SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૭ ૧૭૫ પ્રવેશે? ૫૧. તમે ધન્ય છો, પુણ્યશાળી છો જેઓએ મોક્ષમાર્ગનો આશ્રય કર્યો છે. આ દુર્માર્ગમાં જતું આખું જગત નીચે પડે છે. પર. તમે જ તત્ત્વને જાણીને વ્રત સ્વીકાર્ય છે. અથવા દુર્બોધ તેરશ માતાને કોણ જાણી શકે? ૫૩. તે ધર્મચર્ચામાં લીન હતો ત્યારે રાત્રી નાશી ગઈ. અંધકારના સમૂહથી બળેલાને ધર્મચર્ચા ગમતી નથી. પ૪. જ્યોતીરૂપ કલાનો ભંડાર હોવા છતાં હાર પ્રાપ્ત ન કરાયો એમ ખેદને વહન કરતા ચંદ્ર અસ્ત પામ્યો. ૫૫. આકાશમાં નક્ષત્રો એક પછી એક ઝાંખા પડવા લાગ્યા, વડીલ ગયા પછી શું ગ્રહો પ્રકાશે? ૫૬. પછી સૂર્યરૂપી વલ્લભનું આગમન થયે છતે જાણે કૌસ્તુભ વસ્ત્રોને ધારણ ન કર્યા હોય તેમ વિદ્ગમ જેવા લાલ શરીરીવાળી સંધ્યા શોભી ઉઠી. પ૭. ઘરે જવાની ઈચ્છાવાળા મંત્રીએ મુનિઓને વંદન કર્યું. અથવા કયાંક ધર્મનીતિ પણ રાજનીતિની સમાન હોય છે. ૫૮. મંત્રની જેમ સાધુઓના પવિત્ર ચરિત્રોનું ચિંતવન કરતો અભય વસતિ (ઉપાશ્રય)ની બહાર નીકળ્યો. ૫૯. સૂરિના કંઠમાં રહેલા હારને જોઈને રાજપુત્ર અભય ખુશ થયો. હાર ન મળત તો પોતાના જીવનનો સંદેહ હતો એવા સમયે હારની પ્રાપ્તિ થવા છતાં હર્ષ ન થયો. ૬૦. આ હાર માટે આણે સાત દિવસ બહુ પ્રયત્નો કર્યા તો પણ વંધ્યાના પુત્રની જેમ કયાંય ન મેળવી શક્યો. ૬૧. હમણાં તો ઉપાય વગર જ મને હાર મળી ગયો તેથી વ્યવસાય પુરુષાર્થ ફળતો નથી. સમય પ્રાણીઓને ફળ આપે છે. ૨. અહો ! સન્મુનિઓની લોકોત્તર નિર્લોભતા કેવી છે ! આકાશ જેવી નિર્મળ સ્ફટિકતા બીજે ક્યાં હોય ! ૬૩. આવા પ્રકારના હારને જોઈને કયો સામાન્ય જન છોડી દે. મુખમાં કડવું ન હોય તેવા સ્વાદિષ્ટ ફળને કોણ ન ખાય? ૬૪. સકલ પણ જગતમાં ક્યાંય આવો દેવ નથી, દાનવ નથી, માનવ નથી, પશુ નથી જે ધનમાં અને સ્ત્રીમાં ક્યારેય લોભાતો ન હોય. કારણ કે પરિગ્રહાદિ સંજ્ઞા ભવોભવ અભ્યાસ કરાઈ છે. ૬૬. આઓ ધન્ય છે. આ પુણ્યશાળી છે. આ પવિત્ર આશયવાળા છે. આઓ પૃથ્વીને શોભાવે છે કેમકે તેઓ ધનમાં લોભાતા નથી. ૬૭. અથવા જેઓને મહેલ ઝુંપડી જેવો લાગે છે, લાવણ્યમય સ્ત્રીઓનો સમૂહ ચાડિયા જેવો લાગે છે. સુંદર વર્ણવાળું સુવર્ણ પણ ઘાસના ઢગલા જેવું લાગે છે, અગણ્ય મણિની શ્રેણીઓ માર્ગના કાંકરા સમાન લાગે છે. હાર સાપ સમાન લાગે છે. મુગુટ ઠીકરા સમાન લાગે છે, સુવર્ણના કંડલને સાપનું કુચવું માને છે. નિસ્પૃહતા યુક્ત સામાન્ય પણ જન લોકોને પૂજ્ય બને છે તો આવા મુનિઓ કેવી રીતે વંદનીય ન બને? ૭૧. હું ધન્ય છું. હું કૃતપુણ્ય છું. જે મેં આ રાત્રિમાં મહાત્મા મુનિઓની આદરપૂર્વક, પર્યાપાસના કરી. ૭૨. સાધુ સેવાથી ઉત્પન્ન થતા ધર્મનું હારની પ્રાપ્તિ સ્વરૂપ આ આનુષાંગિક ફળ મને પ્રાપ્ત થયું. ૭૩. હું માનું છું કે હારનું સૂચન કરવા માટે ભય એ પ્રમાણે બોલ્યા હતા. અથવા મહાત્માઓને દ્રવ્યનો સંપર્ક ભયનું કારણ થયું તે સ્થાને છે. ૭૪. અહો ! આ ગુરુ કાયાના લાલનપાલનથી મુક્ત છે. કાયાનો નિગ્રહ કરનાર છે. સર્વ પણ આચારનું પાલન કરનાર છે. જિનકલ્પને વહન કરવાની ઈચ્છાવાળા છે. ૭૫. તે ગુરુના આવા પ્રકારના શિષ્યો થાય તે યુક્ત છે. સ્વામી વિજયી બને છતે શું સેવકો કયારેય સીદાય? ૭૬. પછી અભયકુમારે ઉત્તમ જીવોના ગુરુ સુસ્થિત આચાર્યને પરમ ભક્તિથી વંદન કર્યું. ૭૭. સર્વથા કંચનનો ત્યાગ કરનાર સૂરિના કંઠમાંથી રાજ્યલક્ષ્મીના સારભૂત હારને અભયે ગ્રહણ કર્યો. ૭૮. જઈને અભયકુમારે જાણે પોતાનો બીજા આત્મા ન હોય એવા હારને રાજાને અર્પણ કર્યો. ૭૯. રાજા અતિ હર્ષ પામ્યો અથવા નવી વસ્તુની પ્રાપ્તિ કરતા ખોવાયેલી વસ્તુની પ્રાપ્તિથી વિશેષ આનંદ થાય છે. ૮૦. રાજાએ તુરત જ ચલ્લણાને હાર મોકલી આપ્યો. દક્ષ પુરુષો પોતાની પ્રેયસીની પ્રીતિની ઉત્પત્તિમાં વિલંબ
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy