SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૧૧ ૨૭૭ છે. એટલે તમને પૂછ્યું. ૭. જો તમારે ભોજન કરવાનું હોય તો અમારે તમારા માટે રસોઈ બનાવવાની છે. કેમકે અમે તમને અમારા સ્વામીની જેમ માનીએ છીએ. ૮. મારા ઉપર આ લોકોનો સ્નેહ સાવકી મા જેવો છે. આથી એકલો ભોજન કરતા મને ઝેર ખવડાવી દે તો? એમ ચિત્તમાં વિચારીને પ્રોતે રસોઈયાને કહ્યું. હે સૂપકાર શિરોમણિ ! તે મને સારું યાદ કરાવ્યું. હે રસોઈયા ! અમે પૂર્વે પણ આ પર્વ દિવસે ઉપવાસ કર્યા છે હમણાં અમે જાણ્યું નહીં કેમકે ધર્મ સુખીઓના ચિત્તમાં હોય છે. ૧૧. મારા માતા-પિતા શ્રાવક હતા. તેથી હું આજે ઉપવાસ કરીશ. રસોઈયાએ આ હકીકત પોતાના સ્વામીને જણાવી. ૧૨. હસીને ઉદાયન રાજાએ કહ્યું પ્રદ્યોત કઈ કક્ષાનો શ્રાવક છે? આણે ચૈત્યવંદન પચ્ચખાણ વગેરે છોડી દીધા છે તેથી શ્રાવક કેવી રીતે? ૧૩. આણે ભયથી ઉપવાસ કર્યો છે આ પર્વોને કલંકિત કરે છે. હે આદિત્ય ! તારા નામે કાગડો મંડક (ખાખડો) લઈ ગયો. ૧૪. આ ગમે તેવો હોય પણ મારા બંધનમાં હોય ત્યાં સુધી મારું પર્યુષણ શુદ્ધ ન થાય ૧૫. મારે પર્યુષણની આરાધના કરવી હોય તો આને બંધનમાંથી છોડી દેવો જોઈએ. આ ક્ષમાપન પર્વ આવે છતે જે કષાયને છોડતો નથી તે નામધારી શ્રાવકને સમ્યત્વ પણ હોતું નથી. અહીં પણ નો અર્થ એ છે કે સમ્યકત્વ ન હોય તો દેશ વિરતિ ક્યાંથી હોય? ૧૬. તેને ભાવપૂર્વક ખમાવીને ઉદાયન રાજાએ બંધનમાંથી મુક્ત કર્યો. કારણ કે જિનશાસનનો ધર્મ ક્ષમા આપવા-લેવાની પ્રધાનતાવાળો છે. ૧૭. પછી પ્રદ્યોત રાજાના કપાળમાં પોતે તોફાવેલા દાસીપતિ તોફણાને ઢાંકવા માટે જાણે આણે સુવર્ણપટ્ટ બાંધ્યો. ૧૮. પૂર્વે રાજાઓને મુગુટો મસ્તકનાં ભૂષણો હતા પણ ત્યારથી સુવર્ણપટ્ટ મસ્તકનું વિભૂષણ થયું. ૧૯. ઉદાયન રાજાએ તેને ફરી માલવ દેશ આપ્યો. પ્રતિજ્ઞા પૂરી થયે છતે મહાપુરુષોને બીજી વસ્તુમાં લોભ હોતો નથી. ૨૦. જેમ પૂર્વે રામચંદ્રની આજ્ઞાથી વિભીષણને લોકનું રાજ્ય સ્વીકાર્યું તેમ ઉદાયન રાજાની આજ્ઞાથી પોતાનું રાજ્ય સ્વીકાર્યું. ૨૧. અને આ બાજુ પાણીને સ્વચ્છ અને મધુર બનાવતી, આકાશને નિર્મળ કરતી, કમલ જેવી વિશાલાક્ષી શરદ ઋતુ વધૂની જેમ આવી. ૨૨. જેમ રૂ ના પિંડો દુકાનમાં શોભે તેમ ક્ષીર સમુદ્રના ફીણ તથા બરફ જેવા સફેદ કાંતિવાળા વાદળા આકાશમાં શોભ્યા. ૨૩. શરદઋતુના પ્રસાદથી અનેક કમળો જેમાં ઉગ્યા છે. એવા સરોવરો શોભ્યા. ૨૪. તેથી હું માનું છું કે હર્ષથી ભરાયેલ સરોવરોએ હજાર આંખોવાળા બનીને સર્વથી શરદઋતુની શોભાને સારી રીતે જોઈ. ૨૫. વાદળોની જાળથી મુકાયેલ કાંતિવાળો સૂર્ય અગ્નિમાંથી નીકળેલા સુવર્ણપિંડની જેમ શોભ્યો. ૨૬. સૂર્યવડે તપાવાયેલી પૃથ્વીને ચંદ્રે રાત્રે ઠંડાકિરણોથી ઠંડી ફરી. કેમકે ચંદ્રને આમ કરવું ઉચિત છે. ૨૭. શોભા વગરના સરોવરોને છોડીને હંસો શોભાવાળા સરોવરમાં ગયા કારણ કે આખું જગત લોભાધીન છે. ૨૮. ત્યારે મોટેથી અવાજ કરતા લોકો હાથમાં ગોફણ લઈને ધાન્યનું રક્ષણ કરે છે કેમ કે પ્રાણો ધનના મૂળવાળા છે. અર્થાતુ ધન વિના પ્રાણો ટકતા નથી. ર૯. શેરડીના ખેતરની મધ્યમાં રહી અને શેરડીનો આસ્વાદ લઈને મીઠાશને મેળવનારી રક્ષાકારિણીઓએ મધુર સ્વરે ગાયું. ૩૦. ઉન્મત બળદોએ આગળના પગથી ભૂમિને ખોદી અને જાણે ખણજ મટાડવા માટે શિંગડાથી નદીના કાંઠાને ખોદ્યો. ૩૧. વર્ષાઋતુમાં જે નદીઓ પ્રકૃષ્ટપુરથી વહી તે મંદ થઈ કારણ કે ઉન્માદ સ્વકાળે થાય છે. ૩૨. હંસો ઐશ્વર્યવાળા થયા મોરો પીંછા વિનાના થયા. કાળરાજા કેટલાકનું ઐશ્વર્ય લઈ લે છે અને કેટલાકને આપે છે. ૩૩. જેમ જીતવાની ઈચ્છાવાળા રાજાઓ ચોરોનો ઉચ્છેદ કરીને માર્ગ નિષ્ફટક બતાવે તેમ સર્વ કાદવ સુકાઈ જવાથી માર્ગો સુગમ થયા. ૩૪. પૃથ્વી ઉપર જાણે શરદ ઋતુના યશના અંકૂરો ન નીકળ્યા હોય તેવા અશ્વના મુખના ફીણ સમાન ખીલેલા કાશવૃક્ષો શોભ્યા. ૩૫. અસન,
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy