SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૭ ૧૫૧ તેવો આહાર આવ્યો છે. ૪૪. જો રાજા જાણશે તો મને આપત્તિમાં નાખશે. કુલક્ષણો ઘોડો ઘરમાં હોય તો કેટલું કશળ થાય? ૪૫. વળી હું આને છપાવીશ તો પણ થોડા દિવસોમાં લોકને ખબર પડ્યા વિના રહેશે નહીં. ૪૬. સાફસુફી, હજામ કળા, ચાંદની, ચોરી, સ્ત્રીઓ સાથેની ક્રીડા તથા મંત્ર ચોથા દિવસે પ્રગટ થાય છે. ૪૭. એ પ્રમાણે નિશ્ચય કરી તેણે વાંદરાને હાર સમર્પણ કર્યો. કયો એવો પંડિત છે વસ્ત્રના છેડામાં ભરાયેલ કાંટાને ન કાઢે? ૪૮. વાંદરાએ કલ્પના કરી કે હું જેને ઘરે હારને નાખીશ તે પણ વધ્ય થશે કારણ કે ચોરીનો મુદ્દામાલ સર્પ કરતા ભયંકર છે. ૪૯. તેનું મરણ કરાવવા સ્વરૂપ અનર્થદંડનું પાપ કરીને મારે શું કરવું છે? જેમ પટ્ટને મુંડવાથી હજામના હાથમાં આવતું નથી તેમ અનર્થદંડના પાપથી મને શું મળશે? ૫૦. જન્માંતરીય પાપથી હું કુયોનિમાં પડ્યો છું તો હમણાં મારે શા માટે પુષ્ટ કરવું જોઈએ. ૫૧. જેમ રાજા ઉપર નેત્રપટ (આંખ) સ્થિર થાય છે તેમ મોક્ષના એકમાત્ર લક્ષવાળા બ્રહ્મચારી સાધુઓ ઉપર આ શ્રેષ્ઠ ભક્તિ કરે છે. પર. તેથી આ હારને કોઈ મુનિની પાસે મૂકી દઉં. આ પ્રયોજનને પાર પાડું જેથી સર્વત્ર કુશલ થાય. પ૩. મારી પાસે પોતાની કોઈ સામગ્રી નથી તેથી આ પારકી વસ્તુથી સાક્ષાત્ ધર્મ જેવા આચાર્ય ભગવંતની પૂજા કરું.૫૪. એમ હૃદયમાં વિચારીને તેના (આચાર્ય ભગવંતના) કંઠમાં હાર નાખીને અત્યંત ચિંતાથી મુક્ત થયેલો વાંદરો પોતાના સ્થાનમાં ગયો. ૫૫. દૂધ જેવો સફેદ મોતીનો હાર આચાર્ય ભગવંતના કંઠમાં શોભ્યો. હું માનું છું કે હૃદયમાં નહીં સમાતું ધર્મધ્યાન બહાર આવ્યું છે. ૫૬. વિવિધ પ્રકારના રૂપને ધરનારો તારારૂપી સ્ત્રીઓના ખોળામાં જાણે ન રહેલો હોય તેમ હારના મોતીઓમાં પ્રતિબિંબિત થયેલો ચંદ્ર શોભ્યો. પ૭. મુનિપુંગવોએ મળીને અમારો શા માટે ત્યાગ કર્યો? તેથી કોઈ અપકારથી અમે મુનિઓને લોભાવીએ એમ નિશ્ચય કરીને પોતાનું અસ્તિત્વ ટકી રહે એ હેતુથી જાણે આ મુક્તાવલીને સાધુ પાસે મોકલાવી ન હોય ! ૫૯. અથવા સૂરિને પરણવાની ઈચ્છાથી મુક્તિરૂપી સ્ત્રીએ વરણના પ્રસંગે સાધુના કંઠકંદલમાં હાર નાખ્યો છે એમ હું માનું છું. ૬૦. પછી જેમ મંત્રસાધકની સિદ્ધિ માટે ઉત્તર સાધક આવે તેમ જિનકલ્પની તુલના કરતા ગુરુ પાસે શિવ નામનો શિષ્ય આવ્યો. ૬૧. જેમ કાયર જન તલવારના સમૂહને જોઈને કંપે તેમ સૂરિના કંઠમાં મનોહર કાંતિવાળા હારને જોઈને શિવ સાધુ કંપ્યા. દ. ખરેખર આ તે જ હાર છે જેના કારણે બુદ્ધિમાન અને નિર્ભય અભયકુમાર અત્યંત વ્યાકુળ થયો છે. ૬૩. જે આ મુનિઓ પારકા ઘાસના તણખલાથી પણ ત્રાસ પામે છે તે મુનિના કંઠમાં હાર નાખનારે સારું અનુષ્ઠાન નથી કર્યું. ૪. સાચા મુનિના ભાવથી આ હાર અજીર્ણ આહાર સમાન છે તેથી હું જાણતો નથી કે આવું શું પરિણામ આવશે? ૬૫. કોઈપણ જો આને જોઈ જશે તો શાસનની અપભ્રાજના થશે. કેમકે દેવ વિવાદને જગાવે છે. આને જે ઠીક લાગે તે કરે. ૬૬. આ પ્રમાણે ઘણાં સંકલ્પ-વિકલ્પો કરતા આધિથી પીડાયેલા સાધુએ પોતાના કાઉસ્સગ્નનો સમય પૂરો કર્યો. ૬૭. નિસાહિ નિસીહિ એમ બોલીને સાધુએ ઉપાશ્રયમાં પ્રવેશ કરવો જોઈતો હતો એને બદલે ભયભીત નિદ્રાલુની જેમ ભય ભય એમ બોલીને પ્રવેશ કર્યો. ૬૮. અભયકુમારે કહ્યું : હે ભગવનું, સમસ્ત ભવના ભાવોથી બાહ્ય તમારે શેનાથી ભય હોય? ૬૯. પરિગ્રહ વિનાના તમારે ચોર-અગ્નિભાગીદાર–રાજા–પાણી આદિનો ભય નથી. પરિગ્રહના ભાજનમાં (આશ્રયમાં) ભય હોય છે. ૭૦. સાધુએ કહ્યું કે શ્રાવક! સાધુઓને હંમેશા કલ્યાણ જ છે મને ગૃહસ્થપણાનો ભય યાદ આવી ગયો. ૭૧. અભયે કહ્યુંઃ પૂજ્યોએ ગૃહસ્થપણામાં કેવી રીતે ભયનો અનુભવ કર્યો? હે મુનિ! આ કથા હું સાંભળવા ઈચ્છું છું. તેથી મને કહો. ૭૨. મુનિએ કહ્યું : હે બુદ્ધિમાન શ્રાવક સમૂહમાં શિરોમણિ ! સાંભળ કેમકે
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy