SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૭ ૧૭૩ પછી કોણ તેની પાસે રહે? ૯૪. જેમ ગાડીભાડુ કરીયાણા ખાલી કરીને તરત પાછો ફરે તેમ તેની સંમતિથી અમે ક્ષણથી પાછા વળ્યા. હે શ્રાવક! તારા નગરમાં આવીને શ્રદ્ધાથી મુકાયેલો (વેશ્યા ઉપર પણ શ્રદ્ધા ઊડી જવાથી) હોવા છતાં હું વેશ્યાને ઘરે રહ્યો. અથવા એકાએક બંધન તોડવું સહેલું નથી ૯૬. કલા કલાપને જાણતી તેની સાથે મારે કેટલાક દિવસો પસાર થયા. ૯૭. એકવાર મેં વેશ્યાને કહ્યુંઃ મે મૃગશાવક લોચના! ઉજ્જૈનપુરીમાં જવાની ઈચ્છાવાળા મને રજા આપ. ૯૮. તેણીએ મને કહ્યું : હે સ્વામિન્! જેમ કપડું વણતાં વણકર નિરંતર આવ જા કરે તેમ ઘડી ઘડી શું આવ જા કરો છો? ૯૯. તમે ત્યાં નહીં જાઓ તો શું તમારું કાર્ય બગડી જવાનું છે? શું તમે પોતાના સ્ત્રીના ચરિત્રને એટલીવારમાં ભૂલી ગયા. ૮00. મેં કહ્યું ઃ હે પ્રિયા તે સર્વ સાચું કહે છે પરંતુ તે રાત્રે મેં માતા પિતાનું દર્શન ન કર્યું. ૮૦૧. મારા વિયોગમાં માતાપિતા ઘણાં દુઃખી થશે. પાણીના સિંચન વિના શું વેલડીઓ સુકાઈ નથી જતી? ૨. બુધની જેમ જેને હંમેશા પિતાનું મીલન થતું નથી તેવા પાશના કારણભૂત ચોર જેવા પુત્રથી સર્યું. ૩. તે પુત્રથી શું જેનાથી માતાપિતા માતાપિતા ગણાતા નથી. જે પુત્ર માતાપિતારૂપી ચરણકમળમાં ભમરા જેવું આચરણ કરતો નથી તેની સાથે કયારેય સંયોગ ન થાઓ. ૪. જે માતાપિતાની હર્ષથી દિવસ રાત ભક્તિ કરતો નથી અને માતાના યૌવનને હરનારો જન્મ્યો તોય શું લાભ? ૫. જેથી તું મને હર્ષથી રજા આપ તો માતા પિતાને મળું કેમકે મોટા ભાગ્યથી વડીલોની સેવા પ્રાપ્ત થાય છે. ૬. આ પ્રમાણે ગાઢ આગ્રહ કર્યો ત્યારે મધુર ભાષિણીએ કહ્યું : હે સ્વામિન્! જો એમ છે તો તમે જાઓ તમારો માર્ગ કલ્યાણકારી થાઓ. ૭. પણ તમારે જલદીથી પાછા પધારવું કારણ કે હું તમારા વિરહને સહન કરી શકું તેમ નથી. પાણી વિના માછલી જીવી શકતી નથી. ૮. હે રાણી! ભલે તેમ થાઓ. અહીં વધારે શું કહ્યું, તારા વગર હું પણ રહી શકતો નથી. ચંદ્ર અને ચંદ્રિકાની પ્રીતિ પરસ્પર સાધારણ હોય છે. ૯. હું જલદીથી જ પાછો આવીશ. તું હૈયામાં અધીરજ ન રાખ. દૂર ગયેલો પણ હંસ શું કમલિની પાસે ફરી નથી આવતો? ૧૦. આવા પ્રકારના વિવિધ અમૃત રસ જેવા કોમળ વચનોથી મેં તેને (વેશ્યાને) બોધ પમાડી. વાણીમાં શું કરકસર કરવી. ૧૧. હે મહામંત્રિન! જેમ કેદી કારાગૃહમાંથી છૂટે તેમ આ સ્થાનમાંથી હું ઉજ્જૈની નગરીમાં ચાલ્યો. ૧૨. ઘરે પહોંચીને વિયોગ–અગ્નિથી અતિ સંતપ્ત થયેલા માતાપિતાને પોતાના સંગમરૂપી પાણીથી આલાદિત કર્યા. ૧૩. ભક્તિથી માતા પિતાની રજા લઈને પત્નીના ભવને આવ્યો. હું તેના પૂર્વના સ્વરૂપને જાણતો નથી એવો દેખાવ કરીને પૂર્વની જેમ રહ્યો. ૧૪. આ પણ ધૂર્તા પૂર્વની રીતિ પ્રમાણે મારી સાથે વર્તવા લાગી. આ પ્રમાણે અમે બંને ધૂર્તોનો મેળાપ ચાલ્યો. ૧૫. આગળ ખોદેલા જારના ખાડા ઉપર સ્નેહપૂર્વક સૌ પ્રથમ ભોજનની સામગ્રી ધરી. અહો! મરણના સાત દિવસ ગયા પછી હજુ પણ જાર પરષ ઉપરનો રાગ જતો નથી. ૧૬. તેને ધરીને પછી બાકીના લોકોને ભોજનાદિ આપ્યું. પંચાચારથી (જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર) મુકાયેલી જીવોની આવી સ્થિતિ થાય છે. ૧૭. નિઃશંક માનવાળી તેણીએ રોજ રોજ આવું વર્તન કર્યું. અથવા પાત્રતા વિનાના જીવોને લોકોમાં ભય અને લજા હોતી નથી. ૧૮. એકવાર આનો નિશ્ચય કરવા મેં તેને કહ્યુંઃ અરે સુંદર સાકરથી મિશ્રિત ધૃતપુરને બનાવ. ૧૯. જેમ બ્રાહ્મણને શ્રાદ્ધભક્તિમાં શ્રદ્ધા (ઈચ્છા) હોય તેમ મારે ખાવાની ઘણી ઈચ્છા છે. હે પ્રિયા! જ્યાં સુધી હું ભોજન કરવા ન બેસું ત્યાં સુધી તારે કોઈને ન આપવા. ૨૦. કપટ નાટકમાં ૧. લોકમાં બધ ગ્રહને ચંદ્ર ગ્રહનો પત્ર માનવામાં આવે છે છતાં બધ ચંદ્રને શત્ર માને છે અને ચંદ્ર બધને મિત્ર માને છે એમ જ્યોતિષ શાસ્ત્રમાં મનાય છે. બુધ અને ચંદ્રનું મહિનામાં એકવાર મીલન થાય છે.
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy