SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૯ ૨૦૩ પુત્ર પ્રાપ્તિના અંતરાય કર્મના ક્ષયોપશમથી એકવાર કોઈક ભાગ્યશાળી જીવ તેની કુક્ષિમાં અવતર્યો. ૫૮. જેમ પૃથ્વી નિધિને ધારણ કરે તેમ વસ્તુમતિએ ગૂઢગર્ભના કારણે અલક્ષ્ય અને મુનિના શીલની જેમ દુર્વાહ ગર્ભ ધારણ કર્યો. પ૯. તેણીએ બીજી સ્ત્રીઓની સહાયપૂવર્કના ઘણાં ઉપાયોથી ગર્ભનું પોષણ કર્યું. ધનવાન ગૃહસ્થોને શું અસાધ્ય છે? ૬૦. કાલ પૂર્ણ થયે છતે, દિશાઓ રજથી મુક્ત થયે છતે જેમ વંશલતા મોતીને જન્મ આપે તેમ તેણીએ પુત્રને જન્મ આપ્યો. ૧. અતિ હર્ષ પામેલ ધનદત્તે ચિત્તને ચમત્કાર કરે એવો વિસ્તારપૂર્વકનો વપનક મહોત્સવ કરાવ્યો. ૬ર. મહોત્સવ પ્રવર્યો ત્યારે ઘણાં પ્રમોદને ધરતો લોક ચારે બાજુથી વધામણી આપવા આવ્યો. ૬૩. સર્વત્રતુના ફલ-ફૂલવાળા ઉધાન સમાન સત્કલમાં જન્મ પામવાથી તે નક્કીથી કૃતપુણ્ય છે. ૬૪. બારમે દિવસે માતાપિતાએ તેનું નામ કૃતપુણ્ય જ પાડ્યું. કેમકે જે નામ પ્રસિદ્ધ થયું હોય છે તે સુંદર હોય છે. ૬૫. શુભચેષ્ટાથી લોકોને પરમ આનંદ આપતો બાળક પિતાના મનોરાજ્યની સાથે ક્રમથી વધ્યો. દ૬. આઠ વર્ષનો થયો ત્યારે માતાપિતાએ ઉત્તમ કલાચાર્ય પાસે મોકલ્યો. કેમકે પ્રથમ વયમાં વિદ્યા ભણવાનું વિધાન છે. ૬૭. જેમ અનુકૂળ પવન હોય ત્યારે વહાણ રત્નદ્વીપમાં પહોંચી જાય તેમ તે બુદ્ધિમાને થોડા દિવસોમાં બધી કળાઓ ભણી લીધી. ૬૮. ગાંભીર્ય અને રત્નોથી જાણે બીજો સાગર ન હોય તેમ તે જ નગરમાં સાગરદત્ત નામનો બીજો શ્રેષ્ઠી હતો. ૬૯ તેને માધુર્યાદિ ગુણોથી યુક્ત જયશ્રી નામની પુત્રી થઈ. કેમકે હંમેશા જ દ્રાક્ષની વેલડીમાંથી દ્રાક્ષ જ થાય છે. ૭૦. જડાધિપતિ (સમુદ્ર)માંથી હલકા લોકો પાસે જનારી સ્પર્ધા કરતી લક્ષ્મીને અસાધારણ ગુણોથી જીતી લીધી તેથી તેણીએ જયસૂચક નામ જયશ્રી પ્રાપ્ત કર્યું. ૭૨. માતાપિતાએ આ કન્યાની સાથે કૃતપુણ્યને પરણાવ્યો. કેમકે બુદ્ધિમાન રત્નના ભાજનમાં હાથ નાખે. ૭૩. એમ વસુમતીના બધા મનોરથો પૂર્ણ થયા. કોઈક વિરલને જ ચિંતિત દાવ પડે છે. ૭૪. પરંતુ કૃતપુણ્ય જિતેન્દ્રિય હોવાથી પોતાની પત્ની ઉપર આસક્ત ન થયો તો વેશ્યા સ્ત્રીઓની શું વાત કરવી? ૭૫. તે તે વિલાસને નહીં કરતા પુત્રને જાણીને માતા ખેદ પામી. સુંદરીનું સૌંદર્ય ખરેખર કરમાઈ ગયું. ૭૬. વસમુતીએ ધનદત્તને કહ્યું છે સ્વામિનું ! કામભોગથી વિમુખ થયેલો તમારો પુત્ર વૃદ્ધની જેમ આચરણ કરે છે. ૭૭. જો પુત્ર ભોગોને ભોગવતો નથી તો આ ધનથી શું? જે શરીરને ન શોભાવે તેવા સુવર્ણથી શું? ૭૮. વિવિધ પ્રકારના વિલાસોને કરતા પુત્રને હું જોવા ઈચ્છું છું. પોતાના સંતાનના વિલાસોને જોવામાં સ્ત્રીઓને મહાન આનંદ થાય છે. ૭૯. તેથી તેવા પ્રકારના મિત્રોની સાથે પુત્રને સંગ કરાવો જેથી તે કામભોગમાં ઘણો આસક્ત થાય. ૮૦. ધનદત્ત પણ કહ્યું ઃ હે પ્રિયા! તું નક્કીથી મુગ્ધ છે જે આમ ગામડિયાની જેમ અસંબદ્ધ પ્રલાપ કરે છે. ૮૧. આ વિષયમાં તારો પુત્ર સ્વયં પ્રવૃત્તિ કરશે કેમકે જીવોએ ભવોભવ વિષયનો અભ્યાસ કરેલ છે. ૮૨. જો આ મુનિની જેમ અત્યંત શાંતાત્મા થશે તો તારા કહેવા મુજબ આપણે ઉપાય કરીશું. ૮૩. હે પુત્રવત્સલ પ્રિયા ! હમણાં તું મૌન રહે. પ્રથમ તેલ જોવાય પછી તેલની ધાર જોવાય. ૮૪. કુગ્રહથી ગ્રસાયેલી વસુમતીએ ફરી કહ્યું હમણાં જ આને સંસારનો રાગી કરો ત્યાં સુધી મને મનની શાંતિ નહીં થાય. ૮૫. અહો! આના શરીરમાં કોઈક કુધાતુ ઉત્પન્ન થયો છે આ પ્રમાણે વારંવાર રોકવા છતાં પોતાનો આગ્રહ છોડતી નથી. ૮૬. મૃતકની મુદિની જેમ (મડાગાંઠની જેમ) બુદ્ધિમાન સ્ત્રીઓની પણ કદાગ્રહની ગાંઠ સુયુક્તિરૂપી નખોની છીપથી છૂટતી નથી. ૮૭. એ પ્રમાણે વિચારતા તેણે પ્રિયાનું વચન માન્યું. અથવા તો સ્ત્રીઓ આંગડીના ટેરવે પુરુષોને નચાવે છે. ૮૮.
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy