SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૧૧ ૨૬૩ જેટલા બાણો હતા તે બધા ખેદ પામ્યા વગર મેં તારી ઉપર ફેંક્યા તો પણ તું વીંધાયો નહીં. કહેવાનો ભાવ એ છે કે તને સમજાવવા મેં બધા પ્રયત્નો કર્યા પણ તું સમજ્યો નહીં અને બળી મર્યો. ૯૯. તારી અજ્ઞાનભરી ચેષ્ટાથી હું નિર્વેદ પામ્યો. જૈન દીક્ષાનું પાલન કરી હું બારમા દેવલોકમાં દેવ થયો. વ્રત મુક્તિ આપવામાં પણ સમર્થ છે. ૪૦૦. તેને સાંભળીને જાણે સર્વસ્વ હરાઈ ગયું હોય તેની જેમ ખેદ પામ્યો. અહો ! મેં પરમમિત્રનું વચન અવગણ્ય! ૪૦૧. જેમ ધનુર્ધારી દોરી તૂટે અને યુદ્ધમાં બે હાથ ઘસતો રહે તેમ અધમ એવા મેં કુદેવત્વને પ્રાપ્ત કર્યું. ૨. નાગિલ દેવે કહ્યું : હમણાં તું ખેદ ન કર. અથવા ચાલી ગયેલી તિથિને બ્રાહ્મણ પણ વાંચતો નથી. ૩. ગૃહસ્થની ચિત્રશાળામાં કાઉગ માટે આવેલા ભાવસાધુ મહાવીર સ્વામીની પ્રતિમાને ભરાવ. ૪. પ્રતિમા ભરાવે છતે તને ભવાંતરમાં બોધિ રત્ન સુલભ થશે. કારણ કે બોધિ રત્ન જ દુર્લભ છે. ૫. જે ભવ્ય જીવ અત્યંત હર્ષથી જિનબિંબોને ભરાવે છે તેના હાથમાં નક્કીથી સ્વર્ગ અને અપવર્ગના સુખો રહેલા છે. દ. જે આત્મા ભાવથી ત્રિકાળ જિનબિંબની પૂજા કરે છે તે દૌભાગ્યું અને દારિદ્રરૂપી પર્વતના શિખર ઉપર વજ ફેંકે છે. ૭. તે નક્કીથી કુયોનિમાં થતા જન્મને જલાંજલિ આપે છે. બાકીનું જે કાંઈ અશુભ છે તે તેનાથી દૂર ને દૂર ભાગે છે. જેમ વિનયી પુત્ર પિતાની આજ્ઞા માને તેમ પ્રમોદના ભરથી ઉછળતા તેણે (વિદ્યુમ્ભાળી દેવે) તેની આજ્ઞાને સ્વીકારી. ૯. નંદીશ્વરની યાત્રા કરીને પોતાને કૃતાર્થ માનતો પોતાના પુણ્યકર્મોની સાથે પાછો ફર્યો. ૧૦. ઉત્તમ આશાના પૂરથી પૂરાયેલ મનવાળા આણે ગૃહસ્થપર્યાયમાં ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં પ્રતિમાથી મુક્ત રહેલા અમને જોયા. ૧૧. મહાહિમવન પર્વત ઉપર જઈને, ગોશીષચંદનને લાવીને યથાદષ્ટ (જે રીતે અમને જોયા તેવી જ રીતે) અમારી મૂર્તિ અલંકાર સહિત કરી. ૧૨. પછી તેણે પદ્મકોશની જેમ ક્ષણથી ઉત્તમ ચંદનના કાષ્ઠની બનાવેલી પેટીમાં પ્રતિમાને સ્થાપના કરી. ૧૩. અને આ બાજ લવણ સમુદ્રની મધ્યમાં હાલક-ડોલક થતા કોઈક વહાણને છ મહિના થઈ ગયા હતા. અર્થાત્ છ મહિનાથી વહાણ સમુદ્રના વમળમાં ફસાયેલું હતું. ૧૪. ઈન્દ્ર ધનુષ્ય-વિધુત્ અને ગડગડાટથી સહિત વાદળાઓ સમુદ્રના પાણીને અત્યંત ક્ષોભિત કરીને ઉછાળ્યા. તેની સાથે વહાણ પણ ઉછળવા લાગ્યું. ૧૫. ક્યાંક પ્રચંડ વંટોળથી ઉછાળાતા મોજાંની માળાથી ઘણાં ભારે લંગરોથી લાંગરેલ હોવા છતાં પણ વહાણ ઉછાળાય છે. ૧૬. પવનના ભારે સુસવાટાથી ઉછળેલ મોજાંથી ઉછાળાયેલ વહાણ ફરી ઉપર નીચે ઉછળતું હિંચકાની જેમ શોમ્યું. ૧૭. આવર્તમાં ફસાયેલું વહાણ આવર્તની સાથે ભમતું કયાંક શ્રેષ્ઠ લંગરરૂપી હાથોથી નર્તક (નૃત્ય કરનારની) જેમ નાચવા માંડ્યું. ૧૮. જીવોના જીવિતની આશાની જેમ વારંવાર મહાવાતના ઘર્ષણથી ક્ષીણ (જીર્ણ) થઈ ગયેલ દોરડાવાળા લંગરો તુટયા. ૧૯. દારૂ પીનાર મનુષ્યની જેમ ડોલાયમાન થતું વહાણ ક્યાંક જલદી જલદી ચાલ્યું. ક્યાંક મંદ મંદ ચાલ્યું. ક્યાંક અટકી પણ ગયું. ૨૦. મોજાના ઘાતથી પ્રવેશેલા પાણીના ઝરતા બિંદુના સમૂહથી જાણે કે વહાણ ક્યાંક ડૂબી જઈશ એવા ભયથી રડતું હતું. ૨૧. ઉત્પાતની પરંપરાથી તે વહાણ નિરંકુશ થયે છતે કર્ણધાર સહિત નાવિક મૂર્ણિત જેવો થયો. ર૨. રાત્રિમાં ચોરો વડે ધન લુંટાએ છતે પહેરેગીરો કોલાહલ કરે તેમ લંગરધારી માણસોએ કોલાહલ કર્યો. ૨૩. વણિકલોકે લોભથી રત્નાદિ સાર દ્રવ્યને જલદીથી મુખમાં, માથામાં, કેડપટીમાં અને બગલમાં મુક્યું. ૨૪. જલદીથી વહાણનો કપ્તાન જાણે કિંકર્તવ્યમૂઢ થયો. સર્વે પણ લોકે પોતપોતાના દેવનું સ્મરણ કર્યું. ૨૫. તેવી અવસ્થામાં રહેલ વહાણને જોઈને વિન્માળીએ ઉત્પાતોને શાંત કર્યા અથવા તો મનુષ્ય અને દેવમાં આ અંતર (તફાવત) છે. ૨૬. આમાં દેવાધિદેવની
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy