SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૧૨ ૨૯૩ દઉ? ૮૧. કેમકે સતી કુલવધુ સારી. જ્યારે માગશે ત્યારે બીજા લઈને આપી દઈશ એવી બુદ્ધિથી ફોતરા કાઢીને દાણા ખાઈ ગઈ. ૮૨. ધનશ્રેષ્ઠીએ ત્રીજી રક્ષિકા પુત્રવધૂને બોલાવી પૂર્વે કહેલી રીતથી આને પણ દાણાં આપ્યા. ૮૩. આ બુદ્ધિશાલિનીએ એકાંતમાં જઈને જલદીથી વિચાર્યું કે અહીં નક્કીથી કંઈક કારણ હોવું જોઈએ નહીંતર કેવી રીતે પિતા ઘણાં ધનનો વ્યય કરીને સર્વલોકની સમક્ષ પાંચ દાણાને આપે? તેથી પરમ યત્નથી આ પાંચ કણોનું હું રક્ષણ કરું એમ વિચારીને દઢ (ઉત્તમ) વસ્ત્રથી સારી રીતે બાંધીને રાખ્યા. ૮૬ અને આ પોટલીને પોતાના આભરણના કરંડિયામાં સાચવીને મૂકી. ત્રણેય કાળ આદરપૂર્વક આની સાર સંભાળ કરી. ૮૭. ચોથી પુત્રવધૂને બોલાવીને પાંચ ડાંગરના દાણાને આપીને તે જ પ્રમાણે શિક્ષા આપી કેમકે સંતો સમદષ્ટિ હોય છે. ૮૮. હવે બુદ્ધિરૂપી મહેલમાં આરોહણ કરનારી રોહિણીએ ચિત્તમાં વિચાર્યું ઃ મારો સસરો બુદ્ધિથી બૃહસ્પતિ સમાન છે. ૮૯. ગંભીરતાથી સમુદ્ર જેવા છે. ધૈર્યથી મેરુ પર્વત જેવા છે. ઘણાં અનુભવી, વિશેષજ્ઞ, દીઘદર્શી અને બહુશ્રુત છે. ૯૦. કામ ચિંતામણિ સમાન છે અને સર્વ મહાજનોમાં શિરોમણિ છે. લોકોની સમક્ષ આ પાંચ દાણા આપ્યા છે તેનું કોઈક મોટું પ્રયોજન નક્કીથી હોવું જોઈએ. કેમકે સજ્જનોની પ્રવૃત્તિઓ પ્રયોજનપૂર્વકની હોય છે. ૯૧. તેથી આ પાંચ કણોની વૃદ્ધિ કરવી જોઈએ એમ મારી બુદ્ધિ થાય છે એમ વિચારીને તેણીએ પોતાના ભક્તિવાળા ભાઈઓને કહ્યું : ૯૩. હે ભાઈઓ ! આ મારા પાંચ દાણાને ખેતરમાં વાવો જેથી એમાંથી ઘણાં દાણાંઓ થાય. ૯૪. તારો આદેશ પ્રમાણ છે એમ કહીને, નમીને કણોને લઈને ભાઈઓ પોતાના સ્થાને ગયા. ૯૫. વર્ષા કાળ આવ્યો ત્યારે પૃથ્વીતળ પાણીથી તરબોળ થયે છતે ખેડેલી જમીનમાં કયારામાં પાંચ દાણા વાવ્યા. ૯૬. કેટલાક દિવસો ગયા પછી રોહિણીના ભાઈઓએ પોતાના માણસો પાસે રોપણી કરાવી. ૯૭. આ પ્રમાણે ફરી યથોચિત રોપિણી કરાયેલ ડાંગરથી સુંદર શાલિ–સ્તંભો થયા. ૯૮. પ્રથમ પુષ્પિત થયેલ અને પછી જેમ સારી રીતે મહેનત કરનાર પ્રાણીએ લક્ષ્મીનું ઉપાર્જન થાય તેમ તેને દાણા લાગ્યા. ૯૯. કાળ જતા તે તંબો પાયા પછી લાગીને કુસુંભની જેમ પગરથી (પગના તળિયાથી) મસળાયા. ૨૦૦. અને મગધદેશમાં પ્રસિદ્ધ એક પ્રસ્થક પ્રમાણ નીપજ થઈ. બીજા ચોમાસે પ્રસ્થક ડાંગરને ફરી વાવવામાં આવ્યા. ૨૦૧. તે જ વિધિથી ખેડવું વગેરે સર્વ કરવામાં આવ્યું. એટલે ઘણાં કુંભ ડાંગર પાક્યા. અથવા વિધિ શું શું નથી આપતો? ૨. ત્રીજા વરસે ઘણાં સેકડો કુંભો ડાંગર થયા. એમ વધવાના સ્વભાવવાળી ચોથા વરસે મહાભાગ્ય લક્ષ્મીઓ થઈ. ૩. પાંચમા વરસે રોહિણીને નેતૃત્વ આપનાર શુભકર્મોની સાથે પલ્ય પ્રમાણ ડાંગર થઈ. ૪. પાંચ વરસ પછી શ્રેષ્ઠીએ ફરી સમસ્ત નગરના લોકોને અને પુત્રવધૂના સ્વજન તથા ભાઈઓને, ભોજન કરાવી અને બેસાડીને સભામાં ચારેય પુત્રવધૂઓને બોલાવીને કહ્યું : અરે ! પુત્રીઓ પૂર્વે મેં જે શાલિના દાણા આપ્યા છે તે પાછા આપો. ૬. ઉઝિકાએ ઘરની અંદર કોઠીમાંથી પાંચ દાણા લાવીને સસરાના હાથરૂપી કમળમાં આપ્યા. ૭. શ્રેષ્ઠીએ ઉઝિકાને કહ્યું : હે વત્સા ! માતાના, પિતાના તથા ભાઈઓના અને બાંધવોના તથા સાસુ, સસરાના અને પતિ તથા દેવ-ગુરુના તમોને સોગન છે. તેથી સાચું કહે કે આ શાલિ તેજ છે કે બીજા છે? ૯. ઉઝિકાએ પોતાનો વૃત્તાંત, યથાસ્થિત, જણાવ્યો. નિર્ગુણને પણ શપથની અર્ગલા અસર કરે છે અર્થાત્ ગુણહીન પણ શપથ આપવાથી અકાર્યથી વિરામ પામે છે.
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy