંત્ર વગાડો જેથી હું સારી રીતે નૃત્ય કરી શકું કેમકે વાદન વિના સારી રીતે નૃત્ય થઈ શકે નહીં. ૫૦. બંને કુમરોએ વાદન શરૂ કર્યુ ત્યારે ભૂમિ ઉપર પાત્રાને મૂકીને મુનિ મનોહર નૃત્ય કરવા લાગ્યા. આથી જ સકલ કલા શિખવા યોગ્ય છે. ૫૧. મુનિ જલદીથી ઉત્તમ પ્રકારનું નૃત્ય કરવા લાગ્યા. અભિનયની સાથે તાલ નહીં મિલાવતા તે બંનેએ જેમ બઠર પાઠક સંસ્કૃતના પાઠનો ભંગ કરે તેમ નૃત્યના તાલનો ભંગ કર્યો. પર. મુનિ પુંગવે કહ્યું : હે પામર બાલીશો! હું હમણાં નૃત્ય કરી રહ્યો છું તમે મનોહર તાલ પૂરાવતા નથી. ૫૩. મુનિનું વચન સાંભળીને ક્રોધના વેગને વશ થયેલા તે બંને વેળાનું ઉલ્લંઘન કરીને મુનિને મારવા તૈયાર થયા. મૂર્ખાઓને કલા ન આવડે ત્યારે કલહ નામની કલાને ફોરવે છે. ૫૪. કલા જાણનારા મુનિએ ક્ષણથી લુચ્ચાના સરદાર તે બેને કઠોર રીતે માર્યા. ગંધહસ્તીની આગળ બીજા હાથીઓ કેટલીકવાર ક્રિીડા કરી શકે ? ૫૫. મલ્લની જેમ મુનિએ બંનેના સાંધાને ઉતારી નાખ્યા અને ત્યાંથી નીકળી જઈને કયાંક ઉદ્યાનમાં ચાલ્યા ગયા. દંડપાત્ર લાતોના દેવ વાતોથી માનતા નથી. ૫૬. જડાઈ ગયેલની જેમ અકડ થયેલા જાણીને પરિવારે તરત રાજા પાસે આવીને જણાવ્યું કોઈ મુનિએ આજે કુમારોની દુર્દશા કરી છે. પ૭. તે સાંભળીને મુનિચંદ્ર રાજાએ જલદીથી વસતિ (ઉપાશ્રય)માં આવીને ગુરુને કહ્યું ઃ ક્યા મુનિએ આવીને બંને કુમારોની આવી દુર્દશા કરી છે? ૫૮. ગુરુએ પોતાના સર્વ સાધુઓને પુછ્યું કે આ રાજાની શું ફરિયાદ છે? સાધુઓએ જવાબ આપ્યો.- હે પ્રભુ! અમે આ વિશે કશું જાણતા નથી. ૫૯. આના ઘરના કારણે બીજા પાડોશીના ઘરે પણ ગોચરી માટે જતા નથી. કોણ જાણી બુઝીને આગમાં પડે? ૬૦. જો બે કુમારોને મુનિ મળે તો તેને પીડા પમાડીને ગોળ મળ્યા જેવો આનંદ થાય છે એમ જાણવું. હે વિભો! દેવ-ગુરુને યાદ કરતો થઈ જાય તેટલી હદ સુધી પીડા કરાય છે. ૬૧. આ લોકોએ આવેલ નૂતન મુનિને છંછેડ્યો હશે આથી તેણે જ નક્કીથી આ બેની દુર્દશા કરી હશે. શું દરેક બિલમાં ગિરોડી જ હોય ! કોઈ બિલમાં સાપણ પણ હોય. ૨. તે સાંભળીને ગુરુએ રાજાને કહ્યું : હે રાજનું! તમે તે મુનિની તપાસ કરો. કારણ કે ભાંગવા સમર્થ હોય તે જ સાંધવા સમર્થ બને. ૬૩. રાજાએ પોતાના માણસો પાસે ત્રણે રસ્તે વગેરે ચારે બાજુ તપાસ કરાવી. શોધ કરીને પુરુષોએ મુનિની ખબર જણાવી. રાજા સ્વયં ઉદ્યાનમાં ગયો. ૪. જેટલામાં રાજાએ ઉદ્યાનની અંદર પ્રવેશ કર્યો તેટલામાં આગમનું પુનરાવર્તન કરતા સાગરચંદ્ર ભાઈ મુનિને જોયા. ૬૫. મોટા આદરથી મુનિને પ્રણામ કરીને રાજા લાથી નીચા મુખવાળો થયો. મુનિને પ્રશ્ન પુછવાને બદલે આ પૃથ્વીને પ્રશ્ન પૂછ્યો- હેદયિતા (પૃથ્વી) હું તને શું પૂછું? ૬૬. ચંદ્રાવતંસક રાજાના પુત્ર મુનિએ કહ્યું ઃ હે રાજનું! જે તું આ બે બાળકો મુનિના પ્રત્યેનીક બની શાસનને ઉપદ્રવ કરે છે તેની કેમ ઉપેક્ષા કરે છે? ૬૭. હે રાજનું! તે પોતાના પિતાની સ્થિતિ (રીતિ) જોઈ છે તેથી શું તને આવું શોભે? રાજારૂપી સિંહના પુત્ર તારે શિયાળપણું પણ ન થયું. અર્થાત્ તું સિંહનો પુત્ર થઈને શિયાળ જેવો પણ ન થયો. ૬૮. અથવા તો અહીં તારો દોષ નથી. સર્વ–લોકો પોતાના પુત્રને ગુણવાન માને છે. વાઘણ પણ પોતાના પુત્રને સૌમ્ય હૃદયવાળો જ માને છે. ૬૯. પરંતુ હાલના કરાયેલા સાધુઓ હાનિને આપે છે અને તાડન કરાયેલા સાધુઓ મરણ પણ આપે આથી તે દુરાત્માઓ છે કેમકે તેઓ આવેલા સાધુઓને હેરાન કરે છે. ૭૦. રાજાએ મુનિના બે પગમાં પડીને કહ્યું હે ક્ષમાનિધિ ! એકવાર તમે મારા અપરાધોને ક્ષમા કરો. ૭૧. બંને કુમારોનું દૂષણ જાણ્યા પછી મેં વારણ ન કર્યું. સંપત્તિથી આંધળા બનેલા અમારા જેવાઓને સારું
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy