SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ સર્ગ-૧ હતો. ૪૦. એમ સમયાનુસાર ધર્મ-અર્થ-કામને સેવતા રાજાએ શેષનાગની જેમ પૃથ્વીને વિધિપૂર્વક ધારણ કરી. ૪૧. જેવી રીતે મેઘમાલાની અંદર રહેલી ચંદ્રની કાંતિઓ પ્રગટ થાય તેમ નંદાના ગર્ભના ચિહ્નો પ્રગટ થયા. ૪૨. સકલ પણ શરીરના અંગો ઢીલા થયા. મહાપુરુષના સંપર્કમાં કોણ ગર્વને છોડતો નથી? ૪૩. ત્યારે નંદાના મુખ અને લોચન સફેદ થયા. શું શરદઋતુના આગમનમાં વાદળો અબરખ જેવા સફેદ નથી થતા? અર્થાત્ થાય છે. ૪૪. હજુપણ અમે અમારી અંદર રહેલ સારભૂત દૂધથી આ પુરુષરત્નના ગર્ભ ઉપર ઉપકાર કર્યો નથી એમ અતિ વિષાદથી અંતરમાં નહીં સમાતી કાલિમાને સ્તનમંડલે સ્તનના મુખ ઉપર ધારણ કરી અને બાકી સર્વત્ર ફિકાશને ધારણ કરી. ૪૫-૪૬. જિતવાની ઈચ્છાવાળો ઉત્તમ રાજા જેમ વિકાર રહિતતાને પામે તેમ આનું ઉદર વલિભંગ કરીને વૃદ્ધિને પામ્યું. ૪૭. તેની સ્વાભાવિક ગતિ જે મંદ હતી તે વધારે મંદ થઈ. મોટા પણ પુરુષ વડે સમાક્રાન્ત થયેલ ઉદર વધે છે તે આશ્ચર્ય છે. ૪૮. આ બાળક કાર્ય કરવામાં સમર્થ થશે તેથી શું નંદાને આળસ થઈ? આનું જમણું પડખું ભારે થયું તેથી આની કુક્ષિમાં પુરુષનો જીવ છે એમ સૂચિત થયું. ૪૯. ઉષ્ણગર્ભમાં બાળક દુઃખી થશે એમ સમજીને બાળકના સુખ માટે નંદાએ શીતવાયુ ગ્રહણ કરવા ઘણાં બગાસા ખાધા. ૫૦. ત્યારે નંદાની લજ્જા વિશેષથી વધી અથવા ગુણવાનની સંનિધિ હોતે છતે ગુણોનું વધવું ઉચિત છે. ૫૧. મણિના સંયોગથી જેમ વટીની શોભા વધે તેમ પત્રના સંયોગથી નંદાનું સૌભાગ્ય ઘણું વધ્યું. પર. આ રીતે વિધિપૂર્વક સુગુણોથી નિર્મળ ગર્ભની ઘણી સંભાળ રાખતી નંદાને ત્રીજે માસે દોહલો થયો. પ૩. તે આ પ્રમાણે- હું હાથી ઉપર આરૂઢ થયેલી હોઉં, મારા મસ્તક ઉપર છત્ર ધારણ કરાતું હોય, નગરમાં સર્વત્ર અમારિ ઘોષણાને સાંભળતી હોઉ અને કલ્પવૃક્ષની ટોચ ઉપર રહેલ કલ્પવેલડીની જેમ દીન-અનાથ લોકોના મનોરથોને પૂરું. ૫૪-૫૫. હૃદયથી હર્ષ પામેલી નંદાએ શ્રેષ્ઠીને દોહલો કહ્યો. ન કહેવા જેવી વાત પણ ગુરુ સમક્ષ રજૂ કરવી જોઈએ તો આવા પ્રકારના દોહલાનું ગુરુ આગળ પ્રકાશવામાં તો શું કહેવું? અર્થાત્ સુતરાય્ કહેવું જોઈએ. ૫૬. આ સાંભળીને શ્રેષ્ઠી હર્ષ પામ્યો. ખરેખર! આના ગર્ભમાં ઉત્તમ જીવ છે. પેટમાં જેવું ભોજન હોય તેવો ઓડકાર આવે. પ૭. તેથી જલદીથી પુત્રીના મનોરથોને પૂરું કારણ કે દોહલો પૂરો ન થયો હોય તો વૃક્ષો પણ ફળ આપતા નથી. ૫૮. રત્નોનો થાળ લઈને શ્રેષ્ઠી રાજકૂળમાં ગયો. પ્રયોજન વિના પણ રાજાને ખાલી હાથે ન મળવું જોઈએ તો પ્રયોજન હોય ત્યારે તો શું વાત કરવી? પ૯, તેથી ભેટછું ધરીને રાજાને નમીને અંજલિ જોડી વિનંતિ કરવામાં ચતુર શ્રેષ્ઠીએ રાજાને જણાવ્યુંઃ ૬૦. હે દેવ! રાણીની જેમ ગર્ભના પ્રભાવથી મારી પુત્રીને હાથી ઉપર આરોહણ કરવું, છત્રનું ધરવું વગેરે દોહલો થયો છે. ૬૧. તમારા પ્રસાદથી મને ઐશ્વર્ય ઉત્પન્ન થયું છે છતાં પણ દુર્ગતની જેમ અમારે વણિકોને દોહલો પૂરો કરવાનું સામર્થ્ય ક્યાંથી હોય? દ૨. તેથી તે સ્વામિન્! હસ્તી વગેરે સામગ્રી આપીને સેવક ઉપર કૃપા કરો કારણ કે લોક શરણ સ્વીકારે છતે સ્વામી વાત્સલ્યવાળા હોય છે. ૬૩. પછી રાજાએ ભેટણામાંથી શેષ માત્રને ગ્રહણ કરી. કીર્તિરૂપી સ્ત્રીઓમાં લુબ્ધ થયેલા રાજાઓની નિઃસ્પૃહતા પ્રિયા છે. ૬૪. ખુશ થયેલા રાજાએ શ્રેષ્ઠીને કહ્યું : હે ઉત્તમ વણિકોમાં શિરોમણિ ! ધનની જેમ તારાથી મારે બીજું કંઈ પોતાનું નથી. અર્થાત્ જે મારું છે તે સારું છે. ૬૫. જે તમોને ઉપયોગી થાય તે અમારું કૃતકૃત્ય છે. જે સમસ્ત મોતીઓનો સમૂહ છે તે ભૂષણ છે. ૬૬. અથવા તો અહીં સર્વ જે છે તે તમારું જ છે. ઈચ્છા મુજબ ઉપયોગ કરો. તલવારની જેમ અમે ફક્ત રક્ષક છીએ. ૬૭. પછી શ્રેષ્ઠીએ કહ્યું છે
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy