SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૨૬૨ છેડા ઉપર લોહિતાક્ષ રત્નના લેપવાળી અંક રત્નની આંખો છે. એ પ્રમાણે અનેક મણિમય પ્રતિમાઓ શોભે છે. ૬૯. બે હાથને જોડીને કુંડને ધારણ કરતા નાગ–યક્ષ-ભૂતની બે બે પ્રતિમાઓ તીર્થકરની પ્રતિમાઓની આગળ ઊભી છે. ૭૦. બંને પડખે બે બે ચામર ધારિણી પ્રતિમાઓ ઉભી છે. પાછળ એક પ્રતિમા છત્રધારિણી ઊભી છે. ૭૧. મંદિરમાં ચંદન–ભટ–કળશ-ઘેટા-દર્પણ વગેરે વર્તે છે. પુષ્પચંગેરિકા (ફૂલદાની) પીઠ છત્રાદિ પણ હોય એમ સૂત્રમાં કહ્યું છે. વાવડીની અંદર બે બેના જોડલે રતિકર નામના બત્રીશ પર્વત છે. ૭૩. આમાં પણ પૂર્વની જેમ બત્રીશ જિનમંદિરો છે. પર્વ દિવસોમાં ખેચર તથા દેવો ચૈત્યોને નમન કરે છે. આ રતિકર પર્વતો એક હજાર યોજન ઊંચા, દશ હજાર યોજન વિસ્તૃત ગોળાકાર, રત્નમય વિદિશામાં આવેલા છે. ૭૫. તેનાથી એક લાખ યોજન ઉપર ચારેય પણ દિશામાં ઈશાન અને શકેન્દ્રની દેવીઓના પ્રથમ દ્વીપ અર્થાત્ જંબૂદ્વીપ સમાન મણિના કિલ્લાથી વીંટળાયેલી આઠ આઠ રાજધાનીઓ છે. તેમાં પ્રતિમાઓ સહિત જિનમંદિરો આવેલા છે. ૭૭. અથવા બાવન પર્વતો ઉપર વીશ ભવનો છે. ઈન્દ્રાણીની રાજધાનીઓમાં બત્રીશ મંદિરો કહેવાયેલ છે. જેઓના મતે ચાર ચાર રાજધાનીઓ છે. તેઓના મતથી ત્યાં સોળ દેવાવાસ (દેરાસર) છે. ૭૯. તે નંદીશ્વર દ્વીપમાં જાત્રા કરવા ઈન્દ્રો પરિવાર સહિત ચાલ્યા. તેઓનું મન તો પૂર્વે જ પહોંચી ગયેલ હતું. ૮૦. દેવોની આજ્ઞાથી હાસા-પ્રહાસા ગાવા પ્રવૃત્ત થઈ. રાજાની આજ્ઞા પણ દુ:ખંડ છે તો ઈન્દ્રોની આજ્ઞાની શું વાત કરવી? ૮૧. બંને દેવીઓએ વિદ્યુમ્માલીપતિને કહ્યું ઃ હે પ્રિય! વસુદેવની જેમ જલદીથી ઢોલ વગાડો. ૮૨. શું ત્રણ જગતમાં મને કોઈ આદેશ કરનાર છે? એમ ગર્વથી માંત્રિકની જેમ વિન્માળીએ હુંકાર કર્યો. ૮૩. આ પ્રમાણે હુંકાર કર્યો ત્યારે પુત્ર પિતાના ગળામાં વળગે તેમ તેના ગળામાં સુંદર ઢોલ આવીને દઢપણે વળગી ગયો. ૮૪. જેમ ભર્સના કરાતો શિષ્ય સુગુરુની પાસેથી ખસે નહીં તેમ તેના વડે ઉતારાતો હોવા છતાં ઢોલ ગળામાંથી ઉતર્યો નહીં. ૮૫. યુદ્ધમાંથી પલાયન થયેલ ક્ષત્રિયની જેમ અથવા નિગ્રહ કરાયેલ વાદીની જેમ દેવસભામાં લજ્જા પામતો વિધુમ્ભાળી નીચું મોટું કરીને રહ્યો. ૮૬. તે બે હાસા–પ્રહાસાએ તેને પ્રતિબોધ કર્યો કે હે વલ્લભ! લજ્જા છોડો પૂર્વના પણ બધા પંચશીલ દ્વીપના અધિપતિઓએ આ કાર્ય કર્યું છે. ૮૭. તેની રુચિ નહીં હોવા છતાં બંને દેવીઓએ તેની પાસે ઢોલ વગડાવ્યો. અથવા શું બળાત્કારથી બાળકને કડવું ઔષધ નથી પીવડાવાતું.? ૮૮. જેમ સ્ત્રીવર્ગ ભગવાન પાસે ગાતો જાય તેમ મધુરગીતને ગાતી બે દેવીની સાથે ઢોલ વગાડતો વિધુમ્માલી ચાલ્યો. ૮૯. મનુષ્યો સંગીત કરીને ધન મેળવે છે જ્યારે આભિયોગિક દેવો પાસે ફોગટમાં સંગીત કરાવાય છે. ૯૦. પૂર્વનો મિત્ર નાગિલ દેવ દેવસભામાં આવ્યો. ઉત્તમ–અધમ–મધ્યમ ત્રણેય પ્રકારના દેવો તીર્થ યાત્રામાં ભેગાં થાય છે. ૯૧. અર્થાત્ ધર્મની આરાધનામાં બધા સમાન છે. પૂર્વભવના સ્નેહના કારણે તે નાગિલ દેવ વાત કરવા વિધુમ્ભાળીની પાસે આવ્યો અથવા તો સ્નેહ શું શું નથી કરાવતો? ૯૨. જેમ અત્યંત ભૂરો મનુષ્ય સૂર્યને જોઈ શકતો નથી તેમ વિન્માલી તેને જોવા સમર્થ ન થયો. ૯૩. પરચક્રના ભયની જેમ તે દૂર ભાગવા લાગ્યો. અય્યત દેવે પણ પ્રભાતના દીવાની જેમ પ્રભાને સંહરી લીધી. ૯૪. અય્યતવાસી દેવે તેને પૂછ્યું. હે વિધુમ્ભાળી દેવ! તું મને ઓળખે છે કે નહીં તે કહે. ૯૫.વિન્માળીએ તેને કહ્યું કોણ એવો ગર્ભશ્રીમંત છે જે તમારા જેવા ઈન્દ્ર સમાન દેવોને ન ઓળખે? ૯૬. હે મિત્ર! તું સારી રીતે જાણતો નથી એમ બોલતા દેવે તેને પ્રતિબોધ કરવા માટે નાગિલ શ્રાવકનું રૂપ કરીને કહ્યું : ૯૭. તને વારવા છતાં તું અગ્નિમાં પ્રવેશ્યો તેથી તું અલ્પઋદ્ધિવાળો થયો. મહેનત મુજબ ફળ મળે. ૯૮. હે મિત્ર! મારા ભાથામાં
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy