SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૧૪ કરી. ૧૩. ચિરકાળ રાજ્ય કરવાના ઈચ્છકે મહાસામંત–સામંત–રાજપુત્ર-પદાતિઓ વગેરેને પોતાની જેમ જોવા. ૧૪. કારણ કે વાડ વિના વૃક્ષોની જેમ આઓના વિના રાજ્યનું સંચાલન, બીજું કાર્ય અને શરીરની રક્ષા પણ થતી નથી. ૧૫. સર્વે પણ મંત્રીમુખ, અધિકારીઓ પ્રસન્ન રાખવા જેથી ઉદાસીનની જેમ કયારેય કાર્યની ઉપેક્ષા ન કરે. ૧૬. હે રાજન્ ! તારે સંતાનની જેમ પ્રજાનું પાલન કરવું જેથી તેઓ ક્યારેય પણ તારા પૂર્વજોનું સ્મરણ ન કરે. ૧૭. કેમકે દહીં વગર કયારેય માખણની પ્રાપ્તિ થતી નથી. જેઓ પ્રજાનું પાલન કરે છે તેઓના કોઠાર અને ભંડારો ભરેલા રહે છે. ૧૮. જીવિતવ્ય માટે શેષ અંગો કરતા માથાનું વિશેષથી રક્ષણ કરાય છે તેમ ધર્મની સિદ્ધિ માટે સતત તપસ્વીઓનું રક્ષણ કરવું. ૧૯. હે રાજન્ પૃથ્વીનું એવી રીતે પાલન કર જેથી વૃક્ષોમાં કલ્પવૃક્ષની જેમ તું ન્યાયશાલિઓમાં શિરોમણિ બને. ૨૦. જેમ ચાતક વરસાદના પાણીને ઝીલે તેમ શ્રેણિક રાજાએ પિતાના અપાતા આદેશોને અંજલિપૂર્વક ગ્રહણ કર્યા. ૨૧. પછી રાજાએ સામતાદિ પરિવારને શિક્ષા આપી કેમ કે ઉભયપક્ષને શિક્ષા અપાય તે જ શિક્ષા કહેવાય છે. ૨૨. આટલા દિવસો સુધી મેં પુત્રની જેમ તમારું પાલન કર્યું છે. પુષ્પના ડિટિયાથી પણ હણ્યા નથી. ૨૩. જેમ નક્ષત્રોનો સ્વામી ચંદ્ર છે તેમ કુવલાયાન્દ, તમોભેદી અને કળાનિધિ આ તમારો સ્વામી થયો છે. (આ ત્રણેય વિશેષણો ચંદ્ર તેમજ શ્રેણિક બંનેમાં ઘટી જાય છે.) ૨૪. જેમ તમે પૂર્વે મારી આગળ જેવું વર્તન કર્યું છે તેમ એની આગળ વર્તજો. તમારા અપરાધો ગણ્યા નથી. ૨૫. આના શાસનનું તમારે ઉલ્લંઘન ન કરવું કેમકે સૂર્ય જેમ અંધકારને સહન ન કરે તેમ આ પ્રચંડલાસની તમારા દોષોને સહન કરશે નહીં. ૨૬. આથી તમારે વિનયી બનીને આને દેવતાની જેમ આરાધવો, આની કાર્યને સાધનારી આજ્ઞાને શેષની જેમ મસ્તક ઉપર ચડાવવી. ૨૭. પ્રધાનમંડળે પોતાનું ભાવિ કલ્યાણકારી બનાવે તેવી રાજાની શિક્ષાને સારી રીતે ગ્રહણ કરી. કોણ એવો છે જે મુખમાં પ્રવેશતા અમૃતને હાથથી અટકાવે ? ૨૮. બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર કર્યો. બંદિઓએ જયમંગલ કર્યો, વાજિંત્રો વાગ્યા, સ્ત્રીવર્ગે નૃત્ય કર્યું. ર૯. નગરના લોકોએ મદયુક્ત હાથીઓ, વિવિધ પ્રકારના જાતિવંત ઘોડા, સ્કુરાયમાન તેજસ્વી રત્નો, સુવર્ણ, ઉજ્વળ મોતીનો સમૂહ, હાર, કંડલ, કેયૂર, ડોકની નીચે લટકતા હાર, વિવિધ પ્રકારના શસ્ત્રો, વસ્ત્રો પત્ર પુષ્પ અને ફળો અક્ષત અને અક્ષત પાત્રોના ભટણાં ધર્યા. કેમકે પુત્રોના મહોત્સવમાં સંપત્તિની પ્રાપ્તિ થવી સુલભ છે. ૩૦-૩૨ શ્રેણિકના મહોત્સવમાં બંદિઓને છોડી મૂકવામાં આવ્યા તે આશ્ચર્યકારી નથી આશ્ચર્ય તો તે છે કે આ કર્મરૂપી જેલમાંથી જીવોને છોડાવશે. ૩૩. ઘરે ઘરે અને દુકાને દુકાને તોરણો અને રેશમી વસ્ત્રોની ધ્વજ ફરકાવવામાં આવી. શેરીએ શેરીએ ભજવાતા નાટકોથી નગર સ્વર્ગપુરી જેવું થયું. ૩૪. પરલોક અને આલોકના પાપોની નિંદા કરતા, સુકૃતની અનુમોદના કરતા પ્રસેનજિત રાજાએ ચારના શરણાં સ્વીકાર્યા. ૩૫. વર્તમાન તીર્થના સ્વામી પાર્થ જિનેશ્વરને નમસ્કાર કરતો રાજા દેવલોકમાં ગયો. કેમ કે સમ્યગ્દષ્ટિ આત્મા દેવલોકમાં જ જાય છે. ૩૬. સરુ જેમ ઉત્તમ શિષ્યોને શિક્ષા ગ્રહણ કરાવે તેમ શ્રેણિક રાજા કયારેક ગંધહસ્તીઓને શિક્ષા ગ્રહણ કરાવતો હતો. ૩૭. ક્યારેક વિક્રમુખવાળા, વિશાળ છાતીવાળા, પુષ્ટ શરીરવાળા, સ્નિગ્ધ રોમવાળા, સૂક્ષ્મ કાનવાળા, ઉન્નત સ્કંધવાળા ઘોડાઓને વહન કરાવતો હતો. ૩૮. કયારેક વિદ્વાનોની સાથે ગોષ્ટિ કરતો હતો. ક્યારેક ધર્મની આરાધના કરતો હતો, કયારેક ઉત્તમ સ્ત્રીઓની સાથે વિવિધ ભોગો ભોગવતો હતો. ૩૯. અવસરે અવસરે રાજા સાપ જેવા શત્રુઓને સામ-દામ-દંડ અને ભેદના પ્રદાનથી વશ કરતો
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy