SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર કહ્યુંઃ હે પુત્ર! આ તારી કેવી ચેષ્ટા! નાનો બાળક પણ આ અવસરે મહાધનને ગ્રહણ કરે. ૧૦૪. અંજલિ જોડીને શ્રેણિકે કહ્યું : હે તાત! આ જયનું સૂચક છે અને રાજાઓનું સર્વસ્વ જય છે તેથી મહાધન કેમ નહીં? ૧૦૫. હે સ્વામિન્ ! દિગ્યાત્રાના આરંભમાં શંખના ધ્વનિની જેમ આના શબ્દથી જ રાજાઓને મંગલ થાય છે. ૧૦૬. જેણે યુદ્ધમાં ભંભાનું રક્ષણ કર્યુ તેણે જયશ્રીનું રક્ષણ કર્યુ. જેનું પત્નીની જેમ અથવા પિતાની કીર્તિની જેમ રક્ષણ કરવું જોઈએ. ૧૦૮.જેમ મેઘની ઘોર ગર્જનાથી વિદૂર પર્વતની ભૂમિ રત્નાકુરોથી છવાઈ જાય તેમ શ્રેણિકના આવા વચનો સાંભળીને રાજા રોમાંચથી ભરાઈ ગયો. ૧૦૯. અને વિચાર્યું : આની વચન ચાતુરી અપૂર્વ છે. હું માનું છું કે બૃહસ્પતિને આવી વાણી ન હોય. ૧૧૦. અહો ! આ બાળકની ઉદારાશયતા કેવી અદ્ભુત છે ! સિંહના બચ્ચાનો મનોરથ હાથીને જીતવાનો હોય છે. ૧૧૧. નાના પણ દીપકની રુચિ અંધકારના સમૂહને ખાઈ જવાની હોય છે. અમૃતના ટીપાંની પણ ઈચ્છા વ્યાધિઓના સમૂહનો નાશ કરવાની હોય છે. ૧૧૨. જેમ અદ્ભુત કાર્ય કરનારને સુભટનું બિરુદ અપાય તેમ રાજાએ શ્રેણિકને ભંભાસારનું બિરુદ આપ્યું. ૧૧૩. જેના ઘરમાંથી અગ્નિ ઉત્પન્ન થશે તેને નગરમાંથી બહાર કઢાશે એવા પોતાએ બોલેલા વચનને રાજાએ યાદ કર્યું. કેમ કે સજજનોની સ્મૃતિ નજીકમાં રહેલી હોય છે . અર્થાત સજ્જનો પોતાના બોલેલા વચનને યાદ રાખે છે. ૧૧૪. જો હું જાતે નીતિનું પાલન નહીં કરું તો બીજાની પાસે કેવી રીતે નીતિનું પાલન કરાવી શકીશ? જે વૈદ્ય પોતાની ચિકિત્સા નથી કરતો તે શું બીજાની ચિકિત્સા કરી શકશે? ૧૧૫. અને બીજું રાજા નગરમાંથી નીકળીને બીજે આવાસ કરીને રહ્યો અને પોતાને સત્યપ્રતિજ્ઞાવાળો કર્યો કેમ કે સજજનોની પ્રતિજ્ઞા ભાંગતી નથી. ૧૧૬. જેમકે પદ્મચરિત્રમાં સંભળાય છે કે સત્યપ્રતિજ્ઞાને કારણે રામ પિતાનું રાજ્ય છોડીને વનમાં ગયા. ૧૧૭. બહાર વસવાટ કરવાની પ્રતિજ્ઞાવાળા મારું અને તેનું (રામનું) મેરુ અને સરસવ જેટલું અંતર છે. ૧૧૮. એ પ્રમાણે સદ્ધિથી વિચારીને બૃહસ્પતિ જેવા રાજાએ દિગ્યાત્રીની જેમ નગરની બહાર આવાસો વસાવ્યા. તે વખતે શિબિરની અંદર સંચાર કરતા લોકોએ સંલાપ કર્યો કે અરે ! તું કયાં ચાલ્યો? હે મિત્ર! હું રાજાના ઘર તરફ જાઉં છું. ૧૨૦. પછી રાજાએ ત્યાં કિલ્લાથી યુક્ત, મહેલોવાળું, મંદિરોથી સુંદર, ઉત્તમ બજારો અને ચતુર્ધટ્ટોથી સુંદર, હવેલીઓ, સરોવર, વાવડી, કૂવા અને ઉદ્યાનો અને સભાઓથી યુક્ત એવું રાજગૃહ નામનું નગર વસાવ્યું. ૧૨૧-૧૨૨. રાજાએ ત્યાં વસવાટ કર્યો એટલે ક્રમે કરીને તે નગર પણ કુશાગ્રપુરની જેવું થયું. અથવા દિવસ સૂર્યને અનુસરે છે. અર્થાત્ સૂર્યની પાછળ દિવસ ચાલે છે. ૧૨૩. ફરી પણ રાજાએ ચિત્તમાં પ્રિયાની જેમ ચિંતા કરી કે જો હું વસ્ત્ર-અલંકાર વગેરેથી શ્રેણિકનું સત્કાર કરીશ તો પોતાને રાજયોગ્ય માનતા તેના ભાઈઓ આનું અશુભ કરશે. કારણ કે ઘણા દૂરગ્રહોથી શુભ ગ્રહ પરાભવ પમાડાય છે. ૧૨૪. તેથી હું આ પત્રની સાથે અનાદરભર્યુ વર્તન રાખ્યું અને બીજા પત્રો ઉપર આદરભર્યું વર્તન રાખું બુદ્ધિમાનોએ કાલોચિત કરવું જોઈએ. ૧૨૬. જેમ ભાણિયાઓને થોડો થોડો ભાગ વહેંચી આપે તેમ રાજાએ બાકીના કુમારોને અલગ અલગ દેશો વહેંચી આપ્યાં. ૧૨૭. આને ભવિષ્યમાં રાજ્ય મળશે તેથી દુર્ભગના પુત્રની જેમ શ્રેણિકને રાજાએ કંઈ પણ ન આપ્યું. કેમ કે સંતો દીર્ધદષ્ટિ હોય છે. ૧૨૮. આ પરિસ્થિતિનો વિચાર કરીને શ્રેણિકે વિચાર્યુઃ હું વિનીત હોવા છતાં પણ પિતા મારા ઉપર આવું ઓરમાયું વર્તન કરે છે તો શું હું તેનો પુત્ર નથી? ૧૨૯, બીજો કોઈ સમર્થ પણ મારો પરાભવ કરત તો હું તેને ધોળે દિવસે તારા દેખાડત પણ જન્મ આપનાર અને પાલન પોષણ કરનાર પિતા વડે પરાભવ પમાડાયેલ હું શું કરું? કહ્યું છે કે નીતિની આરાધના કરવી જોઈએ, કોપ ન કરવો જોઈએ. ૧૩૦-૧૩૧.
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy