SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૨૯૪ ભોગવતીએ પણ તે જ ક્રમથી દાણા લાવીને આપ્યા. ભક્ષિત કે ગુમાવેલી વસ્તુની ફરી પ્રાપ્તિ ક્યાંથી થાય? અર્થાતુ રક્ષિત કે વર્ધિતની પ્રાપ્તિ થાય છે. ૧૧. શ્રેષ્ઠીએ તેને પણ અનેક શપથો આપીને સાચું બોલાવ્યું. અનુભવીઓ સાચું બોલાવવાના ઉપાયો જાણે છે. ૧૨. આણે પણ સસરાની સમક્ષ પોતાનો અભિપ્રાય જણાવ્યો. વ્યંતરો અપાયેલ શપથનું ખંડન કરતા નથી. ૧૩. જેમ વણિક મૂળ મૂળીને પાછી આપે તેમ રક્ષિકા પુત્રવધૂએ આદરપૂર્વક ક્ષણથી જ તે જ શાલિના દાણા આપ્યા. ૧૪. તે જ પ્રમાણે શપથ આપીને તેને ધનાવહે પુછયું. તેણીએ પણ જે હકીકત હતી તે જણાવી. ૧૫ ચોથી પુત્રવધૂએ કહ્યું છે ભૂતલ ઉપર વિખ્યાત તાત ! મારા ઉપર કૃપા કરીને ગાડાં, બળદ, ઊંટ, ગધેડા વગેરે આપો જેથી કરીને શાલિ લઈ અવાય. તેને સાંભળીને ધનાવહ ઘણાં હર્ષને પામ્યા. ૧૭. હે પુત્રી! તું આ શું બોલે છે? એમ શ્રેષ્ઠી વડે કહેવાયેલી તેણીએ મુનિના વૃત્તાંત જેવા નિર્મળ વૃત્તાંતને જણાવ્યો. ૧૮. સંતુષ્ટ થયેલ શ્રેષ્ઠીએ આપેલ વૃષભ, ઊંટ વગેરેની સહાયથી ગૃહલક્ષ્મીની જેમ સ્વયં રોહિણીએ શાલિ મંગાવ્યા. ૧૯. કપાળે ભ્રકુટિ ચડાવી ઘણી આંખ કાઢી ધનાવહે ઉજિઝાકાના ભાઈઓને કહ્યું : નામથી યથાર્થ મારી પુત્રવધૂ અને તમારી પુત્રી, મનમાં પણ મારો ભય નહીં રાખનારી લજ્જાનો ત્યાગ કરનારી ઉઝિકાએ શાલિના કણો ફેકી દઈને મારી આજ્ઞાને અત્યંત ખંડિત કરી છે. તેથી હું આજે આને અવજ્ઞા કરવાનું ફળ બતાવું છું. ૨૨. તેથી આણે મનમાં બીજો કોઈ વિકલ્પ કર્યા વિના હંમેશા ઘરને સાફ કરવું, લીંપવું, ઘાસ, છાણ, ધૂળના ઢગલા વગેરે કચરાનો નિકાલ કરવો, બાળકના અશુચિથી ખરડાયેલ વસ્ત્રો વગેરેને ધોવાનું કાર્ય કરવું. ૨૪. મારા ઘરમાં બીજો કોઈ અધિકાર નથી. કેમકે હંમેશા ગુણ મુજબ પદવી પ્રાપ્ત થાય છે. ૨૫. હે બંધુઓ! આ શ્રેષ્ઠી આ રીતે મારી પુત્રીને હલકા કાર્યમાં જોડે છે એમ તમારે મારા ઉપર રોષ ન કરવો. ૨૬. ગૌરવવાન શ્રેષ્ઠીએ ભોગવતીના ભાઈઓને કહ્યું. હું તો તમારી પુત્રીએ પણ મારી આજ્ઞાનું ખંડન કર્યુ છે. ૨૭. વિના ભયે આણે શાલિનું ભક્ષણ કર્યુ છે. તેથી આણે, પીસવું, ખાંડવું, દળવું, પકાવવું, વલોવવું અને બીજું પણ કાર્ય કરવું. આના સિવાય બીજા કાર્યને યોગ્ય નથી. કાન વિનાનીને કુંડલ આપવું ઉચિત નથી. ર૯. ખુશ થયેલ ધનાવાહે રક્ષિકાના ભાઈઓને કહ્યું ઃ શાલિનું રક્ષણ કરીને તમારી પુત્રીએ મારી આજ્ઞાનું પાલન કર્યું છે. ૩૦. આ હંમેશા સ્વર્ણ, રૂપ્ય, મણિ–મોતી વસ્ત્ર વગેરે વસ્તુની ભાંડારિકાનો અધિકાર આપું છું? આણે હર્ષ પૂર્વક રાત દિવસ ભાંડાગરનું રક્ષણ કરવું, યોગ્યને પદનું પ્રદાન ન કરે તો સ્વામીને પણ દોષ લાગે છે. ૩૨. ધને હર્ષથી રોહિણીના સ્વજનોને કહ્યુંઃ ગુણરત્નની સમુદ્ર આ રોહિણી પુત્રવધૂ ધન્ય છે. ૩૩. સ્વયં રહસ્યને જાણીને આણે વ્રતિની વૃદ્ધિ કરી છે. વિરલ જીવને માર્ગાનુસારી મતિ હોય છે. ૩૪. આને સમસ્ત ગૃહનું સ્વામિત્વ આપવામાં આવે છે. ચિંતામણિ રત્ન કોના ગૌરવ યોગ્ય નથી બનતું. ૩૫. ચાવી વિના કોઠારમાંથી કંઈ લઈ કે મુકી શકાતું નથી તેમ આની આજ્ઞા વગર મારા ઘરમાં કંઈ લઈ કે મૂકી શકાશે નહીં. તેથી બધાએ આની આજ્ઞાનું પાલન કરવું, સર્વથી નાની હોવા છતાં સુગુણોથી મોટી છે. વયથી મોટી મોટી ગણાતી નથી. ૩૭. જેમ નક્ષત્રોમાં ચંદ્રની પત્ની રોહિણી સન્માનીય છે તેમ મારા ઘરમાં સર્વ પુત્રવધૂઓમાં રોહિણી સન્માનનીય છે. ૩૮. જે મારી આજ્ઞાનું ખંડન કરશે તે આની આજ્ઞાનું ખંડન કરશે. જે મને માને છે તેણે આનું અવશ્ય માનવું. ૩૯. એ પ્રમાણે નિધાનની જેમ શ્રેષ્ઠીનું વચન બધાએ માન્ય કર્યું. લોકોએ દેવની જેમ રોહિણીની પ્રશંસા કરી. ૪૦. કૃષ્ણ ચિત્રકવલરીની જેમ રોહિણી પુત્રવધૂએ
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy