SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૩૧૫ અથવા સજ્જન) અને લક્ષ્મીથી શ્રેષ્ઠ પુણ્યનું ભાજન, સ્થાનમાં સાધ્વી ગુણથી અને નામથી ઋદ્વિસુંદરી પુત્રી થઈ. જેને જિનેશ્વર સૂરિએ વ્રતલક્ષ્મીને આપી હતી. ૧૪. આદ્મશ્રી પ્રિયા અને સાધુસાલણનો સાધુ કુમારપાળ નામનો પુત્ર થયો. જેણે માતાપિતા અને સુધર્મ સંપત્તિ માટે વિજાપુરમાં શ્રી પદ્મપ્રભનાથદેવનું મંદિર કરાવ્યું. તે જાણે પુણ્યની નદીને સ્વર્ગમાં લઈ જવા માટે ન હોય એમ માનીએ છીએ. ૧૫. જેણે પોતાના પુત્ર સ્થિતકીર્તિની અને સત્પુત્રી કેવલપ્રભાને જિનપ્રબોધ સુરિ પાસે દીક્ષા અપાવી. ૧૬. જે જડ સાધુની બે સ્ત્રીઓ ૧. લક્ષ્મી અને ૨. જયશ્રી. હતી. તે બંનેએ શીલ અને તપરૂપી પાણીથી કાયાને નિર્મળ બનાવી હતી. બંનેએ છ ઉપધાન વહન કરીને શુભ માલાનું પરિધાન કર્યુ હતું. ૧૭. લક્ષ્મીને મોહિની નામની પુત્રી હતી અને પરિકર સહિત બે પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિની ગુરુ પાસે પ્રતિષ્ઠા કરાવી હતી. તપ અને શીલથી શોભતી બીજી પુત્રી હતી. ૧૮. દેવશ્રીએ પોતાના કાંતિવાળા ચાર રત્નોને સ્વગૃહના આગમ વખતે (પરણીને આવી ત્યારે) લક્ષ્મીના મંગળરૂપે પૂર્યા. ૧૯. ત્યાં ઉદાર બુદ્ધિ, અગ્રેસર નાગપાલ નામનો પુણ્ય પુરુષ હતો. જેણે લાલનસાધુની સાથે પોતાની માતાના ધર્મ માટે શ્રી જવાલિપુરમાં સુવર્ણકળશ અને ધ્વજા સહિત બાર દેરીઓથી યુક્ત વીર પ્રભુનું ચૈત્ય કરાવ્યું. તથા હર્ષથી બે વખત તીર્થમાં યાત્રા કરી. ૨૦. જેણે વીજાપુરમાં વાસુપૂજ્ય વિધિચૈત્યમાં શ્રી ચંદ્રપ્રભ સ્વામીની શ્રીદેવકુલિકા પોતાના પુણ્યહેતુ માટે બનાવી.૨૧. જે બુદ્ધિમાને મહાઋદ્ધિથી જિનેશ્વર ગુરુની પાસે વ્રતને સ્વીકાર્યું અને બીજો સારી તપ શક્તિવાળો તે વિદ્યાચંદ્ર મુનિ થયો. ૨૨. ત્રીજો ચતુરમતિ બાલચંદ્ર વક્ર થયો. જેણે શેત્રુંજય પ્રમુખ મહાતીર્થોની જાત્રા કરી તથા મૂળનાયક શ્રી વાસુપૂજ્ય પ્રભુના ચૈત્યમાં હર્ષથી અજિતનાથ પ્રભુની અંકિત ખતકોટય (ગોખલો)નું નિર્માણ કરાવ્યું. ૨૩. જેણે અજિતનાથ અને સંભવનાથ તથા અભિનંદન સુમતિનાથ પ્રભુની દેરીઓ બનાવી જાણે ચારે પ્રકારના ધર્મ (દાન-શીલ-તપ-ભાવ) રૂપી સ્ત્રીને રહેવા માટે આલય ન હોય ! ૨૪. તેણે અહીં ચૈત્યમાં પોતાની પત્નીના પુણ્ય માટે નિર્મળ કાંતિવાળા રુખના પત્રથી ઉદ્ભટ દંડનાલ, હંસ, સુવર્ણશ્રી, કુંભચક્રથી સહિત સાચા મોતીનો તોરણ, છત્ર, કમળ અને ચામરો બનાવી જે હંસની જેમ આગળથી શોભી. ૨૫. ચૈત્ય-પૂજા વગેરે કાર્યનું ચિંતન મુનિની સદ્ભક્તિ વગેરે આચારોથી પવિત્ર તેણે ગિરનાર વગેરે તીર્થોમાં નિયમપૂર્વક જાત્રા કરી. ચોથો આ ૠજુબુદ્ધિ કૂલચંદ્ર સાધુ મોક્ષલક્ષ્મી, શ્રેષ્ઠ કીર્તિ અને કાંતિથી મધુર અનુષ્ઠાનોથી પોતાનું નામ સાર્થક કરતો રહે છે. ૨૬. તેણે જિનેશ્વર સુગુરુના આદેશથી વાસુપૂજ્ય પ્રભુના મંદિરમાં વૃષભપ્રભુની દેવકુલિકાનો આરંભ કરાવ્યો. જેણે વિક્રમ વર્ષ ૧૩૩૮ ની સાલમાં મહાસુદ-૯ ના દિવસે આદિજિન દેવકુલિકાને તૈયાર કરાવી. ૨૭. આને કુમારી નામની બહેન છે જેણે મોક્ષમાળને પહેરવા માટે બંને પ્રકારે છએ ઉપધાનને વહન કર્યા. ૨૮. નાગપાલને બે પ્રિય પત્ની પદ્મા અને નાગશ્રી હતી. પુત્રના પાલનમાં જેમ આદરવાળી થાય તેમ શીલ અને તપના પાલનમાં હંમેશા આદરવાળી થઈ. ૨૯. પોતાની સાસુનું અનુકરણ કરતી પ્રથમની પદ્મલાએ ચાર પુત્રોને જન્મ આપ્યો. આમાં જન્મથી જ મોક્ષ ગુણોથી યુક્ત પ્રથમ સાધુમોહન પુત્ર થયો. બીજો શુભમૂર્તિ પાતાખ્ય ત્રીજો લખમો અને સૌથી નાનો દેવસિંહ થયો. જેઓ ધર્મરૂપી ધનના પરાભવ થયે છતે પોતાના તેજને પામે છે અર્થાત્ બતાવે છે. એટલે કે ધર્મના પરાભવને સહન કરતા નથી. ૩૦. સાધુ મોહને પદ્મલા માતાને માટે સુવિધિ જિનેશ્વરનું મંદિર કરાવ્યું અને વંશને લહેરાવ્યો. ૩૧. પાતાખ્ય પુત્ર પોતાના નામથી શ્રી સુપાર્શ્વનાથનું મંદિર બનાવ્યું. જેને પાલ્હણદેવીથી થયેલ પદ્મ નામનો પુત્ર હતો. ૩૨. નાગશ્રીને સારા, પાત્રભુત, રમ્યગુણોની શ્રેણીથી શોભતા સુપદ્મ લંછનવાળા બે પુત્રો થયા. ૧. મૂલદેવ અને ૨. ધનસિંહ અને સબુદ્ધિવાળી નાટી નામની પુત્રી થઈ. ૩૩. સુકૃત અર્થે નાગશ્રીએ શ્રી વાસુપૂજ્ય સ્વામીની પૂજા અર્થે ઉત્તમ પિતળ સદ્ધાતુના બે દીવાઓ અર્પણ કર્યા. ૩૪. શુભ બુદ્ધિની નાગશ્રીએ પોતાના બે પુત્રો પાસે જંબુસ્વામી વગેરેને પૂર્વના યુગપ્રધાનોની અને પાર્શ્વનાથ જિનેશ્વરના
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy