SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ સર્ગ-૧ અનુભવેલા આનંદપૂરને અનુભવ્યો. ૮૭. રાહુગ્રસ્ત સૂર્યના કિરણોને જોઈને લોક ખેદ પામે તેમ રાજાને પીડિત જાણીને નજીકમાં પહોંચેલ શ્રેણિક વિષાદ પામ્યો. ૮૮. જેમ શિષ્ય ગુરુના બે ચરણમાં પડે તેમ હર્ષ અને વિષાદ બેથી એકી સાથે લાગણીશીલ થયેલ શ્રેણિક રાજાના પગમાં પડ્યો. ૮૯ જાણે દશમા દરવાજા મારફત ભુજબળનું સંક્રમણ ન કરતો હોય તેમ રાજાએ હર્ષથી કુમારના માથા ઉપર હાથ મૂક્યો. ૯૦. ધર્મકાર્ય કરવામાં જીવ જેમ ઉતાવળ કરે તેમ અહીં આવવામાં તે ઉતાવળ કરી તે ઘણું સારું થયું કારણ કે તારું દર્શન થયું અર્થાતુ જો ઉતાવળથી ન આવ્યો હોત તો દર્શન થયા વિના મારા પ્રાણ ચાલ્યા જાત. ૯૧. જેમ પહેરેગીર જાગતો હોય અને પ્રજાના ભાગ્ય જાગતા રહે તેમ હે વત્સ! તારું અહીં આગમન થયું તેથી વત્સલ ભાઈઓનું ભાગ્ય જાગે છે. ૯૨. હે પુત્ર! તું મારો પુત્ર છે એમ ખાત્રી થાય છે કેમ કે જેમ સુશિષ્ય ગુરુ ઉપર ભક્તિને છોડે તેમ પરાભવ પામવા છતાં મારો તિરસ્કાર ન કર્યો. ૯૩.જો કે પુત્રોના વખાણ ન કરવા જોઈએ તો પણ અમે તારી પ્રશંસા કરીએ છીએ. કેમ કે તારી અવજ્ઞા કરે છતે પણ તે મણિની જેમ આજ્ઞાને માથે ચડાવી. ૯૪. આમ કહીને રાજા વિરામ પામે છતે ગર્જારવ કરતા વાદળને જોઈને મોર ટહુકો કરે તેમ શ્રેણિકે ગગવાણીથી કહ્યું : ૯૫. હે તાત ! મારી નમ્રતા કેવી ! અથવા મારી ભક્તિ કેવી ! અવજ્ઞા જાણીને સ્વબુદ્ધિથી હું ક્ષણથી દેશાંતર ગયો. ૯૬. શક્તિમાં જેમ રજાનો આરોપ કરાય છે તેમ મારા ઉપર ગુણનો આરોપ કરાયો છે. તેમાં ગુરુનો (પિતાનો) પક્ષપાત મુખ્ય કારણ છે. ૯૭. જ્યાં સ્વામીની પવિત્ર દષ્ટિઓ પડે છે ત્યાં ગુણો પ્રગટે છે તે સત્ય થયું. કારણ કે મને સ્વયં અનુભવ થયો. ૯૮. આમ ગર્વ વગર વાર્તાલાપ કરીને શ્રેણિક મૌન રહ્યો કેમ કે પૂજ્યોની આગળ બહુ ભાષણ કરવું શોભે નહીં, ૯૯. ફરી રાજાએ કહ્યું : હે વત્સ! તું પિતાના રાજ્યને સંભાળ, કર્મની જેમ રોગોથી પીડિત થયેલ હું પરલોકની સાધના કરીશ. ૩૦૦. કુમારે પણ કહ્યું ઃ હે તાત ! ચિરંજીવી તમારા બે ચરણોની હું પદાતિની જેમ સતત સેવા કરીશ. ૩૦૧. પૂજ્ય યાવચંદ્ર દિવાકર (જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી) સામ્રાજ્ય કરે જેમ અગ્નિથી મણિનો મેલ નાશ પામે છે તેમ ધર્મથી તમારો વ્યાધિ નાશ પામશે. ૨. રાજાએ પણ કહ્યું છે કુલમંદિરના દીપક! જેમ સર્વ અવસ્થામાં કલ્પવૃક્ષ સેવવા યોગ્ય છે તેમ પાત્રને રાજ્ય સોંપીને હું ધર્મનું સેવન કરીશ. હવે પછી તું કાંઈ બોલીશ તો મારા સોગન છે. ૩-૪ પછી સૂરિ જેમ શિષ્યને આચાર્ય પદવી અપાવવા તૈયારી કરાવે તેમ રાજાએ કુમારના રાજ્યાભિષેકની તૈયારી કરાવી. ૫. પછી પિતા વડે સુવર્ણ સિંહાસન ઉપર આરૂઢ કરાયેલ સુવર્ણવર્ણ શ્રેણિક જાણે બીજો મેરુ પર્વત હોય તેમ શોભ્યો. ૬. રાજા પૂર્વ દિશામાં અને બીજા સામંતો બીજી ત્રણ દિશામાં રહ્યા. સર્વે હાથમાં સુવર્ણના જળકલશો લઈને ગજદંતની જેમ શોભ્યા. ૭. વાદળો જેમ પર્વતના શિખરને નવડાવે તેમ કુમારને સ્નાન કરાવ્યું. રાજાએ ચંદનથી ભરેલા ચાંદીના કચોળા મંગાવ્યા. ૮. આ પ્રમાણે તે હંમેશા વૃદ્ધિને પામ એમ જાણે સૂચન ન કરતું હોય એવું તિલક રાજાએ શ્રેણિકના કપાળ ઉપર કર્યું. ૯. ગુરુ જેમ નવા નાના આચાર્યને વંદન કરે તેમ રાજા શ્રેણિકને નમ્યો. કેમકે સંતો સદ્દર્શિત ન્યાયને પ્રકાશવામાં સદા ઉદ્યત હોય છે. ૧૦. સામંતો અને પછી લોકો સાધુની જેમ તેને નમ્યા. મોટાઓએ આચરેલા માર્ગ ઉપર બીજાઓને પ્રયાણ કરવું દુષ્કર નથી. ૧૧. જેમ નિર્બળ શત્રુઓ ઉપર બાણોનો વરસાદ વરસાવવામાં આવે તેમ કુલમહત્તરાઓએ તેના માથા ઉપર દહીં-દુર્વા અને અક્ષતનો વરસાદ વરસાવ્યો. ૧૨. પછી સૂરિની જેમ કૃતકૃત્ય પ્રસેનજિત રાજાએ નૂતન રાજાને રાજયોગ્ય શિક્ષા આપવાને શરૂઆત
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy