SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૨૪૨ જોઈને રાજાએ હર્ષથી અભયકુમારને કહ્યું અહો! આ વિભવ ક્યાંથી આવ્યો? અથવા તો વિભવ કોને આનંદ નથી આપતો? ૭૫. અંજલિ જોડીને અભયે કહ્યું ઃ સચિવ વગેરેએ આવીને આપ્યું છે. હે તાત ! તમારા શુભકર્મની લબ્ધિનો ઉદય કયા અભ્યદયને નથી કરતો? ૭૬. રાજા ઘણો ગુસ્સે થયો. અરે ! તલની જેમ નગરને પીલીને અનીતિ કરી છે નહીંતર પાંચ દિવસમાં આટલું ધન એકાએક કયાંથી આવે? ૭૭. અરે ! ચોરટાની જેમ માત્ર પાંચ દિવસમાં નગરને લૂંટી લીધું છે. અરે અભય ! શું તું આમ અનીતિ કરીને રાજ્યને ચલાવીશ? ૭૮. શું આ નગરમાં કોઈ લોક કયારેય માગ્યા વિના ઘણા ધનને આપે? લોકને ઘણું પાડીને તે પૂર્વજોની કીર્તિનો નાશ કર્યો છે. ૭૯. અભયે અમૃતના પંજ કરતા મધુરવાણીથી શ્રેષ્ઠ વિનયથી ભાવપૂર્વક રાજાને કહ્યું : હે તાત ! જો મેં અપયશ ઉપાર્જન કર્યો હોય તો પોતાના ચરો મારફત નગરમાં તપાસ કરાવો. ૮૦. પછી રાજાએ હર્ષ અને રોષ વગરના (તટસ્થ) પુરુષોને રાત્રે તપાસ કરવા નગરમાં મોકલ્યા. અરે ! તમે નગરમાં ત્રણ રસ્તા વગેરે સ્થાનોમાં એકલા મળીને અભયની ચેષ્ટાને સાંભળી આવો. ૮૧. પછી રાજાના પુરુષોએ આખા નગરમાં અભયની કીર્તિને સાંભળી. મેરુ પર્વત ઉપર સુવર્ણ કાંતિ જ હોય છે. આમ્રવૃક્ષ ઉપર મધુર શોભા જ હોય છે. ૮૨. યુવતિ વર્ગે કહ્યું ઃ અભય ચિરકાળ સુધી પૃથ્વી ઉપર આનંદ અને સુખપૂર્વક જીવો. જેમ વરસાદ આખી પૃથ્વીને સુખી કરે તેમ આણે પાંચ દિવસમાં આખી પૃથ્વીને સુખી કરી. ૮૩. જેમ ચંદ્ર વિપુલ આકાશને શોભાવે તેમ આણે જ પોતાના કુળને સુશોભિત કર્યું. જેમ ગુરુ વડે અપાયેલ વરદાનથી સતી નાથવાળી થાય તેમ આનાથી જ પૃથ્વી નાથવતી થઈ. ૮૪. જે ભરતના પૂર્વજોની જેમ કોઈક રીતે લોકોને નીતિના માર્ગે લઈ ગયો. બીજો કોઈ હોત તો રાજાધિકાર મેળવીને તળિયાની માટીને ઉપર કરત. અર્થાત્ પ્રજાને પીડા કરત. ૮૫. જેઓને એકમાત્ર ન્યાયી, લોકના ભયને દૂર કરનાર ઉત્તમપુત્ર પ્રાપ્ત થયો છે તે માતાપિતા પણ જગતના લોકનો ઉદ્ધાર કરનાર અને શ્રેષ્ઠ પુણ્યના ભંડાર બન્યા. ૮૬. આ પ્રમાણે અભયની કીર્તિને સાંભળીને શ્રેષ્ઠ હર્ષને પામેલા સેવક પુરુષો રાજાની પાસે આવ્યા. પછી તેઓએ સંપૂર્ણ હકીકત સવિશેષથી રાજાને જણાવી. ૮૭. હર્ષને ધારણ કરતા ઉત્તમ રાજાએ અભયને કહ્યું : અરે વત્સ ! હે અન્યજનના તેજને જીતી લેનાર ! આ તારું ચરિત્ર પંડિત જનને વિસ્મય કરનારું છે. ૮૮. તે હંમેશા ધનના દાનથી જ અહીં નાગકુમાર દેવના શરીર સમાન નિર્મળ કીર્તિને મેળવી છે. ત્યારે તે જો લોકો પાસેથી આ દ્રવ્ય મેળવ્યું હોત તો અપ્રિયતાની પ્રસિદ્ધિને અપાવનાર અપયશનું ઉપાર્જન થાત. ૮૯. પણ તે તો લોકો પાસેથી ધન ગ્રહણ કર્યું અને ચંદ્ર જેવા નિર્મળ યશને પ્રાપ્ત કર્યો. કપટ કરવામાં ચતુર કૃષ્ણ પણ પૃથ્વી ઉપર વિખ્યાત પુરુષોત્તમતાને પ્રાપ્ત કરી. ૯૦. અહીં એક પ્રસિદ્ધ (અનુભૂત) આશ્ચર્ય છે કે મતિ અને શૌર્યની જેમ લક્ષ્મી અને યશ બંનેનું એકી સાથે કેવી રીતે ઉપાર્જન થયું? આવી શંકા છે તેથી તથ્ય શું છે તે તું કહે. કહેવાનો ભાવ એ છે કે પ્રાયઃ બુદ્ધિ અને પરાક્રમ એક વ્યક્તિમાં જોવા મળતા નથી તેમ લક્ષ્મી અને યશ એક વ્યક્તિમાં જોવા મળતા નથી છતાં તારામાં બંને સાથે જોવા મળ્યા તેનું અમને આશ્ચર્ય છે તો આનું રહસ્ય અમને કહે એમ શ્રેણિકે અભયને કહ્યું. ૯૧. પછી અભયે વિનયપૂર્વકમદ વિનાના કલ્યાણકારી વચનથી પિતાને કહ્યું પૂર્વેનગરમાં માંસની દુર્લભતા કહી હતી તેને લોકોએ માન્ય કરી ન હતી. હે રાજનું! આટલા પણ ધનની બદલીમાં સ્વજન કે પરજન કોઈએ પણ પોતાના કાળજાનું બે યવમાત્ર માંસ ખરેખર ન આપ્યું. ૯૩. તું આ શું બોલે છે? એમ રાજા વડે પુછાયેલ મંત્રીશિરોમણિ નિષ્કપટ અભયે પાંચ દિવસમાં થયેલી પોતાની વિતક રાજાને યથાર્થપણે
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy