SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૮ ૧૮૫ આવા પણ વિષમકાળમાં હંમેશા જ પ્રવર અપૂર્વ નીતિ ઉલ્લસિત થાય છે જેને વિચક્ષણ પરષોએ શાસ્ત્રમાં કયાંય જોઈ નથી. ૪૪. તારી અસાધારણ સૂર્યવૃત્તિ (પરાક્રમ)ને અને શ્રેષ્ઠ રાજ્યધર્મને જોઈને સિંહ નક્કીથી વનમાં ચાલ્યો ગયો છે અને યમરાજ (યુધિષ્ઠિર) દિગંતમાં પલાયન થઈ ગયો છે. હે રાજનું ! અહીં તારામાં અને તારી રાજ્યનીતિમાં શું સંભાવના ન કરાય? અર્થાત્ તારા રાજ્યમાં સર્વપણ સંભવે એવું તારું પરાક્રમ છે. ૪૫. જેને આપણાંગના સમાન રાજ્યની ચિંતા કરનારા છે તે તારા રાજ્યમાં શું શું ન ઘટે? એમ કહીને અભયે જલદીથી રાજાનો ઉપહાસ કર્યો. અથવા તો પાંજરામાં પૂરાયેલો સિંહ પણ આખર સિંહ જ છે. ૪૬. પોતાના ઉપહાસને કરે તેવું આ વચન સાંભળીને રાજા મત્સરના ભરથી ભરાયો અને લજ્જાને પામ્યો. ત્યાર પછી પ્રદ્યોતે રાજપોપટની જેમ તેને કાષ્ઠના મજબૂત પાંજરામાં પૂર્યો. ૪૭. અભયકુમારે પૂર્વે જે ખેચરેશ્વરની પુત્રીને પરણ્યો હતો તેને શિવાદેવીએ અભયને અર્પણ કરી. હવે આ પત્રી પહેલાં શિવાદેવી પાસે કેવી રીતે આવી તેનું વર્ણન હમણાં એક ચિત્ત બનીને સાંભળો. ૪૮. બાહ્ય અને અત્યંત ગુણોના ધામ આ ખરેખર તેની અત્યંત વહાલી પ્રાણપ્રિયા હતી. જીવોના હૃદય સ્થળ પર રહેલી કહેવાયેલ ગુણો ધરાવતી મોતીની માળા શું ક્યાંક ક્યારેક પડી ન જાય? અર્થાત્ પડી જાય. ૪૯. વિદ્યાધર રાજાની પુત્રી ઉપર પતિનો અધિક પ્રેમ જોઈને બાકીની શૌક્ય સ્ત્રીઓ આના ઉપર વિશેષથી મત્સરને પામી. અહીં શોકય સ્ત્રીઓ શોક્યપણાને ધારણ કરે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. જેમ ચંદ્ર બુધની માતા રોહિણીનું સન્માન કરતો હતો તેમ અભયકુમારે હંમેશા અલંકાર-વિલેપન – સુંદર વચન – તાંબૂલ–પુષ્પ–વસ્ત્ર વગેરે સામગ્રીથી આનું અતિશય સન્માન કરતો હતો. ૫૧. તેથી આપણે તેવો કોઈક ઉપાય કરીએ જેથી સ્વજનોમાં પણ અપવાદ ન થાય અને આર્યપુત્ર આના ઉપર વિરાગી થાય. સંક્રમણ થતું વિષ અહીં નિગ્રહ કરાય છે. અર્થાત્ ચડતા ઝેરને અટકાવી શકાય છે.) પર. પછી શોકયોએ પોતાની માનીતી દાસીઓની મારફત વસ્ત્રાદિક વસ્તુના દાનથી ઘણી સિદ્ધ થયેલ વિદ્યાવાળી ઉદ્ધરતર ચાંડાલણીઓની સેવા કરી. કેમકે કામ પડે તો ગધેડાને પણ બાપ કહેવો પડે. પ૩. દાસીઓએ આઓને વિનયથી શોક્યોની બધી વાત કરી. ચાંડાલણીઓ કહ્યું : દેવીઓએ અમને ઘણાં દિવસે શા માટે યાદ કરી છે? તેથી ભાગ્યજોગે અમને ઉચિત કાર્ય ફરમાવો. મહાપુરુષોની પ્રેગ્યતા પણ શું અલ્પપુણ્યોથી સુલભ થાય? અર્થાત્ ઘણા પુણ્યોથી મોટાની સેવા કરવા મળે. ૫૪.ખેચર રાજાની પુત્રીનું સ્વરૂપ જણાવીને દાસીઓએ પોતાના સ્વામિનીઓએ કહેલા સંદેશાને જણાવ્યો. વિધાના બળથી અહીં કોઈક ઉપાય કરો જેથી તે પાપિણી સ્વપતિને અનિષ્ટ થાય. ૫૫. ખેચરપુત્રીએ પતિને અત્યંત વશ કરીને શોક્યોને મોટા દુ:ખમાં નાખી છે. સ્ત્રીઓને પતિ જ સર્વસ્વ છે. પતિ પરવશ થયે છતે સ્ત્રીઓને સુખ કયાંથી હોય? ૫૬. તમારા કાર્ય માટે જે મંત્રતંત્રાદિનું કૌશલ છે તે જ નિર્મળ અને સફળ ઔષધને અમે વિના વિલંબે જલદીથી કરીશ એમ કહીને ચાંડાલણીઓએ દાસીઓને વિસર્જન કરી. ૫૭. દયાથી રહિત મનની વૃત્તિને ધિક્કાર થાઓ ! પછી માતંગીઓએ આખા નગરમાં મારી ફેલાવી, અહો! અતિમૂઢ જીવો અતિચંચલ એક ભવના હેતુથી સેંકડો પાપોને આચરે છે. ૫૮. પોતાની નગરીમાં ઉપદ્રવને ઉત્પન્ન થયેલ જોઈને અભયે માતંગીઓને ઉપાય પૂછયો. હે ભદ્રાઓ ! કયા કારણથી આ નગરમાં મારી ઉત્પન્ન થઈ છે? તમે જાણીને નિવદેન કરો કારણ કે તમે સર્વ વસ્તુને જાણો છો. આ સાંભળીને માતંગીઓ મનમાં હરખાઈ. પ૯. જાતિહીન ચાંડાલણીઓએ કહ્યું ઃ હે રાજપુત્ર! અમે અહીં કંઈ જાણતી નથી પરંતુ પૂજ્યો જેની સંભાવના રાખે છે તેથી અમે જાણીએ છીએ કેમકે મહાપુરુષો જ્યાં
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy