SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૧૦ ૨૪૧ બોલ્યોઃ પૂજ્યપાદે લોકોના વચનને માની લીધું છે. તો ભલે મનાયેલું રહે તેથી મને કોઈ હાની નથી. ૫૮. હે વિભુ ! જો કે અત્યારે મારી પ્રતિભા ચાલી ગઈ છે. અર્થાત્ ખોટો ઠર્યો છે. તો પણ હે જિતાહિત (શત્રુઓને જીતનારા હે પિતાશ્રી) હું જલદીથી મારા બોલેલા વચનને પૂરવાર કરી આપીશ. શું લોકો પ્રમિતિનું કારણ ઉદાહરણ વિના મારા ઉપર વિશ્વાસ કરશે? ૧૯. પોતાની વાત પૂરવાર કરવા અભયે પિતા પાસે પાંચ દિવસ રાજ્ય કરવાનો ઉત્તમ અવસર માગ્યો. કેમકે પોતાની પ્રભુતા વિના મનુષ્યોને ફળ મળતું નથી. ૬૦. રાજાએ ક્ષણથી અભયને રાજ્ય આપ્યું. પુરુષો અભિવાંછિતને આપનારા હોય છે. શ્રેણિક રાજા અવરોધ (લડાઈ)નો વિરોધી હોવા છતાં પાંચ દિવસ સુધી આનંદપૂર્વક અવરોધ (અંતઃપુર)માં સુખપૂર્વક રહ્યો. ૬૧. આજે ક્ષણથી રાજાના શરીરમાં અતિગાઢ રોગ ઉત્પન્ન થયો છે. વૈધે કહ્યું છે કે માણસના કલેજાના બે યવ જેટલા માંસથી મટશે. ૨. પોતાના સ્વામી શ્રેણિક રાજા ઉપર ભક્તિ ધરતા હો તો પોતાના કલેજામાંથી બે યવ માંસ આપો. અરે ! પીરજનો હમણાં પરીક્ષાની શિલાનો કિનારો પ્રગટ થશે. અર્થાત્ રાજા ઉપર તમારી કેવી ભક્તિ છે તે આજે ખબર પડશે. ૩. રોગથી મુક્ત થયેલ કૃતજ્ઞ રાજા તમારા ઈચ્છિતને જલદીથી આપશે એમ અભયે માણસ પાસે ઘણી વસતિવાળા નગરમાં ઘણી ઘોષણા કરાવી. ૬૪. પછી કોઈએ પણ આ ઘોષણાનો સ્વીકાર ન કર્યો. કોણ સામે ચાલીને મરણની આપત્તિને વહોરે? જગતના જીવોને જીવન સતત પ્રિય હોવાથી કૃમિને પણ મરવું ઈચ્છિત નથી. કેમકે જગતના સર્વ જીવોને જીવવું ગમે છે. ૬૫. આનંદના ઉત્સાહમાં આવીને માંસ ઘણું સસ્તુ છે એમ જેઓ બોલતા હતા તે બધાને રાજા અભયે પુછ્યું : મુખ્ય રાજાની ઉપશાંતિ માટે યવના માન પ્રમાણે માંસને આપતા તમને શું વાંધો આવે? પૂર્વે તમોએ રાજા અને લોક સમસ્ત માંસ સુલભ છે એમ કહ્યું હતું. દ૬. ભયભીત થયેલ તેઓએ અભયને કહ્યું : દયા કરીને અમને અભય આપો. આ અમે કુમુખવાળા તાંબાના રણકારની જેમ બોદા મુખવાળા જોયા. (અર્થાત્ અભયનું વચન સાંભળીને રાજાઓ તાંબાના રણકારની જેમ પડી ગયેલ મુખવાળા થયા.) તમે અમારી પાસેથી ઘણા ક્રોડગુણ ધનને લો અને અમારા ઉપર કરુણા કરો. હે રાજન્ ! અતિદયાળુ હૈયાવાળા તમે આ ધનથી (અમે આપીએ છીએ તે ધનથી) બીજા પાસેથી માંસ ખરીદી લો. ૬૯. અત્યંત મદ ગળી ગયેલા રાજાઓએ અભયની સામે ધનના ઢગલાઓ પાથર્યા શું કયારેય શેરડીને ગાઢ પીલ્યા વિના રસ નીકળે? ૭૦. કૂડ કપટના ભર વિનાના અભયે પણ કૂટ કરીને ઉપાયથી મેળવેલા વિભવથી રાજાના ભવનને ભરી દીધું છે. તે એવો હતો જે બીજાની જેમ પોતાના ધનમાં તત્પર હોય, અર્થાત્ બીજાઓ ધનમાં આસક્ત થઈ કૂટ ઉપાયોથી ધન મેળવે તેમ તેણે ધન ન મેળવ્યું. પણ રાજાઓએ સ્વેચ્છાથી ધન આપ્યું. ૭૧. અભયે આખા દેશમાં પાંચ દિવસ સુધી કર ઉઘરાવવાના સ્થાનોમાં સંપૂર્ણ પણ કરની માફી આપી. જો એની જગ્યાએ બીજો કોઈ હોત તો અસત્ પણ આચરણ કરત અર્થાત્ કર માફ કરવાને બદલે કર લેવાનું કાર્ય કરત. ૭ર. આણે વિશેષથી લોકને ધનનું દાન આપીને સુખનો બાગ બનાવ્યો. બુધ (બુદ્ધિમાન) જ ઉત્તમ વસ્તુ મેળવીને પાંચ દિવસમાં ભૂમિ ઉપર (દેશમાં) પોતાના કીર્તિરૂપી ઉદ્યાનને રોપે છે. ૭૩. પાંચ દિવસ પછી ઉત્તમમતિ શ્રેણિક રાજાએ પોતાના રાજ્યના કારભારને સંભાળી લીધો. રાત્રે સમુદ્રમાં ચાલ્યો ગયેલો સૂર્ય શું દિવસે આકાશમાં નથી આવતો? ૭૪. સભામાં ઘણાં ધનના ઢગલાને
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy