SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૮ ૧૮૩ અર્થને સ્વીકારી લે તેમ આ બંનેએ મારી વાતને સ્વીકારી લીધી. ૧૦. હે રાજપુત્ર! સંમેતશિખર–ભરૂચગિરનાર–શત્રુંજય વગેરે મહાન તીર્થોની વિધિથી જાત્રા કરીને ધનનો શુભમાં વ્યય કરીને અમે હમણાં કૃતાર્થ થઈ છીએ. ૧૧. યાત્રા કરીને પોતાના ઘરે પાછા ફર્યા ત્યારે અમને સાંભળવા મળ્યું કે શ્રેણિક રાજાએ જાત્યરત્નમય પ્રતિમાઓથી વિભૂષિત મંદિરોને કરાવ્યા છે. ૧૨. તેથી સંસારથી અતિશય નિર્વેદ પામેલી હું ચૈત્યોને વંદન કરવા આવી છું. તેણી આ પ્રમાણે ઘણાં માયાપૂર્વકના જૂઠા વચનો બોલીને અભયને વિશ્વાસમાં લીધો. જૂઠાણાઓ નભી જતા હોય તો ત્યારે સંકટ શું છે? ૧૭. બંને પ્રકારે ઉદાર અભયે આને કહ્યું ઃ તમોએ શરીરને પવિત્ર બનાવ્યું છે. તમે આજે મારા અતિથિ થાઓ કેમકે ઉત્સવના ઈક્ષકને કયારેક ઉત્સવ આવી મળે છે. ૧૪. દુષ્ટ હૃદયી વેશ્યાએ અભયને કહ્યું : તમારા જેવા ઉદાર ધાર્મિકોએ વિનંતિ કરવી ઉચિત છે પણ હે બુદ્ધિમાન ! સવારે પ્રતિક્રમણ કરતા મેં આજે તીર્થોપવાસનું પચ્ચખાણ કર્યું છે. ૧૫. હે શ્રાવક દેવ-ગુરુની કૃપાથી હું માર્ગમાં (તીર્થયાત્રા કરતા) પણ પોતાના ધર્મકૃત્યને કરી શકું છું. હે સુબુદ્ધિ! જો એમ કરતા મારો દીક્ષા મનરોથ જલદીથી પૂર્ણ થાય તો હું સંપૂર્ણ ફળને પામી ગણાઉં. ૧૬. ખુશ થયેલ અભયે વેશ્યાને કહ્યું : તો તમારે આવતી કાલે પારણું મારે ઘરે જ કરવું. હે બહેન ! મુનિઓની જેમ તમારા જેવાઓનું પારણું પુણ્યશાળી મનુષ્યને ઘરે થાય છે. અર્થાત્ પુણ્યશાળી મનુષ્યને તમારા જેવાનો પારણાનો લાભ મળે બીજાને નહિ. ૧૭. બે કાનને ઢાંકીને સુશઠ વેશ્યા બોલી હે મંત્રિનું! જિનશાસનમાં નિપુણ પણ આવું કેવી રીતે બોલી શકે કે હું આ કાર્ય આવતીકાલે કરીશ? ભવસમુદ્રના મધ્યભાગના અજ્ઞાત મુગ્ધ જીવો આવા પ્રકારના વચનો બોલે છે. (બીજા નહીં) ૧૮. હે સચિવેશ્વર ! આવતીકાલે સારો દિવસ ઉગશે એમ કોણ જાણે છે? તપેલા લોખંડના ગોળા ઉપર પડેલા પાણીના બિંદુ જેવું ચંચળ જીવિતવ્ય હોતે છતે જીવો સૂઈને જાગે છે તે પણ ખરેખર અહીં આશ્ચર્ય છે. ૧૯. આ હેતુથી જ સર્વ પણ કાર્યોમાં મુનિઓ હંમેશા વર્તમાન જોગ એમ બોલે છે. ભાષા સમિતિના અતિશયને જાણનાર સાધુ સિવાય શું બીજાઓ આવું નિશ્ચિત પણ બોલી શકે ? ૨૦. ભાગ્યજોગે હું સવારે ફરી આને નિમંત્રણ કરીશ એમ હૃદયમાં વિચારીને અભયકુમાર મૌન રહ્યો. માયા વિલાસનું ધામ, શ્રેષ્ઠ શાંત વેશને ધરનારી આ વેશ્યા પર્ષદાની સાથે પોતાના સ્થાને ગઈ. ૨૧. શુદ્ધવિધિથી ચૈત્યવંદન કરીને દેવભવનમાંથી નીકળીને અભય પણ પોતાના ઘરે જતા માર્ગમાં પરિવારની આગળ પ્રશંસા કરવા લાગ્યો. સજ્જન પુરુષોને ગુણાનુરાગ સહજ જ હોય છે. રર. આનો સુવેશ સજ્જન પુરુષોમાં પ્રથમ હરોડનો છે. આનો શ્રેષ્ઠ શમ જીવોના વિકારને શાંત કરનારો છે. આનું જિતેન્દ્રિયત્ન કોઈક લોકોત્તર છે. આની ભાષા દુષ્કૃતરૂપી વૃક્ષની શાખાને છેદનારી છે. ૨૩. આનું અનિત્યાદિ ભાવનાનું ચિંતન પણ શ્રેષ્ઠ છે. આનો વિષય ત્યાગ વચનને અગોચર છે. વધારે કહેવાથી શું? આ સાક્ષાત્ યોગીશ્વરની પુત્રી છે અથવા શું ધર્મમૂર્તિ છે? ૨૪. બુદ્ધિમાન હોવા છતાં પણ અભય તેના કૂટભાવને જાણી શક્યો નહીં તેથી સરળ સ્વભાવી તેની પ્રશંસા કરતો ઘરે ગયો. કોણ એવી ચકોર દષ્ટિવાળો છે જે વૈતાઢય પર્વતની ગુફામાં રહેલ વસ્તુના સમૂહને જોવા સમર્થ થાય? ૨૫. સવારે હું સ્વયં તે શ્રાવિકાને ઉત્તમ ભોજયથી ભોજન કરાવીશ એવા શ્રેષ્ઠ મનોરથથી હર્ષથી તેણે સમસ્ત રાત્રિ પસાર કરી. કેમકે સાધર્મિકથી બીજો કોઈ શ્રેષ્ઠ ભાઈ નથી. ૨૬. સવારે અભયે તેને (વેશ્યાને) ગૃહ ચેત્યોને વંદન કરાવીને ઉત્તમ ભોજન કરાવ્યું. અથવા તો ૧. વર્તમાન જોગ: વર્તમાન જોગ સાધુઓની ભાષા છે તેનો અર્થ એ છે કે જે વખતે જેવા સંજોગો હશે તે વખતે ભગવાનની આજ્ઞા મુજબ તેમ કરીશું. નિશ્ચિતપણે કહેલું હોય અને સંજોગવશાત્ કાર્ય ન થાય તો સાધુને મૃષાવાદનો દોષ લાગે.
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy