SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૧૮૨ અવતર્યું હોય તેમ જનમાનસમાં લાંબા સમય સુધી આશ્ચર્ય પમાડ્યું. ૯૩. પછી તે ગણિકા શ્રેણીક રાજાના (ઉપર વર્ણવેલા) ચૈત્યમાં વિધિપૂર્વક પ્રવેશી. નૈવૈદ્ય અને પુષ્પના સમૂહથી ઉત્તમ પૂજા કરી. પછી જનસમૂહને મુદ્રિત કરવા ત્રણમુદ્રાપૂર્વક ચૈત્યવંદન કરવા શરૂઆત કરી. ૯૪. એટલામાં મોટા પરિવારથી પરિવરેલો, હાથીની ગતિ જેવી ગતિવાળો, ગતિભેદનો જાણકાર નિંદાનો પત્ર અભય ચેત્યોને વાંદવા આવ્યો. અથવા આવો વ્યાક્ષેપવાન (રાજ્યકાર્યમાં ડૂબેલો) પણ ધર્મકૃત્યમાં સીદાતો નથી. ૯૫. સુમધુર ધ્વનિથી ચૈત્યોને વંદન કરતી, ઉત્તમ પ્રકારના વૈરાગ્યને પામેલી, બે સુંદરીઓની સાથે રહેલી ગણિકાને જોઈને અત્યંત આનંદિત થયેલ અભયકુમારે વિચાર્યું: ૯૬. સંવેગના રંગે રંગાયેલી, ઘણાં ચૈત્યોને વંદન કરતી, બે સત્તરૂણીની વચ્ચે રહેલી, જાણે ચિત્રા અને સ્વાતિ નક્ષત્રની વચ્ચમાં રહેલી ચંદ્રની મૂર્તિ ન હોય તેમ આ કોઈ સુશ્રાવિકા લાગે છે. ૯૭. ગણિકાએ તીર્થકરના મુખકમળ ઉપર સ્થિર દષ્ટિ કરીને, મધુર સ્વરથી કાન માટે અમૃત સમાન વાણીથી, પરિવર્તમાન-શ્રદ્ધા-અનુચિંતનસવિતુ (બોધ) ધૃતિ અને ધારણાથી ચૈત્યોને વંદન કર્યા. ૯૮. જો હું દેરાસરની અંદર જઈશ તો આને જિનભક્તિમાં અંતરાય થશે એમ વિચારીને અભય બહાર જ રહ્યો. તેવા પ્રકારની સ્ત્રીઓથી સ્વાભાવિક દૂર રહેવું કલ્યાણકારી છે. ૯૯. તેટલામાં મુહૂર્ત પછી પ્રણિધાન પાઠ કરીને પાછળની ભૂમિતળનું પ્રમાર્જન કરી સાવધાનીપૂર્વક તે ધીમે ધીમે ઉભી થઈ. ખરેખર માયાવીઓ બકવૃત્તિને આચરતા હોય છે. ૧00. જેના રોમેરોમ આનંદના અંકુરાના વિકસિત થયા છે એવો ઉત્તમ ધર્મરૂપી ધનનો શાહકાર અભય જિનમંદિરના મધ્યભાગમાં પ્રવેશીને મોટા હર્ષપૂર્વક તેની સાથે વાત કરવા જલદીથી પાસે આવ્યો. ૧૦૧. હે વંદા (ચૈત્યવંદન કરનારી) હું તને વંદું છું એમ બોલતા તેણે જલદીથી ગણિકાની સાથે આદરથી વાત કરી. કારણ કે આગમજ્ઞ સાધર્મિકોના સમાગમને પરમપ્રમોદથી ઉત્સવ તુલ્ય માને છે. ૧૦૨. હે ધર્મશીલા! તું કોણ છે? તમે ત્રણેય પણ સંવર–વિવેક અને શમરૂપ એક લક્ષ્મીને ધારણ કરનારી છો એમાં શંકા નથી. ૩. સંવેગના અભિનયનું નાટક રચતી વેશ્યાએ રમણીય વચનથી કહ્યું : પરમકોટિના શ્રાવકાચારનું પાલન કરતા અવંતિ નિવાસી ધનવાન વણિકની હું પત્ની છું. ૪. કેટલોક કાળ ગયા પછી મારો પતિ મરણ પામ્યો અથવા અહીં આશ્ચર્ય શું છે? આ મનુષ્યનું શરીર સ્થિર કયાં સુધી રહે? આથી હે સચિવ! મોટા તપથી શરીરને અધિક કષ્ટ આપનારી હું કેવળ ધર્મનિષ્ઠ થઈ છું. ૫. હે મંત્રિનું! આ બે મારા પુત્રની સ્ત્રીઓ છે જેઓ સ્વાધ્યાય-વંદન-વગેરે અનુષ્ઠાનોમાં પટુ છે. તે મારો પુત્ર પણ મરણને શરણ થયો. અથવા અહીં (મનુષ્યભવમાં) સંધ્યાના વાદળના રાગ-સમાન લોકના જીવિતવ્યમાં શું આશ્ચર્ય હોય? ૬. હે રાજપુત્ર ! કોઈક ભવમાં અમે બધાએ એકસરખું દુષ્કર્મ કર્યું હોય એવી સંભાવના છે. હે શ્રાવક! નહીંતર ધર્મમાં તત્પર અમારા જેવાની આવી અસંગત અવસ્થા ન થાય. ૭. હે ક્ષિતીશ! ભવભીરુ આ બંને પુત્રવધૂઓએ મારી પાસે દીક્ષા લેવાની પ્રાર્થના કરી. જેણે સિદ્ધિ નીકટ કરી છે તેને મુનિ ચરિત્રનો મનોરથ થવો ઉચિત છે. ૮. મેં પુત્રવધૂઓને કહ્યું : હે વત્સ! ધર્મથી પવિત્ર બનેલા શરીરવાળી તમને બેને ધન્ય છે. જે તમે ચારિત્ર ગ્રહણ કરવાની ઈચ્છાવાળી થઈ છો. હું પણ જલદીથી દીક્ષા લઈશ. એકલવાયી ઘરે રહીને હું શું કરીશ? ૯. જ્યાં સુધી ચારિત્રની સામગ્રી ન મળે ત્યાં સુધી આપણે ગૃહસ્થપણામાં રહીને તીર્થયાત્રા કરીએ એમ છે શ્રાવક અભય ! મેં પુત્રવધૂઓને જણાવ્યું. પછી જેમ ચૂર્ણિ અને વિવૃતિ (ટીકા) સૂત્રના ૧. મુદ્રિત કરવા : ધ્યાન ખેચવા, આકર્ષિત કરવા. ૨. ત્રણ મદ્રાઃ જિનભદ્રા મુક્તાશક્તિ મુદ્રા અને યોગમુદ્રા એમ ચૈત્યવંદનમાં ત્રણ મુદ્રા છે.
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy