SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૬ ૧૩૯ નરસું પારખવાની બુદ્ધિ કયાંથી હોય ? ૭ર. તેથી પોતાના ભાઈ ઉપર અને આ બંને કુમાર ઉપર કૃપા કરીને જલદી સાજા કરો. કારણ કે આ બંને તમારા પુત્રો છે. ૭૩. મુનિપુંગવે કહ્યું : હે રાજન્ ! આ બંને કુમારો દીક્ષા લે તો હું તરત જ સાજા કરું અથવા ગુણકારી કડવું પણ ઔષધ બળાત્કારે પીવડાવાય છે. ૭૪. પહેલા તમે આ બંનેને સાજા કરો તો હું તે બંનેને દીક્ષાગ્રહણનું પૂછી શકું. કેમકે અત્યંત સજ્જડ કરી બેસાડેલા ઢાંકણાવાળા કુતુપમાંથી શું ઘી કયારેય નીકળે ? ૭૫. આવીને સાધુએ જલદીથી અવયવને વાળીને બંનેને સારા મુખવાળા કર્યા. રાજાએ કહ્યું ઃ જો તમે જીવવાની ઈચ્છાવાળા છો તો આ વ્રતને ગ્રહણ કરો. ૭૬. અનિચ્છાએ પણ તેવા પ્રકારના મુનિનું વચન માન્યું. અથવા જીવિતનો અર્થી લોક સુબંધુમિત્રની જેમ દીક્ષા ન લે ? અહો ! જે વાળી દેવાયું છે તે સર્વ ચંચળ છે. પણ આ મહા અદ્ભુત છે કે કુમારના સાંધાઓ ચંચળ હતા તેને મુનિએ વાળીને નિશ્ચલ કર્યા. ૭૮. મુનિએ બંનેનો લોચ કરીને જલદીથી દીક્ષા આપી અને પછી ગ્રહણ અને આસેવન શિક્ષા આપી. અનર્થદંડકારીઓને બળાત્કારે પણ અપાયેલ ધર્મનું કારણ સુંદર પરિણામને પામ્યું. ૭૯. આ મારા કાકાએ મને દીક્ષા આપી છે એમ શુભમનથી રાજપુત્રે દીક્ષાનું સુંદર પાલન કર્યું. જીવોને ધર્મકર્મના વિષયની મમતા પણ નિશ્ચયથી સુંદર ફળવાળી થાય છે. ૮૦. પુરોહિત પુત્રે વિચાર્યું : શુભફળો આપનાર ચારિત્રને મેં પ્રાપ્ત કર્યુ તે સારું થયું પણ આણે મને બળાત્કારે દીક્ષા આપી તે સારું ન થયું. ૮૧. વળી પુરોહિત પુત્રે જાતિમદ પણ કર્યો : હું ઉત્તમ છું. બીજો (રાજપુત્ર) ઉત્તમ નથી. જેમ પક્ષીઓમાં ગરુડની જાતિ ઉત્તમ છે તેમ મનુષ્યમાં બ્રાહ્મણ જાતિ ઉત્તમ છે. ૮૨. બંને પણ વ્રતનું પરિપાલન કરીને ઉત્તમ દેવલોકમાં ગયા. મુનિક્રિયા મોક્ષફળને આપનારી છે. તે સ્વર્ગની ભેટ આપે એમાં કોઈ આશ્ચર્ય નથી. ૮૩. તે બંનેએ પરસ્પર વિચારણા કરી કે આપણા બેમાંથી જે પહેલા ચ્યવે તેને બીજાએ બોધ કરવો અથવા તો સજ્જનોની મૈત્રી ભવિષ્યના ફળમાત્રના ચિંતનવાળી હોય છે. ૮૪. ઃ રાજગૃહ નગરમાં પોતાના કાર્યમાં નિપુણ કોઈક મેદિની નામની સ્ત્રી રહેતી હતી. તેણે માંસ વેચવાનો ધંધો કર્યો. કેમકે પાપીઓની જીવિકા પાપવાળી જ હોય છે. ૮૫. કોઈક ધનવાનની પત્ની સાથે આને ગાઢ મૈત્રી થઈ. તે હંમેશા મેદિની પાસે માંસની ખરીદી કરે છે. ૮ ૬. શેઠાણીએ પતિ સહિત મેદિનીને બોલાવીને પ્રીતિથી પોતાના ઘરની પાસે રહેવા વ્યવસ્થા કરી આપી. ગાઢ પ્રેમમાં વિવશ થયેલા લોકો કોઈ નિંદનીય કાર્યને ગણકારતા નથી. ૮૮. પૂર્વ ભવમાં કરેલી જુગુપ્સાથી પુરોહિતનો પુત્ર મેદિનીના પુત્ર રૂપે ઉત્પન્ન થયો. કાળ પરિપકવ થાય એટલે કર્મ ફળ આપવા માટે જાગૃત થાય છે. ૮૯. શ્રેષ્ઠિની ખરેખર નિંદુ' છે તે તે સમયે તેણે મૃતપુત્રીઓને જન્મ આપ્યો. આ જગતમાં વિધિવડે કોના સર્વ મનોરથો પુરાયા છે ? ૯૦. મેદિનીએ શેઠાણીની પુત્રી લીધી અને તેને પોતાનો પુત્ર આપ્યો. આમ સંતાનોની અદલાબદલી કરી. બુદ્ધિમાનોએ આને જ મૈત્રી કહી છે. કારણ કે મિત્રનું સ્વયં અર્થ સાધન કરી આપે છે. ૯૧. જેમ કોઈ ગરીબ મનુષ્ય કયાંય પણ બીજાના નિધિને મેળવીને ભયથી પોતાના ઘરે લઈ જાય છે તેમ શેઠાણી પણ તેના પુત્રને છુપી રીતે લઈને જલદીથી પોતાના મહેલમાં ચાલી ગઈ. ૯૨. પુત્રજન્મને જાણીને તત્ક્ષણ ઘણાં હર્ષ પામલો તેનો પતિ જેમ મહાવર્ષાથી સિંચાયેલ નીપવૃક્ષ વિકસિત થાય તેમ અતિ પુલકિત થયો. ૯૩. તેણે હૃદયમાં ચિંતવ્યું : મારે ફક્ત પુત્રનો જન્મ નથી થયો. પણ દક્ષિણા સહિતના ભોજનની જેમ મારી પત્ની જીવસ્ર થઈ. ૯૪. ધનવાળા શેઠે પુત્રના જન્મોત્સવમાં મોટું વર્ધાપનક કરાવ્યું. પ્રિય પુત્રનો ૧. નિંદ – જેને મરેલા પુત્રો જન્મે તે સ્ત્રી નિંદુ કહેવાય. ૨. જીવસૢ – જીવતા સંતાનોને જન્મ આપનારી. :
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy