SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૧૮૪ ધર્મરસિક નિર્મળ બુદ્ધિ જીવો પૃથ્વીને પોતાની તુલ્ય માનતા વિકલ્પને (શંકાને) કરતા નથી. ૨૭. દીક્ષાપૂર્વે ઘણી તીર્થયાત્રાને કરતી આણે ઘણા દ્રવ્યનો વ્યય કર્યો છે. દીક્ષા લેતી વખતે આ કેવી સુંદર સંઘપૂજા કરશે એમ વિચારીને અભયે તેને ઘણા વૈભવનું દાન કર્યું. ૨૮. બીજા દિવસે અભયને બાંધવાના એકમાત્ર આશયથી આ ગણિકા અધમે ઘણાં આદરથી અભયકુમારને પોતાના ઘરે ભોજન કરવા વિનંતી કરી. અથવા લાંબાકાળે પણ બિલાડીનું છળ ફળે છે. ર૯. રાત્રિ-દિવસ સુકૃતકાર્યમાં સમુદ્યત થયેલી આનો ક્યારેય સમાધિભંગ ન થાઓ એમ વિચારીને અભયે ભાગ્યના યોગથી તેની વિનંતીને માન્ય કરી. ૩૦. ઘણાં પરિવાર સાથે આને ઘરે જઈશ તો આ મારી ધર્મની બહેનને ઘણાં ધનનો વ્યય થશે એમ વિચારીને અલ્પ પરિવારને લઈને અભય તેના ઘરે જમવા ગયો. ખરેખર મોટાઓને સાધર્મિકની મોટી પીડા થાય છે. ૩૧. વિવિધ પ્રકારના ભોજનો કરાવીને પાપિષ્ઠ, દુષ્ટ, નિવૃષ્ઠ, અધમ, હર્ષ પામેલી વેશ્યાએ સારા પીણાના બાનાથી અભયકુમારને ચંદ્રહાસ મદિરા પાઈ દીધી. ૩૨. ભોજન કર્યા પછી તરત જ નંદાપુત્રને એવી ઊંઘ આવી જેથી તે એક પગલું ભરવા સમર્થ ન થયો. મદ્યપાન સમસ્ત શયનના ઉદયનું વસ્ત્ર છે. અર્થાત્ મદ્યપને તુરત જ ઉઘ આવી જાય. ૩૩. હે ધર્મબંધુ! આ સર્વ તમારું જ છે બધી ચિંતા છોડીને તમે અહીં જ સૂઈ જાઓ. એમ તેના કહેવાથી અભયકુમાર બુદ્ધિના સમૂહની સાથે ત્યાં જ સૂતો. અર્થાત્ અભયની બુદ્ધિ પણ નષ્ટ પામી ગઈ. ૩૪. ખુશ થયેલી વેશ્યાએ વેગીલા ઘોડાના ઉત્તમ રથમાં અભયને ચડાવીને પોતાના ચાકરવર્ગની પાસે પ્રદ્યોત રાજાની નગરી તરફ જલદીથી રવાનો કરાવ્યો. પાપી આત્માઓને પાપ મનોરથનો વૃક્ષ ફળે છે. ૩૫. શ્રેણીક રાજાએ માણસોને આદેશ કર્યો કે ચારે બાજુથી અભયકુમારની તપાસ કરો. તપાસ કરતા ચાકરો જલદીથી વેશ્યાના આવાસે પહોંચ્યા અથવા તો ખોવાઈ ગયેલી વસ્તુને પ્રથમ સંભાવનાના સ્થળે શોધવી જોઈએ એવો ક્રમ છે. ૩૬. હે માતા ! શું અહીં રાજપુત્ર અભય આવ્યો હતો? તેઓ વડે એ પ્રમાણે પુછાયેલી વેશ્યાએ કહ્યું હા આવ્યો હતો તે ત્યારે જ જલદીથી ચાલ્યો ગયો હતો. કારણ કે જો તે અહીં નિરાંત કરીને બેસી રહ્યો હોય તો શું એનું રાજ્યકાર્ય ન સીદાય? ૩૭. બારવ્રતધારી શ્રાવિકા ખોટું ન બોલે એમ તેના વચન ઉપર વિશ્વાસ રાખીને સેવકો બીજે શોધવા ગયા. અત્યંત માયાવીઓ પૃથ્વીને (આખા જગતને) પણ ઠગે છે. ૩૮. હવે જો હું અહીં વધારે સમય રહીશ તો ભાગ્ય જોગે નક્કીથી પ્રથમ ભદ્રા' (વિષ્ટિ)નો ઉદય થશે તો હું આપત્તિમાં આવી જઈશ એમ વિચારીને સુંદર રથમાં બેસીને ગણિકા અધમા પલાયન થઈ ગઈ. પૂર્વે ગોઠવણ કરાયેલ ઘણાં રથોથી જલદીથી અભયને ઉજ્જૈનમાં લઈ જઈને હરખાતી કૂડકપટની પેટી ગણિકાએ જાણે સાક્ષાત્ રાજાનો અભય ન હોય તેવા અભયને અર્પણ કર્યો. એમ હું માનું છું. ૪૦. રાજાને પોતાની બહાદુરી જણાવતી ગણિકાએ હર્ષથી અભયને ફસાવવાની વિધિ કહી. શું કૂતરી પણ બટકા રોટલાને માટે પોતાના માલિક આગળ પૂંછડી પટપટાવતી નથી ? ૪૧. રાજાએ તેને કહ્યું ઃ હે વિદુષી ! ધર્મના નાનાથી તે આને છળ્યો તે સારું ન કર્યું. અભિમાનથી નચાવાયેલા હોવા છતાં કેટલાક ભૂમિ પરના ઈન્દ્રો (રાજાઓ) પ્રાયઃ અપજશથી ભય પામે છે. ૪૨. રાજાએ સચિવને કહ્યું : હે સચિવ! જેમ બીલાડીએ સીત્તેર કથાઓ કહીને પકડી લીધો હતો તેમ આ પણાંગનાએ અતિશય બુદ્ધિમાન તને પકડી લીધો. ૪૩. અભયે કહ્યું : હે રાજન્ ! તારી નિર્મળ નીતિની શું વાત કરવી? જે તને ૧. ભદ્રાઃ ભદ્રા એ કરણ છે દર મહિનામાં આઠ વખત આવે છે. સુદપક્ષમાં ચોથ, આઠમ, અગિયારસ અને પુનમના દિવસે આવે છે. વદમાં ત્રીજ, સાતમ, દશમ અને ચૌદશને દિવસે આવે છે. વિશિષ્ટ શુભ કાર્યોમાં ત્યાજ્ય છે.
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy