SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૮ ૧૮૧ લક્ષ્મીની મૂર્તિવાળા, સિંહ–પોપટ વગેરેની આકૃતિને ધારણ કરતા તોરણો થાંભલાની વચ્ચે શોભતા હતા ૭૯. તે ચેત્યમાં સુવર્ણ કળશોથી યુક્ત પ્રેક્ષાગુખ' અક્ષતત્રિકમુખ અને વિયભુખમંડપ શોભતા હતા તે જાણે એમ જણાવતા હતા કે તીર્થંકર પરમાત્માએ કર્મપરિણામ રાજાનો પરાજ્ય કરીને ગ્રહણ કરી લીધેલ શ્રેષ્ઠ પટ્ટટી (વસ્ત્રના તંબ) ન હોય, ૮૦. તે ચૈત્યના સુમંડપની નીચે દીર્ઘ, પત્ર (પાખંડી) થી યુક્ત તથા વિતાન એ પ્રમાણે નામને ધારણ કરતા કમળો લટકતા હતા. તેનાથી એમ જણાતું હતું કે સંસારરૂપી કૂવામાં પડેલા જીવોને ઉદ્ધરવા માટે હસ્તાવલંબરૂપી લક્ષ્મીને નિતાંત ધારણ કરતા હતા. ૮૧. ચરણમાં ચાલતા અને રણકાર કરતા કડાને, કાનમાં લટકતા કંડલને, હાથમાં કંકણને ધારણ કરતી, શ્રેષ્ઠ રૂપવાળી, ઉત્તમ ભંગ રચનાથી રચિત એવી કેટલીક પુતળીઓ તે ચૈત્યના મંડપના કટ (ઝાલર)માં શોભતી હતી. ૮૨. તેઓમાંથી કેટલીક પુતળીઓના હાથમાં ધનુષ્ય–ભાલાફલક-(ઢાલ)-છૂરિકા-તલવાર–ચક–બાણશૂળ- તોમર વગેરે શસ્ત્રો હતા. અને શિલ્પીઓ વડે સારા ઘાટથી ઘડાયેલી હતી. અને લોકો વડે પ્રશંસિત કરાઈ હતી આનાથી એ જણાતું હતું કે મોહરૂપી ભિલિપતિને નાશ કરવાના હેતુથી કરાયેલું હતું. ૮૩. વળી કેટલીક પુતળીઓના હાથમાં કાંસી-તાલ-લલિકા-ઢોલ–વેણુ-વીણા–ભંભા–મુકુંદ-મુરજ-ત્રિકશંખ વગેરે વાજિંત્રો હતા. અને ઈન્દ્રાણિઓની જેમ શોભતી હતી. તેથી એમ જણાતું હતું કે સ્વર્ગીય નાટક ભજવવા ન અવતરી હોય ! ૮૪. ત્યાં ચેત્યમાં વિવિધ સ્વરૂપી હાથીઓની પીઠ, મનુષ્યની પીઠ, અને અશ્વની પીઠવાળી શ્રેષ્ઠ આકૃતિઓ ઘણી શોભતી હતી. તેથી એમ જણાતું હતું કે આ સમવસરણની ભૂમિ છે એવી બુદ્ધિથી તિર્યંચો વૃષભ પ્રભુને હર્ષથી સાંભળવા આવીને નક્કીથી બેઠા હતા. ૮૫. તે ચૈત્યનું શિખર કૈલાસ પર્વતના (અષ્ટાપદ) શિખરની અત્યંત સમાન હતું. ચારે બાજુથી ગૌર (ઉજ્વળ) શિખરોથી વિટાયેલું હતું. આવા પ્રકારની ચૈત્યની સંપત્તિને કારણે પરિવાર સહિત રાજા પણ ઘણો શોભતો હતો. અર્થાત્ રાજાની શોભાનું કારણ આ ચૈત્ય હતું. ૮૬. તે મંદિરના નીલપથ્થર (કિંમતી પથ્થર)થી બનેલા આમલસારને જોઈને બુદ્ધિમાનોએ હૃદયમાં આ પ્રમાણે વિચાર્યું કે વિધાતાએ દષ્ટિદોષ દૂર કરવા સુંદર વલયાકૃતિ આ નીલવસ્ત્રને બનાવ્યું છે ? ૮૭. તે ચૈત્યના અત્યંત ઉંચા શિખર ઉપર સુવર્ણનો કુંભ જે પોતાના કિરણોથી આકાશના દિગ્વિભાગને ભરી દેતો હતો તે ઉદયાચલ પર્વતના શિખર ઉપર ઉદય પામેલા શરદઋતના પુનમના ચંદ્રની બિંબલક્ષ્મી (શોભા)ને સારી રીતે ધારણ કરતો હતો. ૮૮. મંદ-મંદ પવનથી ફરકતી ધ્વજાનો સુવર્ણમય દંડ જે શ્રેણિક રાજાનો પ્રતાપ ગણાતો હતો તે જાણે કીર્તિરૂપી બહેનને નૃત્ય કરાવવા પ્રવૃત ન થયો હોય તેમ શોભતો હતો. ૮૯. રણફારથી સર્વ દિશામાં ઉત્પન્ન થયેલ પડઘાના બાનાથી જાણે સમસ્ત ભવ્ય જનને શ્રી તીર્થકરની નિરૂપમ પ્રતિમાને પૂજવા માટે ન બોલાવતી હોય તેમ ઘંટાઓ મંદિરમાં શોભતી હતી. ૯૦. વિણા–સુવંશ-મુરજ–વગેરેના ધ્વનિનો સમાગમ થયે છતે વિશેષ બોધ ન થવા છતાં શબ્દના ઐક્યમાં વાસિત થઈ છે મતિ જેની એવો લોક આ સમયે પ્રેક્ષણક વિધિમાં (નૃત્ય વિધિમાં) સતત એક ચિત્ત થયો. ૯૧.બે પ્રકારના અંધકારનો નાશ કરનારી, ભવવાસનાથી ઉત્પન્ન થયેલ દુર્ગતિના દુઃખને દળનારી, મોક્ષને આપનારી એવી ગર્ભગૃહવાસમાંથી છોડાવનાર પણ જિનેશ્વરની મૂર્તિ ગભારામાં પ્રતિષ્ઠિત કરાઈ છે તે આશ્ચર્યકારી છે. ૯૨. ઉદ્યત્કિરણ સમૂહને રેલાવતા સુવર્ણદંડ અને કુંભથી યુક્ત દેવકુલિકાઓથી ચારે બાજુ વીંટળાયેલ જિનમંદિર સાક્ષાત્ જાણે પૃથ્વી ઉપર દેવ વિમાન ન ૧. પ્રેક્ષાગુખ મંડપ: રંગમંડપ, અક્ષતત્રિક મુખ મંડપ = રંગ મંડપની આગળનો મંડપ અને વિયતુ મુખ મંડપ = ચારે દિશામાં ખુલ્લો મંડપ. ૨. આમલસાર : દેવમંદિરના શિખર ઉપર સ્થાપન કરવામાં આવતો પથ્થર
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy