SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૮ ૧૮૭ અથવા આ વિધાતાની આગળ મારે અધિક શું કહેવાનું હોય? પોતાના પતિની આગળ જ કષ્ટનું વર્ણન કરવું જોઈએ. શું પતિ સિવાય બીજો કોઈ કુલ નાયિકાની પીડાને જાણે છે? અથવા કોઈ અસમાન પીડાને જાણે? (ભુખ્યો ભુખના દુઃખને જાણે, પેટ ભરેલો ભુખના દુઃખને જાણે?) ૭૮. હે જીવેશ! હે ગુણનિધિ! હે મગધ રાજાના વંશરૂપી આકાશ સ્થળમાં ઝગમગતા સૂર્યસમાન ! હે નંદાના ઉદરરૂપી સરોવર માટે રાજહંસ સમાન ! હે વિવિધ બુદ્ધિમાન મંત્રીઓમાં શિરોમણી ! હે નીતિજ્ઞ ! હે નીતિરત ! હે કેવલ નીતિપાલ! હે નાથ ! મનમાન્યા દોષની સંભાવના કરીને નિર્દોષ એવી મને અત્યંત રૌદ્ર જંગલમાં મુકાવી તે શું તમને ઉચિત લાગે છે? ૮૦. હે સ્વામિન્! તમે સાક્ષાત્ આ મારો દોષ જોયો નથી તો પણ મને દિવ્ય કરવાની તક કેમ ન આપી? પ્રત્યક્ષ ચોરને છોડીને તમારે બીજો કોઈ વિચાર કરવો યોગ્ય નથી. તમે સુબુદ્ધિથી વિચારો. ૮૧. હે આર્યપુત્ર દોષના ચિહ્ન જોઈને હું દંડ કરું એમ જો તમે વિચારતા હો તો તે પણ ઉચિત નથી. કેમકે આવી નીતિ સામાન્ય જનમાં શોભે. હે નિર્મળમતિથી શાસ્ત્રને જાણનારા! આ તમારી મતિ કલ્યાણ (હિત)ને ચોરનારી છે. ૮૨. જેમ વણિકલોક ધન-સંપત્તિની મૂડી ઉપર જીવે છે તેમ સર્વપણ લોક તમારી બુદ્ધિ આધારે જીવે છે. હે પ્રિય ! પોતાના વિષયમાં સ્વયં કેમ ભ્રાત થયા? અથવા મંદ વૈદ્યપણ બીજા પાસે ચિકિત્સા કરાવે છે. ૮૩. અથવા હે સ્વામિન્ ! મારા પ્રચુર પાપકર્મના ઉદયથી તમારી પણ આવી બુદ્ધિ થઈ. આ વિષયમાં મને જરા પણ શંકા નથી કારણ કે હંમેશા પણ બુદ્ધિ કર્મને અનુસરે છે. અર્થાત્ ભાવભાવ પ્રમાણે બુદ્ધિ ચાલે છે. ૮૪. દુર્દેવ યોગના કારણે જો કદાચ સ્ત્રીઓ પતિ વડે ત્યજાયેલી થાય તો કેવી રીતે જીવન જીવે? કાં તો તેઓ જ્યાં મોટી થઈ છે એવા પિતાને ઘરે જાય અથવા તો એકમાત્ર શીલથી શોભતા પોતાના મોસાળે જાય. ૮૫. હે પ્રિય! વૈતાઢયપર્વતની ભૂમિ મારો પ્રથમ પક્ષ છે. (અર્થાત્ પિતાનો પક્ષ છે) અને બીજો જે મોસાળથી પક્ષ છે તે તો સકલ તમારો પક્ષ છે. હે જગતના શરણ આર્યપુત્ર ! હે સ્વામિન્ ! આજે તમારા વડે મુકાયેલી શરણ વિનાની કોની પાસે જઈને પોકાર કરું? ૮૬. આ પ્રમાણે તેણીએ સેંકડો વિલાપ કર્યા. સકલ પણ દિશાઓને શૂન્ય જોતી જંગલમાં એવી રીતે રહી જેથી તેના કંઠ–ઓષ્ઠ-તાલુ-જીભ અને હૃદય શોષાયા. ૮૭. કહ્યું છે કે– વિદ્યમાન ગુણોના વિનાશથી અને અવિદ્યમાન દોષોના આરોપણથી જે દુ:ખ ઉત્પન્ન થાય છે તે સમુદ્રના પણ પાણીના પૂરને શોષી નાખે છે. તો મનુષ્ય માત્રના હૃદયને ન શોષી નાખે એમાં શું કહેવું? ૮૮. એટલામાં જલદી જ તેના પુણ્યથી ખેંચાયેલા તાપસોએ આવીને કહ્યું : તું કોણ છે? દેવસૃષ્ટિની એકમાત્ર નિષ્ફર કુચેષ્ટાને અનુભવનારી તું ક્યાંથી આવી છે? હે ભદ્રમૂર્તિ ! તું શા માટે રડે છે? ૮૯. અસાધારણ નિસાસાને મૂકતી, પિતાની જેમ તાપસો ઉપર વિશ્વાસ ધારણ કરતી તેણીએ પોતાનું ચરિત્ર કહ્યું. તેને સાંભળીને તાપસો વિદ્યાધરનરેશ્વર પુત્રીની સાથે ઘણું દુ:ખ પામ્યા. અર્થાત્ તાપસો તેના દુઃખે દુઃખી થયા. ૯૦. પીડિત થયેલા તાપસોએ તેની સમાધિ માટે કહ્યું : હે પુત્રી ! હૃદયમાં અત્યંત અવૃતિને ન કર. કારણ કે નિષ્કરુણ લોકમાં મુખ્ય રેખાને પ્રાપ્ત કરનાર આ પાપકર્મનું ઉગ્ર ફળ છે. ૯૧. હે પુત્રી ! આ કુકર્મો જગતમાં કોની વિડંબના નથી કરી? આ કુકર્મે કોને સંકટમાં નથી નાખ્યા? આ કુકર્મે કોની વિપુલ લક્ષ્મીનું હરણ નથી કર્યું? આ કુકર્મે પૃથ્વી ઉપર કોની અપભ્રાજના નથી કરી? ૯૨. હે વિદુષી! જો આ વિધિનો પરિણામ બધા માટે સમાન છે તો બુદ્ધિમાનો કયો ખેદ કરે? શું તે ક્યાંય ક્યારેય પણ આ લોકોક્તિ નથી સાંભળી કે પાંચની સાથે રહેવાથી અહીં દુઃખ ન થાય? ૯૩. તું શ્રેણિક રાજાની ઉતમ ભાણી છે તથા તું નક્કીથી કુલવધૂ છે. તું અમારી પણ ભાણી છે અને કુલવધૂ છે કારણ કે રાજા છે તે મારો
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy