SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૧ ૭ જે પિતાથી તિરસ્કાર કરાયો હોય તેને લોકમાં પ્રતિષ્ઠા મળવી દુર્લભ છે. કારણ કે જે ઘરમાં હલકો છે તે બહાર પવન વડે ઉડાળી દેવાશે. અર્થાત્ જેને ઘરમાં માન નથી તેને લોકમાં માન કયાંથી મળે ? ૧૩૨. આધિ સારી, વ્યાધિ સારી, ભિક્ષા સારી, વૃદ્ધાવસ્થા સારી, અંધાપો સારો, વંધ્યત્વ સારું, દુઃખ સારું, શત્રુ સારો પણ વિષકન્યાની જેમ થયેલું અપમાન સારું નથી. ૧૩૩–૧૩૪. શરીરની અંદર રહેલા વ્રણ (જખમ)ની જેમ માની પુરુષોને સામાન્ય પણ પરાભવ દુઃસહ છે તો પછી શું ભાઈઓનો પરાભવ વિશેષથી દુઃસહ ન થાય ? અર્થાત્ થાય. ૧૩૫. જેમ મંદ પ્રતાપી સૂર્યને સંધ્યા સમયે અસ્ત પામી જવું સારું છે તેમ પરાભવ પામેલા માટે વિદેશમાં જવું કલ્યાણકારી છે. ૧૩૬. ન પછી સર્વપણે અભિમાની શ્રેણિક જંગલમાંથી નીકળેલા સિંહની જેમ પોતાના નગરમાંથી નીકળીને બેનાતટ નગરમાં ગયો. ૧૩૭. તેણે તે નગરમાં જાણે જંગમ લક્ષ્મી (ઐશ્વર્ય) ન હોય તેવા અલંકાર સહિત, સુનેપથ્યવાળા, સુરૂપ વિલેપન સહિત લોકને જોયો. ૧૩૮. તેવા પ્રકારના નગરના દર્શનથી આ અત્યંત આનંદિત થયો. સુંદર વસ્તુના દર્શનથી કોને આનંદ ન થાય ? ૧૩૯. શ્રેણિકે ત્રાજવું અને રત્નની પેટી લઈને વિશાળ આસન ઉપર બેસીને દાઢી માથાના લટકતા વાળવાળા, સૌમ્ય, પરિણત વયવાળા, રૂપથી સુંદર અને સુભગ નગરના અધિષ્ઠાયક ન હોય એવા ભદ્ર નામના શેઠને દુકાનમાં બેઠેલા જોયા. ૧૪૦–૧૪૧. જાણે સાક્ષાત્ ભદ્રોદય ન હોય તેવો ભદ્રમૂર્તિ શ્રેણિક અગણ્ય કરિયાણાથી ભરેલી દુકાનમાં પ્રવેશ્યો. ૧૪૨. તે દિવસે નગરમાં ઉત્સવ મંડાયો હતો. તેથી જેમ ગુરુ શિષ્યોની સાથે વ્યગ્ર હોય તેમ શ્રેષ્ઠી ગ્રાહકોની સાથે વ્યાકુલ હતો. ૧૪૩. તે આ પ્રમાણે- જેમ લક્ષણ સર્ણને ઈચ્છે છે તેમ કેટલાકો સર્ણ કર્પૂરની યાચના કરે છે. કેટલાકો દાહને નાશ કરનારા સદાગમની જેમ ચંદનની યાચના કરે છે. બીજા કેટલાક અર્થસારવાળી અર્થનીતિની જેમ કસ્તૂરિકાની યાચના કરે છે. કેટલાકો તર્કશાસ્ત્રની જેમ તીક્ષ્ણ રંગને આપનાર કુંકુમની યાચના કરતા હતા. બીજા કેટલાકે પવિત્ર ધર્મગ્રંથોની જેમ સ્ફુરાયમાન થતા પવિત્ર ગંધવાળા ગંધોની યાચના કરી. કેટલાકે સંવેગગ્રંથની જેમ સુંદર યોગને કરનાર દ્રવ્યની યાચના કરી. બીજા કેટલાકો મહાકાવ્યની જેમ ખાંડવા માટે સમર્થ ખાંડણીયાને માગતા હતા. કેટલાકો અલંકારની આવલિ (શ્રેણી)ની જેમ સરસ સાકરને માંગતા હતા. જેમ પ્રત્યય અને પ્રકૃતિની વચ્ચે વાચ્ય અર્થ પ્રગટ કરવામાં વિકરણ પ્રત્યય સહાય કરે તેમ શ્રેણિકે શ્રેષ્ઠીને પડિકા બાંધવામાં સહાય કરી. ૧૪૮. ઘણાં ધનની કમાણી થવાથી શ્રેષ્ઠી ઘણાં હર્ષને પામ્યો. વણિકો દુકાનમાં થતા ધનલાભને પુત્ર લાભ કરતા અધિક માને છે. ૧૪૯. આના પ્રભાવથી મારે વરસની કમાણી આજે ક્ષણથી થઈ ગઈ. અપતીર્થિકના જવાથી શું લક્ષ્મી સાત પેઢીથી ન ચાલી આવે ? અર્થાત્ આવે છે. ૧૪૪–૧૫૦. પુત્રીને પરણતો, રત્નાકાર સમાન કોઈ દિવ્ય પુરુષને મેં આજે સ્વપ્નમાં જે જોયો તે આ જ છે એમાં સંશય નથી. ૧૫૧. કહ્યું છે કે– પ્રભાતનું સ્વપ્ન, સવારની ગર્જના, તથા સવારની સ્મૃતિ હંમેશા જ રૂપ આપનારી છે. ૧૫૨. જેમ જનક પુત્રી સીતા નરશિરોમણિ રામને વરી તેમ ઉત્તમ વરને વરનારી મારી નંદા પણ કન્યા ધન્ય છે. ૧૫૩. જે આ પુત્રીના વરને પ્રાપ્ત કર્યો તે સંબંધથી અમે ધન્ય બન્યા. ખરેખર રૂપ–શીલ અને ગુણથી યુક્ત જમાઈ મળવો દુર્લભ છે. ૧૫૪. જેમ વણિક પુત્ર રાત્રે શેઠિયાઓના બે પગોની ચંપી કરતો ક્લેશ પામે છે તેમ પુત્રીના ૧. પ્રત્યય અને પ્રકૃતિ ઃ નમવા અર્થમાં નમ્ ધાતુ પ્રકૃતિ છે. તેને ક્રિયાપદનો તિવ્ પ્રત્યય લાગે છે. આ બેની વચ્ચે વિકરણ પ્રત્યય શવ્ લાગીને ક્રિયાનો અર્થ પ્રકટ કરે છે. નમ્ + તિવ્ नम् + शव्+तिव् નતિ તે નમે છે. વિકરણ શબ્ ન હોય તો નતિ પદ ન બને અને કર્તરિ પ્રયોગનો અર્થ પ્રગટ ન થાય. →
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy