SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૩ ૫૯ લાગ્યા, નાચ્યા, સ્તવના કરવા લાગ્યા, હસ્યા. ૪૫. જેમ શરીરમાં જીવના અસંખ્યાત પ્રદેશો સમાઈ જાય છે તેમ સમવસરણમાં અસંખ્યાત જીવો સમાઈ ગયા. ૪૬. અને આ બાજુ જ્યારે સ્વામી પધાર્યા ત્યારે ઉદ્યાન પાલકે આવીને હર્ષથી શ્રેણિક રાજાને વધામણી આપી. ૪૭. જે દેશમાં પ્રભુ વિચરે છે તે દેશમાં પૂર્વે ઉત્પન્ન થયેલા રોગો શાંત થઈ જાય છે. ભાવ રોગ પણ જો નાશ પામે છે તો બાહ્ય રોગની શું વાત કરવી? ૪૮. સર્વ લોકને જીતનાર છ–ભાવ શત્રુવર્ગ જિતાયેલ જોઈને જાણે ભેય ન પામેલા હોય તેમ છે ઈતિઓ પણ નાશ પામે છે. ૪૯. જેમ વાઘ હોતે છતે બકરાનો સમૂહ ઊભો રહેતો નથી તેમ વૈર સમવસરણમાં પગલું ભરતો નથી. જેમ લડાઈના મેદાનમાંથી કાયરો પલાયન થઈ જાય છે તેમ મારિઓ પલાયન થઈ જાય છે. ૫૦. સૂર્યનો ઉદય થાય ત્યારે ઠંડી અને અંધકાર ક્યાં પલાયન થઈ જાય તેની ખબર પડતી નથી તેમ દુકાળ અને ડમર ક્યાં પલાયન થઈ ગયા તેનો પત્તો નથી. પ૧. પાંચેય પણ ઈન્દ્રિયોના વિષયો તે જ વીતરાગના પ્રલોભન માટે નક્કીથી અનુકૂળ (મનોહર) થાય છે. પર. અને બીજું ભગવાનને જોવા માટે સર્વે પણ ઋતુઓ સમકાળે પ્રભુના ઉદ્યાનમાં પ્રગટ થઈ. ૫૩. તે આ પ્રમાણે-મૃદુ પવનની લહેરીથી આંબાની ડાળીઓ જાણે નૃત્ય ન કરતી હોય! અને તે જ કારણથી કોકિલોએ વસંતઋતુરાજનું આગમન ગાયું. ૫૪. હે સ્વામિન્ ! અનેક ખીલતા કદમ્બવૃક્ષની રેણુઓથી કિરણોને કોમળ કરતી ગ્રીષ્મ લક્ષ્મી આવી. ૫૫. કરવત જેવા કાંટાઓ ધરાવતી કેતકીઓથી વિયોગીના હૃદયને સારી રીતે વધતી વર્ષાલક્ષ્મી વિલાસ પામી. ૫૬. વિકસ્વર નવા ઉત્તમ કમળોથી પ્રભુનું પૂજન કરીને શરદઋતુ પોતાને કૃતકૃત્ય બનાવશે. ૫૭. હે સ્વામિન્ ! હેમંતઋતુ રૂપી પ્રેમી નખ જેવા તીક્ષણ મચકુંદના કુંપળિયાઓથી જાણે દિશારૂપી સ્ત્રીના શ્રેષ્ઠ સ્તન ઉપર ક્ષત આપવાને ઈચ્છે છે. ૫૮. પાસે પાસે (ક્રમમાં) રહેલી બે ઋતુઓના ફુલો મચકુંદ અને સિંદૂરવાર શિશિરમાં પણ થયા અથવા તો શિશિર ઋતુને પોતાનું જગત હોય છે.૫૯. જેના નામના શ્રવણથી તમને પરમ ઉત્સવ જેવો આનંદ થાય એવા આ શ્રીમાન મહાવીર પરમાત્મા સિદ્ધાર્થ રાજાના પુત્ર ત્રિશલાદેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયેલા હમણાં ગુણશીલ ચૈત્યમાં સમોવસર્યા છે. તેથી હે સ્વામિનું ! તમો હમણાં તેમના આગમનની વધામણીથી સારી રીતે વધાવાવ છો. ૬૧. જેમ વસંતઋતુમાં આંબાનું વૃક્ષ મંજરીઓના ગુચ્છાથી લચી પડે તેમ વધામણીને સાંભળીને શ્રેણિક રાજા સર્વાગે રોમાંચથી પુલકિત થયો. દ૨. રાજાએ તેને પ્રીતિથી ઘણું પારિતોષિક દાન આપ્યું. જિનેશ્વરના સમાચાર આપનારને કદાચ રાજ્યનું દાન કરી દેવામાં આવે તો પણ થોડું ગણાય. ૬૩. રાજાએ તુરત જ જિનેશ્વરને વંદન કરવા જવા માટે સામગ્રી તૈયાર કરાવી. પૃથ્વી ઉપર આવેલ કલ્પવૃક્ષને જોવા કોણ ઉત્કંઠિત ન થાય? ૬૪. નિયુક્ત પુરુષોએ તત્ક્ષણ હાથી-ઘોડા-રથ વગેરે તૈયાર કર્યા. રાજાના વચનથી સકલ વસ્તુની સિદ્ધિ થાય છે. ૬૫. પછી સેચનક હાથી ઉપર આરૂઢ થયેલ જેના મસ્તક ઉપર છત્ર ધરવામાં આવ્યું છે, અપ્સરા સમાન સ્ત્રીઓથી વીંઝાઈ રહ્યા છે. આગળ સામાન્ય જનની સાથે મળીને બંદિજનોનો સમૂહ સ્પષ્ટપણે રાજાજ્ઞાનો નારો બોલાવી રહ્યા છે. જેની આગળ સુંદર હાવભાવપૂર્વક પણાંગના વર્ગ સુંદર નૃત્ય કરી રહ્યો છે. ભેરીના ભાંકારના સમૂહના ભંગોથી આકાશ બધિરિત કરાયું છે. હાથી ઉપર બેઠેલા અને શ્રેષ્ઠ મોરપીંછાના આતપત્રો જેના ઉપર ધારણ કરાયા છે એવો તેમજ અભયકુમાર વગેરેથી પરિવરેલ, ઘોડા અને રથો ઉપર આરૂઢ થયેલ મહાસામંતોથી વીંટળાયેલ, ઈન્દ્રાણીઓને ટપી જાય તેવી શુદ્ધ અંતઃપુરની રમણીઓથી જાણે સાક્ષાતુ ઈન્દ્ર નહોય એવા શ્રેણિક રાજા ભગવાનને વંદન કરવા ચાલ્યા.
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy