SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૧૭૪ ચતુર સુભક્તાનું નાટક કરતી આણીએ શઠતાથી કહ્યું હે નાથ ! આ શું બોલો છો. ૨૧. સુંદર પતિ વિના શું મારે બીજો કોઈ પ્રિય છે? શું પદ્મિનીને સૂર્ય સિવાય બીજો કોઈ વલ્લભ હોય? ૨૨. પ્રથમ તમને ભોજન પીરસીને પછી બીજાને અપાય છે. સૌથી પ્રથમ ગુરુ (વડીલ) પૂજનીય છે. સ્ત્રીઓને પતિ જ ગુરુ છે. ૨૩. તો પણ તમે પોતાનો અભિપ્રાય જણાવીને મારું ધ્યાન દોર્યું તે સારું કર્યું. કયારેક અજાણતા મારાથી વિપરીત પણ થઈ ગયું હોય. ૨૪. ધૃતપુર તૈયાર થતા મારા પગ ધોઈને, વિશાલ આસન ઉપર બેઠેલા મારી સામે થાળ રાખ્યો. ૨૫. જાણે સાક્ષાત્ પોતાનું હૃદય ન હોય તેમ ખાડાની ઉપર પરમ આદરપૂર્વક ધૃતપુરને ધરીને લજ્જા વગરની તેણીએ બાકીનું ધૃતપુર મને પીરસવા માટે મુકયું. અહો ! આ આની પરમ ધૃષ્ટતા કેવી છે ! ૨૭. મેં કહ્યું : કેમ હજુ સુધી પણ..... (શું હજુ પણ જારને ભૂલી નથી?) તેણીએ કહ્યું ઃ મારે તમારાથી શું? મે કહ્યું : હે કલંકિની ! તારા જાર બ્રાહ્મણથી મારે શું? ૨૮. ક્રોધની પરંપરાને પામેલી આણીએ લલાટ ઉપર ભ્રકુટિના બાનાથી મને અત્યંત બીવડાવવા ક્રોધરૂપી નાગ બતાવ્યો.ર૯ પછી ક્રોધથી તેનું શરીર અને આંખ લાલ થયા. ક્રોધ ઉત્પન્ન થયા પછી રાગ વડે તે આલંગિત કરાઈ.૩૦. થર થર થતી શરીરવાળી મારી સ્ત્રી જાણે ભૂત વળગ્યું હોય તેમ સર્વથી કંપવા લાગી. ૩૧. પછી તેણીએ મારા ઉપર આક્ષેપ કર્યો કે રે રે ! મારા પ્રિયના ઘાતક ! હું આજે પોતાના વલ્લભનું વેર વાળીશ. ૩૨. એવા ઘણાં વચનોથી તેણીએ મારી તર્જના કરી, નાચવા માટે ઉભા થયેલને શું લાજ કાઢવી શક્ય છે? ૩૩. ત્યાર પછી અત્યંત તપેલા ઘીની તપેલી લઈને જાણે યમની કિંકરી ન હોય તેમ દોડી. ૩૪. હે શ્રાવક! રાક્ષસી સમાન વિકરાળ બનેલી જોઈને ત્યારે ભયથી હું નાશી છુટ્યો. નાશતો હું જેટલામાં દરવાજે પણ ન પહોંચ્યો તેટલામાં તે પાપિણીએ જેમ સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાને રહેલા જીવને લાભ પ્રકૃતિ પકડી લે તેમ મને દ્વાર દેશે પકડી લીધો. ૩૬. તેણીએ ગરમ તેલવાળી તપેલી મારી ઉપર ફેંકી આવી સ્ત્રીના સંયોગથી આવું ફળ મળે છે. ૩૭. અડધા દાઝી ગયેલા શરીરવાળો હું કષ્ટથી માતાના ઘરે પહોંચ્યો અથવા તો મરતાએ સંજીવની યાદ કરવી જોઈએ. ૩૮. હે મંત્રિન્! જેમ માળી બગીચાનું પાલન કરે તેમ સર્વ વિક્ષેપને છોડીને માતા મારી સેવા કરવા લાગી. ૩૯. હે શ્રાવક! હું માતાની કૃપાથી સારો થયો. ભાગ્યવાનોના જ માતાપિતા ચિરંજીવ રહો. ૪૦. પછી હું વિચારવા લાગ્યો કે સર્વથા દુર્જનની જેમ ત્યાગ કર્યા સિવાય કુભાર્યાને બીજો કોઈ દંડ નથી. ૪૧.ભાંડની જેમ, નપુંસકની જેમ કુલદૂષણ કુલટા ત્યાજ્ય છે. સળગતી ઘેટી દૂર હોય તે સારી. ૪૨. તેથી આવા પ્રકારની વિડંબનાથી ભરેલા ગૃહવાસથી સર્યું. અથવા મદ્યપાનમાં આનાથી બીજું કાંઈ હોઈ શકે? ૪૩. જો ગૃહવાસમાં સારાપણું હોત તો લીલાથી આને જિનેશ્વર, ચક્રવર્તી, બળદેવે શા માટે છોડ્યો? ૪૪. તેથી ભાઈઓ પાસેથી રજા મેળવીને પોતાના સદ્ભાવને જણાવીને મેં દીક્ષા લીધી અને દુઃખના મસ્તક ઉપર પગ મૂક્યો. ૪૫. હે મહાભાગ! મારા ચિત્તમાં પૂર્વના ભયનું સ્મરણ થયું. કારણ કે જીવને ક્યારેક કંઈક યાદ આવી જાય છે. ૪૬. તેને સાંભળીને વિસ્મયને પામેલ વારંવાર માથું ધુણાવતા આ અભયકુમારે આ પ્રમાણે કહ્યું : ૪૭. હે ભગવન્! આ આમ જ છે. આ જ ગૃહવાસ આવા પ્રકારનો છે. તો પણ તે પ્રભુ! પ્રાણીઓને ઘણું કરીને પ્રિય છે. ૪૮. કારણ કે તેના સ્વરૂપને જાણવા છતાં અમારા જેવા કેટલાક જેમ દારૂ પીનારા દારૂમાં આસક્ત થાય છે તેમ સંસારમાં જ આસક્ત બને છે. ૪૯. તો સંસારના સ્વરૂપને નહીં જાણનારા બીજા સંસારમાં લોભાઈ જાય તેમાં શું નવાઈ છે? દીવામાં પતંગિયાનું પતન હંમેશા જોવાયેલું છે. ૫૦. તમે સત્ત્વશાળી છો ક્ષણથી ગૃહવાસને છોડીને દીક્ષા ગ્રહણ કરી. રૌદ્ર રણમાં કોણ
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy